જ્યારે મારો પતિ શારિરીક સબંધ બાંધતો હોય છે ત્યારે એક હાથ મારા પાછળની ભાગમાં નાખીને……
સવાલ:૫૭ વર્ષનો છું. છેલ્લા કેટલાક મહિનાઓથી મારી જાતીય ઇચ્છા ઘટી ગઇ છે. તેમજ મને શિશ્નોત્થાન પણ થતું નથી. હું દિવસમાં દસથી વધુ સિગારેટ પીઉં છું અને મને અનિંદ્રાની પણ તકલીફ છે.મદ્યપાનથી પણ આદત છે. મારી પત્ની કેટલીક ઇમોશનલ સમસ્યાથી પીડાય છે. શું મારી આ સમસ્યા વધતી જતી ઉંમર કે પછી નસબંધીના ઓપરેશનને કારણે હોઇ શકે છે. યોગ્ય માર્ગદર્શન આપશો.
જવાબ:તમારા પત્રમાં તમે આપેલા બધા કારણો (નસબંધીને બાદ કરતા) તમારી આ સમસ્યા પાછળ ભાગ ભજવી શકે છે. તમારે તમારી જીવન શૈલી સુધારવાની જરૂર છે. ધુમ્રપાન અને મદ્યપાન ઓછું કરો. તમારી ચિંતા અને અનિદ્રા સાથે તમારા કામકાજ કે બિઝનેસનો સંબંધ હોઇ શકે છે. શું તમે ઑફિસને ચિંતા ઘરે લઇને આવો છો? તમને કોઇ રોગ છે કે કોઇ દવા લો છો? તમારી પત્નીને મેનોપોઝની સમસ્યા હોઇ શકે છે. તમારે બંનેએ ડૉક્ટરની સલાહ લેવી જરૂરી છે.
સવાલ:હું ૧૭ વર્ષનો છું. મારી જ ઉંમરની એક છોકરી સાથે છેલ્લા એક વરસથી મને પ્રેમ છે. અમે બંને એકબીજાને ઘણો પ્રેમ કરીએ છીએ. પરંતુ અમારી વચ્ચે શારીરિક સંબંધ નથી. આ બાબતે હું ઘણો શરમાળ છું. શું આ કારણે આ છોકરી મને છોડીને જતી રહેશે? શું હું પગભર થાઉં નહીં ત્યાં સુધી એ મારી રાહ જોશે?
જવાબ:પ્રેમ બિન શરતી હોય છે. જાતીય સંબંધ કે ચુંબન જેવી સંવવન ક્રિયાના અભાવે પ્રેમી કે પ્રેમિકા એકબીજાને છોડી જતા રહે એ શક્ય નથી. હા, માત્ર વાસનાને કારણે સંબંધ બંધાયો હોય તો વાત અલગ જ છે. અને આમ પણ આવા સંબંધો બાંધવા માટે હજુ તમે ઘણા નાદાન છો અને તમે પગભર થાવ નહીં ત્યાં સુધી એ તમારી રાહ જોશે કે નહીં તેનો ઉત્તર તો માત્ર એ છોકરી જ આપી શકે છે અને આટલી નાદાન વયે આવી અપેક્ષા નહીં રાખવી એ જ યોગ્ય છે. હમણા લગ્નનો વિચાર પડતો મૂકી એકબીજા સાથે પ્લટોનિક ફ્રેન્ડશીપ ચાલું રાખો અને આ પ્રશ્નનો ઉત્તર સમય પર જ છોડવામાં તમારા બંનેની ભલાઇ છે.
સવાલ:હું ૧૯ વરસની કોલેજમાં ભણતી યુવતી છું. મારા જ વર્ગમાં ભણતા એક છોકરા સાથે મને પ્રેમ છે. પરંતુ તે બીજી છોકરીઓ સાથે વાત કરે છે એ મને ગમતું નથી. તે મારી સાથે જાતીય સંબંધ બાંધવા માગે છે. તેણે મને કહ્યું હતું કે એક સાયક્રાઇટિસ્ટે તેને સપ્તાહમાં એક વાર સેક્સ કરવાની સલાહ આપી છે. લગ્ન પૂર્વે સેક્સ સંબંધ બાંધવાની મારી ઇચ્છા નથી. શું એ જરૂરી છે? હું સંવેદનશીલ છું અને શું કરવું એની મને ખબર નથી. યોગ્ય માર્ગદર્શન આપવા વિનંતી.
