માં મોગલ ની ક્રુપા આ પરિવાર ના ઘરે વર્ષો બાદ દીકરીનો જન્મ થયો,પરિવાર ના લોકો ખુશ થઈ ગયા…
માં મોગલ ના પરચા અપરંપાર છે માં મોગલ કબરાઉ માં સાક્ષાત બિરાજમાન છે,અહીં માનતા રાખવાથી લોકો ના દરેક દુઃખો દૂર થઈ જાય છે,અને માં મોગલ ધામ ના વીડિયો પણ ખુબ વાઇરલ થાય છે,માં મોગલ નું ખાલી નામ લેવાથી લોકો ના દુઃખડા દૂર થઈ જાય છે,
માં મોગલ એ પોતાના આશીર્વાદથી આજ સુધી લાખો કરોડો લોકોના જીવનનો ઉધાર કર્યો છે. માં મોગલ ને માનનારા ક્યારેય દુઃખી થતા નથી, એક દંપતી પોતાના નવજાત દીકરીને લઈને કબરાઉ માં મોગલ ના દર્શને આવ્યા હતા. અહીં તેમણે બાપુના ખોળામાં દીકરી આપી અને કહ્યું કે બાપુ માં મોગલ ને અમારા જીવનનું જે દુઃખ હતું તે દૂર કરી દીધું.
તેમણે જણાવ્યું કે તેમના લગ્નના 10 વર્ષ થઈ ગયા હતા પણ તેમને કોઈ સંતાન ન હતું અને તેમણે ઘણા પ્રયત્નો કર્યા હતા. તેમણે ઘણી હોસ્પિટલોના ચક્કર કાપ્યા તેની માટે તેમણે લાખો રૂપિયા પણ વેડફી નાખ્યા હતા પરંતુ કંઈ ફર્ક ના પડ્યો. તેમના ઘરે કોઈ સંતાનનો જન્મ ના થયો.
આખરે દંપતીએ થાકીને માં મોગલ ને યાદ કર્યા અને તેમને પ્રાર્થના કરીને કહ્યું કે, હે માં મોગલ જો તમારી કૃપાથી અમારા ઘરે પારણું બંધાશે તો અમે તેને અહીં દર્શન કરવા માટે લઈને આવીશું. ત્યારે મણીધર બાપુએ કહ્યું કે આ દીકરીનું નામ મેઘના રાખજો. આ કોઈ ચમત્કાર નથી પણ માં મોગલ પર વિશ્વાસ હતો માટે તમારું આ કામ થયું છે.
માં મોગલ પર વિશ્વાસ રાખજો બીજા જે પણ કામ હશે તે પણ થઈ જશે. માં મોગલ તો આપનારા છે તેમનાથી કોઈના દુઃખ જોવાતા નથી, માં મોગલ ને યાદ કરવાથી તે હાજર થઈ જાય છે. મણીધર બાપુએ કહ્યું કે માં મોગલ તો અઢારે વરણની માતા છે, માં મોગલ ને યાદ કરવાથી જ લોકોના કામ થઈ જાય છે.