જવાબ:આ છોકરો તમને ઇમોશનલ બ્લેકમેઇલ કરી રહ્યો છે. તેની વાત સાંભળતા નહીં. તેને તેના ઇરાદામાં ફાવવા દેતા નહીં. તમારી લાગણીઓ પર કાબુ રાખો અને એ છોકરાની સાથે સંબંધ તોડી નાખો. ભવિષ્યમાં તમારી સાથે તે લગ્ન કરશે નહીં. એ વાત પણ સમજી લો. હમણા માત્ર ભણવામાં જ ધ્યાન આપો. આ છોકરાને સ્પષ્ટ કહી દો કે તમને આમા રસ નથી એટલે તે પોતે જ તમારી સાથે સંબંધ તોડી નાખશે.
સવાલ;હું ૧૭ વરસનો છું. બારમાં ધોરણાં ભણું છું. મને મારા ચારિત્ર્ય બાબતે ઘણી શંકા છે. છોકરીઓ પ્રત્યે મને ઘણું આકર્ષણ થાય છે. મારા મનમાં પણ સેક્સના વિચારો જ આવે છે. આ કારણે હું ડિપ્રેશનનો ભોગ બની ગયો છું. અને ઘણી વાર મને આપઘાત કરવાનો વિચાર પણ આવે છે. હું આવા જ વિચારો કેમ કરું છું? શું હું પાપી છું? શું હું આદર્શ પુત્ર નથી? મારી તકલીફ શું છે?
જવાબ;આવા વિચારો કરી તમે પાપી બની જતા નથી. આ ઉંમરે આવા વિચારો આવે એ સામાન્ય છે. તમે અપરાધ બોજથી પીડાવ છો અને મનમાંથી એ દૂર કરો. ટીનએજ દરમિયાન સેક્સ હાર્મોન્સ ઉત્પન્ન થતા હોવાને કારણે આવી લાગણીઓ જન્મે છે. આ એક શારીરિક પ્રક્રિયા છે. જેનાથી ક્ષોભ પામવાની જરૂર નથી અને આપઘાત કરવાનો વિચાર પણ કરી શકાય નહીં. તમે તમારા મનમાંથી અપરાધ બોજની લાગણી દૂર કરશો એટલે આપોઆપ બધુ ઠીક થઇ જશે.
સવાલ:૨૦ વરસનો મારો પ્રેમી મારી સાથે સેક્સ સંબંધ બાંધવા માગે છે. એક દિવસ એણે મારી છેડતી કરવાનો પ્રયત્ન પણ કર્યો હતો. મેં એનો વિરોધ કર્યો તો એણે મને છોડી દઇ બીજી પ્રેમિકા શોધવાની ધમકી આપી હતી. આથી મારે તેને તાબે થવું પડયું હતું. તે દિવસે એણે સમાગમ સિવાય બધી જ છૂટ લીધી હતી. હવે તેને એ હદ પણ વટાવવી છે. તે છોડીને જતો રહેશે એનો ડર લાગે છે. મારે શું કરવું એ સમજાવો.
જવાબ:તે છોડીને જતો રહે તો ટાઢે પાણીએ ખસ ગઇ એમ માની ખુશ થાવ. તેની સાથે સંબંધ રાખી ભવિષ્યમાં તમારે પસ્તાવાનો જ વારો આવવાનો છે એ વાત સોનાના પતરા પર લખી રાખો. તે તેની વાસના સંતોષવા માટે જ તમારો ઉપયોગ કરે છે. ઉપભોગ કર્યાં પછી તે તમને છોડીને જતો રહેશે. એ તમને ખરેખર પ્રેમ કરતો હોત તો આવી ધમકી આપતે જ નહીં.
પ્રશ્ન : હું ૨૧ વર્ષની બી.એ. દ્વિતીય વર્ષની વિદ્યાથની છું. હું મારાં સ્તનોને કારણે પરેશાન છું. હું દૂબળી પાતળી છું, પણ મારા બેડોળ સ્તનના કારણે જાડી લાગું છું. મારાં સ્તનો શિથિલ થઈ ગયા છે અને વધતા પણ જાય છે. લગ્ન પછી તો એ એનાથી પણ વધી જશે. હું શું કરું? એક યુવતી (પોરબંદર)
ઉત્તર: યોગ્ય સમયે યોગ્ય માપની બ્રા ના પહેરવાના કારણે સ્તન બેડોળ બની જઈ લટકી પડે છે. તમે યોગ્ય માપની બ્રા પહેરો અને મનમાંથી એ વહેમ કાઢી નાખો કે સ્તનના કારણે તમે જાડા લાગો છો. લગ્ન બાદ બાળકને સ્તનપાન કરાવવાથી સ્તનનો આકાર જરૂર ઘટશે. માટે એ બાબતની ચિંતા ના કરશો કે લગ્ન પછી સ્તન વધુ વધી જશે.
પ્રશ્ન: હું નોકરી કરતો યુવાન છું. એક ગરીબ યુવતીને પ્રેમ કરું છું. એના ઘરમાં એના પિતા, સાવકી માતા અને ત્રણ બહેનો છે. ભાઈ નથી. જો હું એ યુવતી સાથે લગ્ન કરી લઉં તો એની બહેનોનાં લગ્નની જવાબદારી મારે નિભાવવી પડશે? એક યુવક (અમલસાડ)
ઉત્તર: લગ્ન પછી તમે માત્ર તમારી પત્ની અને તમારા પરિવારની જવાબદારી માટે જ જવાબદાર છો. પત્નીની બહેનોના લગ્નની જવાબદારી લેવા માટે તમે બંધાયેલા નથી. હા, તમારી ઈચ્છા હોય તો એમને થોડીઘણી મદદ કરી શકો છો.
પ્રશ્ન: હું ૨૫ વર્ષની પરિણીતા છું. મારા લગ્નને એક વર્ષ થઈ ગયું છે. હજુ સુધી મને સંતાન સુખ પ્રાપ્ત થયું નથી. હું જલદી મા બનવા માગું છું જ્યારે મારા પતિ પોતાના વ્યવસાયને જ સર્વસ્વ માને છે. રાતદિવસ એમાં જ વ્યસ્ત રહે છે. ઘણો સારો વ્યવસાય છે. પણ એ વધુ આગળ જવા માગે છે. ઘરે આવીને ખાઈપીને સૂઈ જાય છે. સેક્સમાં એમને કોઈ રસ નથી. મારી ઇચ્છા હોય તો યંત્રવત્ પતાવી દે છે. ઘણીવાર મારે એમની સાથે ઝઘડો થઈ જાય છે. હું ક્યારેય મા બની શકીશ? એક સ્ત્રી (ભાવનગર)
ઉત્તર: તમારા પતિ યુવાન છે. વ્યવસાયને વધુ વિકસાવવા માટે એમના મનમાં જે ઉત્સાહ અને લગન છે એ ઘણી સારી બાબત છે. તમારે એમાં એમને સહકાર આપવો જોઈએ. એના બદલે તમે એમની સાથે ઝઘડો છો, આજે દરેક વ્યવસાયમાં ઘણી હરીફાઈ હોય છે. માટે જો તે સંઘર્ષ કરી રહ્યા હોય તો તમે સ્વાર્થી ન બનો.
પતિની જેટલી પણ નિકટતા મળે એની ભરપૂર મજા માણો. સંતાન મેળવવા માટેની તમારી ચિંતા પણ યોગ્ય નથી. હજુ તમારા લગ્નને માત્ર એક વર્ષ થયું છે. ઉતાવળ ન કરો. જો થોડા વધુ સમય સુધી તમે ગર્ભધારણ ન કરી શકો તો નવરાશ હોય ત્યારે તમારા પતિની કોઈ ડોક્ટર પાસે તપાસ કરાવી સારવાર કરાવી શકો છો.
પ્રશ્ન: હું ૩૬ વર્ષની પરિણીતા અને ત્રણ બાળકોની માતા છું. મારા પતિ શરાબી છે એટલે હું પરેશાન રહું છું. થોડા સમય પહેલાં હું મારી બહેનના દિયરના લગ્નમાં એના ઘરે ગઈ હતી. ત્યાં મારી મુલાકાત બહેનના બીજા દિયર સાથે થઈ, જે એક સૈનિક છે અને પરિણીત છે.
એણે મને જણાવ્યું કે ૨૦ વર્ષ પહેલાં એ મારી સાથે લગ્ન કરવા માગતો હતો, પરંતુ લગ્ન થઈ ન શક્યાં. આજે પણ એ મને ચાહે છે. હું એનાથી ઘણી પ્રભાવિત થઈ. વાતવાતમાં એણે મારી પાસેથી ભવિષ્યમાં સંબંધ જાળવી રાખવાનું વચન લઈ લીધું. હું સુરતમાં રહું છું અને એ અમદાવાદમાં. અમારું મળવાનું કેવી રીતે શક્ય બનશે?
ઉત્તર: તમારે તમારી બહેનના દિયરનો વિચાર મનમાંથી કાઢી નાખવો પડશે કારણ કે તમારી ઉંમર રખડવાની નથી. તમારે તમારાં ત્રણ બાળકોનો ઉછેર કરવાનો છે. જો તમે જ આડા માર્ગે ચડી જશો તો એમનું શું થશે? તમે તમારી ભાવનાઓ પર કાબૂ રાખો નહીંતર પાછળથી પસ્તાવું પડશે.
પ્રશ્ન: મારા લગ્ન થયાંને ત્રણ વર્ષ થઈ ગયાં છે. હું ૨૪ વર્ષનો છું અને શહેરમાં રહું છું. મારી ૨૧ વર્ષની ઉંમરની પત્ની ગામડામાં રહે છે. થોડા સમય પહેલાં મારી પત્નીને પેટમાં તકલીફ થતાં મેં ડોક્ટરને બતાવી અલ્ટ્રાસાઉન્ડ કરાવ્યું. અલ્ટ્રાસાઉન્ડ મુજબ મારી પત્નીનું ગર્ભાશય નાનું છે.
તેની લંબાઈ ૫.૯ સેન્ટિમીટર, જાડાઈ ૩.૪ સેન્ટિમીટર અને પહોળાઈ ૨.૮ સેન્ટિમીટર છે. ડોક્ટરનું કહેવું છે કે ગર્ભાશયને સામાન્ય આકારમાં લાવવા માટે ત્રણ મહિના સુધી દવા કરાવવી પડશે. આ સમસ્યા અંગે અમે બીજા એક ડોક્ટરની સલાહ લીધી. તેમનું કહેવું હતું કે ગર્ભાશય નાનું નથી, પરંતુ તેમાં સોજો આવી ગયો છે. આ સ્થિતિમાં અમને ખબર નથી પડતી કે અમારે શું કરવું જોઈએ. બીજી સમસ્યા એ છે કે સમાગમ બાદ વીર્ય યોનિમાંથી તરત જ બહાર વહી જાય છે. તેથી એ ચિંતા થાય છે કે અમે ક્યારેય સંતાનનું સુખ પ્રાપ્ત કરી શકીશું ખરાં?
ઉત્તરઃ તમારી પત્નીના ગભાશયનું કદ બિલકુલ સામાન્ય છે. એવી ીઓ કે જે માતા નથી બની શકતી તેમના ગર્ભાશયની સામાન્ય લંબાઈ ૪.૫ થી ૯.૦ સે.મી. જાડાઈ ૧.૫ થી ૩.૬ સે.મી. તથા પહોળાઈ ૪.૮ થી .૫ સે.મી.ની વચ્ચે હોય છે. જેના આારે માત્ર એટલું જ કહી શકાય કે પહોળાઈની દૃષ્ટિએ તમારી પત્નીનું ગર્ભાશય થોડું ઓછું પહોળું છે,
પરંતુ આ કારણે માતા બનવામાં તેમને કોઈ મુશ્કેલી આવવી ના જોઈએ.જ્યાં સુધી ગર્ભાશયમાં સોજો આવવાની સમસ્યા છે, અલ્ટ્રાસાઉન્ડના આ રિપોર્ટમાં એવાં કોઈ લક્ષણો દેખાતાં નથી. તમે એ ડોક્ટરને પૂછો કે તમે આવું કયા આધાર પર કહી રહ્યા છે. જો સોજો હોવાની વાત સંપૂર્ણ સાચી હોય તો તેની વ્યવસ્થિત સારવાર કરાવો.
સમાગમ બાદ યોનિમાંથી વીર્ય બહાર નીકળી જવું એ એક સામાન્ય વાત છે. આવો અનુભવ ઘણાં દંપતીઓને થતો હોય છે. તેનાથી એ અંદાજ ન લગાવવો જોઈએ કે શુક્રાણુ પોતાની મંજિલ તરફ આગળ વધી શકતા નથી. સત્ય એ છે કે વીર્યમાં શુક્રાણુઓનો અંશ માત્ર ચાર ટકાથી પણ ઓછો હોય છે અને તેમાં જ કરોડોની સંખ્યામાં શુક્રાણુ હાજર હોય છે. તેમાંથી થોડા શુક્રાણુ જ યોનિમાર્ગ અને ગર્ભાશય ગ્રીવાથી પસાર થઈને બીજ નલિકામાં પહોંચે છે. યોગ્ય સમયે બીજ પાસે પહોંચી જાય તો શુક્રાણુ અને બીજનું મિલન થઈ સંતાનનું બીજ પડી શકે છે.
લગ્નનાં ત્રણ વર્ષ પછી પણ તમારી પત્ની સગર્ભા નથી બની શકી તેની પાછળ ઘણાં કારણો હોઈ શકે છે. એ પણ શક્ય છે કે જુદી જુદી જગ્યાએ રહેવાના કારણે તમે બંને એ દિવસોમાં સાથે નહીં રહ્યા હોય કે જ્યારે ગર્ભધારણનો સંયોગ હોય. માસિકચક્રના નિયમિત ૨૮-૩૦ દિવસ થતાં સ્ત્રીમાં આ સંયોગ માસિકચક્રના ૧૨થી ૧૬મા દિવસ વચ્ચે બની શકે છે. જો તમે એક વર્ષ સાથે રહેવા છતાં પણ સંતાનની ઇચ્છા પૂરી નથી કરી શક્યાં તો બહેતર એ છે કે તમે તમારી અને પત્નીની કોઈ ઈનફટલિટી નિષ્ણાત પાસે વિધિસર તપાસ કરાવો.
હું એક એવો વ્યક્તિ છુ જેને યૌન સંબંધની તીવ્ર ઇચ્છા રહેતી હોય છે. પણ મારી ગર્લફ્રેન્ડને યૌન સંબંધ પસંદ નથી. હું સંભોગ દરમિયાન નવી નવી ક્રિયાઓ અજમાવવાં પસંદ કરુ છું. હું તેનાંથી ખુશ નથી. તેથી હું દરરોજ પોર્ન જોવું છુ અને મેસ્ટરેબટ કરું છું. શું તેનાંથી મારા સ્વાસ્થ્યને કોઇ અસર પડશે?પોર્ન જોતા અને મેસ્ટરબેટ કરવાથી આપનાં સ્વાસ્થ્યને કોઇ અસર નહીં પડે.પણ તેનાંથી આપની ગર્લફ્રેન્ડ સાથેનાં સંબંધ પર અસર પડી શકે છે. કોઇ અલગ પ્રકારની યૌન ઇચ્છાઓ ધરાવનારાને ડેટ કરવું ખરેખરમાં અઘરું હોય છે.
વિશેષકરીને જ્યારે નાની ઉંમરે આપ આપની યૌનિકતા અંગે જાણવાનો પ્રયાસ કરી રહ્યાં છો. કોઇપણ રિલેશનશિપમાં યૌન સંબંધ જ બધુ નથી હોતા પણ કોઇપણ સંબંધમાં તે મહત્વપૂર્ણ ભૂમિકા અદા કરે છે. અને સંતુષ્ટ જીવન માટે સંતોષજનક યૌન સંબંધ મહત્વપૂર્ણ છે. મહિલાઓ માટે ઘણી વખત યૌન સંબંધની શરૂઆત બેડરૂમની બહાર હોય છે અને ઘણી વખત તેમાં યૌન સંબંધીત વાતોનો કોઇ રોલ હોતો નથી.
આપ આપનાં સંબંધોને ગૈર યૌન સંબંધ પર ધ્યાન આપો. તેમનાં માટે કોફી બનાવો. તેમને પ્રેમ કરો ગળે લગાવો તેમની પ્રશંસા કરો. આપનાં દૈનિક જીવનમાં તેમનાં પ્રત્યે ઉદારતા દેખાડો તેનાંથી આપનાં સંબંધ વધુ મજબૂત થશે. અને યૌન દ્રષ્ટિએ તે આપ બંનેને વધુ નજીક લાવશે.પછી, એક બીજાની સાથે અલગ અલગ ક્રિયાઓ અજમાવો. બની શકે કે, યૌન સંબંધ દરમિયાન આપ એક રૂટીન ‘ભૂમિકા’માં હશો. જ્યારે આપ તેમને યૌન સંબંધ બનાવવાં કહેતાં હશો અને તે તેનાં પર ગુસ્સે થઇ જાય છે કે તેનાં માટે દબાણ અનુભવે છે.
આ કારણે તે તમને સાથ આપવા માટે તૈયાર નથી થતી. તેને બદલો. પહેલી વાત કે આપ થોડા સમય માટે તેને રોલી લો. અન તેમને આરામ કરવાની તક આપો. જેથી યૌન સંબંધની વાત તેનાં મનથી દૂર થઇ જાય. હું જાણું છું કે જ્યારે આપને તેની તીવ્ર ઇચ્છા થતી હોય તો, તેને રોકવી મુશ્કેલ હોય છે. પણ સંબંધમાં જો નથી થઇ રહ્યું તે માટે લડવાની જગ્યાએ નવી વાત વિચારવાનો પ્રયાસ કરવો વધુ ઉત્તમ ઉપાય છે. કોઇ ફિટનેસ ક્લબમાં જવાનું શરૂ કરો.
નવાં કૌશલ શીખો અને તેવી ગતિવિધીઓ કરવાનો પ્રયાસ કરો જે આપને સંતુષ્ટિ આપે.જ્યારે પણ આપને યૌન સંબંધ બનાવવાની ઇચ્છા હોય તો તેને ચીડાવવા કે લલચાવવાંનો પ્રયાસ પર વધુ ધ્યાન આપો ન કે તેની સાથે સીધો સંભોગ માંણવા પર. આ સમજવું જરૂરી છે કે યૌન સંબંધનો અર્થ સીધો કોઇની અંદર પ્રવેશ કરવું કે સ્ખલંન કરવું જ નથી.
તેનો સંબંધ આનંતથી છે અને તે આનંદ કોઇને ચીડાવવું. પ્રતીક્ષા કરાવી. તેને પ્રાપ્ત કરવાની આશાથી પ્રાપ્ત થશે ન કે સીધા સંભોગથી. શારીરિક સંબંધની અપેક્ષા વગર એક બીજાને પ્રેમથી અડવાની વાતો અને વધુ ધ્યાન આપો. તેનાંથી આપ એક બીજાથી વધુ સહજ અનુભવશો.
અને તે આપને સુખ પણ આપશે. પછી આ રીતે આપ એકબીજાની વચ્ચે જે ચાલી રહ્યું છે તેની ગતિમાં બદલાવ આવશે જે આપનાં સેક્સુઅલ સંબંધને બોજથી મુક્ત બનાવસે અને યૌન સંબંધ પ્રત્યે આપ બંનેનાં સંબંધને વધુ સરળ બનાવશે. આપને તે વાતો પર ધ્યાન આપવું જોઇએ જે સંભંવ છે. શું એવી કોઇ પળ રહી છે જ્યારે આપ બંનેનાં યૌન સંબંધ જોશથી ભરપૂર હોય? શું આવો કોઇ વિશેષ સમય છે કે કોઇ પૂર્વ શરત છે જે આપની ગર્લફ્રેન્ડનોમૂડ બનાવી દે છે.
આ અંગે વિચારો કે આવું કેમ થાય છે કે પછી આ પ્રમાણે રિલેશન અંગે વિચારો. જો આ તમામ વાતોનું કંઇ પરિણામ ન આવે તો તેની સાથે ઇમાનદારી પૂર્વક વાત કરો.તે માટે કોઇ પૂર્વ અનુમાન ન બાંધી દો. જ્યારે તે આપને તેમની સમસ્યા જણાવે છો તો તેને આ અનુભવ ન થવા દો કે તે આપની ઇચ્છાઓ પૂર્ણ નથી કરી શકતી.
યાદ રાખો કે યૌન સંબંધ ઉપરાંત પણ રિલેશનશિપમાં ઘણું બધુ હોય છે. આ કંઇ એવી સમસ્યા નથી કે આપને તેનાંથી થઇ રહી છે. તેની વાતને સમજો. અને તમારા સંબંધોમાં બદલાવ લાવો. તેનાંથી આપને મદદ મળશે. આ મુદ્દે બંને સાથે મળીને કામ કરો.આખરે, આ વાતનો સ્વિકાર કરો કે તેની આપની અલગ રીતે જરૂર છે. તેનાં પર એ પ્રકારે સમાધાન શોધો જે આપ બંનેને માટે આદરપૂર્ણ અને સ્વીકાર્ય હોય…