મારા પતિ રોજ ગુદ્દા-મૈથુન કરવાનું કહે છે, મારે જાણવું છે કે શું એનાથી એઇડ્સ થાય ખરો?..

સવાલ.અમારી સેક્સલાઇફ પહેલાં ઘણી જ સારી હતી, પણ છ મહિના પહેલાં તેમની જોબ છુટી ગઈ. એ પછીનો આખો મહિનો તેમને ચારથી પાંચ જગ્યાએથી એપ્લિકેશન રિજેક્ટ થઈ. એ પછી તેઓ શૅરબજારનું કામ કરવા તરફ વળ્યા. આ સમયગાળા દરમ્યાન તેમને મારી તરફ જોવાની પણ ઇચ્છા નહોતી થતી. અમે એ બે મહિનાઓમાં માંડ એક વાર ઇન્ટિમસી માણી હશે.

જોકે પછી તો શૅરમાં પણ ફટકો પડવા લાગ્યો. સૅલરી તો નહોતી જ, પણ મૂડીમાં પણ ફટકો પડ્યો. ત્યારથી ખાસ વાતચીત નથી કરતા, પણ ખબર નહીં તેમને સે@ક્સના આવેગો ખૂબ આવે છે. ઑલમોસ્ટ રોજેરોજ તેમને સમાગમની ઇચ્છા થાય. એ છતાં હું તેમને પૂરતો સાથ નથી આપતી એ બાબતે ચિડાઈ જાય છે. હું સામે અકળાવાને બદલે ચૂપ રહી જાઉં છું, પણ આનું કરવું શું એ સમજાતું નથી.

જવાબ.તમે પત્ર અહીં ટૂંકાવીને રજૂ કર્યો છે. પત્રમાં વિગતવાર માહિતી પરથી તમારા પતિની આ સમસ્યા કામના સ્ટ્રેસને કારણે જ છે. ઘણી વાર વ્યક્તિ અંદર ને અંદર ખૂબ મૂંઝાતી હોય, પૈસાના ટેન્શનને કારણે રોજિંદા ખર્ચની ચિંતાઓ સતાવે ત્યારે અત્યંત સ્ટ્રેસ ફીલ થાય છે. કેટલાક કિસ્સાઓમાં અતિશય સ્ટ્રેસ અને ડિપ્રેશનને પગલે વ્યક્તિ કામપ્રવૃત્તિમાં વધુ ને વધુ રત રહેવા લાગે છે.

એનાથી ટેમ્પરરી ધોરણે સારું લાગે છે, પણ એ કાયમી ઉકેલ નથી.તમે સામો જવાબ ન આપીને વાતને વણસતી અટકાવો છો એ ખૂબ જ સારું છે. મને લાગે છે કે તમારા પતિ સાથે બેસીને તમારે તેમના દિલમાં શું ચાલી રહ્નાં છે એ સમજવાની જરૂર છે. આર્થિક મુશ્કેલીઓમાં તેઓ એકલા નથી, તમે પણ તેમનો સાથ આપો છો એની ખાતરી કરાવો.

તેમને પીડે એ રીતે નહીં, પણ મનમાં ઘુમરાતી ગુંગળામણ તમારી સાથે શેઅર કરીને હળવા થાય એવું તમારે કરવું જોઈએ. બીજી તરફ તેઓ વધુ ડીપ ડિપ્રેશનના કોચલામાં ઘુસી ન જાય એ માટે સતત તેમને સાથ અને હૂંફ આપો. જરૂર લાગે તો કોઈ સારા કાઉન્સેલરને કન્સલ્ટ કરો.

સવાલ.મારે બે દીકરીઓ છે. મોટીને ત્રણ મહિનામાં પંદર વર્ષ પૂરાં થશે અને નાની દીકરી છે તેર વર્ષની. બન્ને હાલમાં પ્યુબર્ટી-એજમાંથી પસાર થઈ રહી છે. મારે જાણવું એ છે કે છોકરીઓમાં સ્તનનો વિકાસ કઈ ઉંમરે થાય? મારી નાની દીકરીનો છાતીનો ભાગ વધુ ઉભારવાળો છે, જ્યારે મોટી દીકરીની બૉડીમાં હજી એવો ચેન્જ દેખાતો નથી.

તેને હજી માસિક આવવાનું પણ શરૂ થયું નથી. કહેવાય છે કે માસિકની શરૂઆત થયા પછી સ્તનનો વિકાસ થતો નથી. શું આ વાત સાચી છે? બન્ને છોકરીઓની હાઇટ સારીએવી વધી ગઈ છે, પરંતુ બ્રેસ્ટની સાઇઝમાં જ ફરક છે. નાની દીકરીના શારીરિક વિકાસને કારણે મારી મોટી દીકરી લઘુતાગ્રંથિ ફીલ કરે છે. તેનો છાતીનો ઉભાર વધારવો હોય તો શું કરી શકાય? કોઈ તેલ કે દવાઓ છે જેનાથી આ શક્ય બને?

જવાબ.પ્યુબર્ટીનો સમય દરેક છોકરીઓમાં અલગ-અલગ હોય છે. એનાં લક્ષણો દેખાવામાં પણ કોઈ નિડ્ઢિત અને ચોક્કસ ક્રમ નથી હોતો. એટલે નાની દીકરીમાં છાતીનો ઉભાર વધ્યો છે અને મોટીમાં નથી થયો એ બાબતે ચિંતા કરવાની જરૂર નથી. ઇન ફૅક્ટ, તમારા આવા ઑબ્ઝર્વેશનથી અને આ બાબતે ચિંતા-ચર્ચા કર્યા કરવાથી મોટી દીકરીમાં આ વિશે ગ્રંથિ બંધાઈ શકે છે.

તમારી નાહકની ચિંતા તેને લઘુતાગ્રંથિ ન આપે એ માટે પણ તમારે આ બાબતને વધુ મહત્ત્વ આપવું ઠીક નથી.બ્રેસ્ટની સાઇઝ જે પણ હોય એનો સહજ સ્વીકાર કરતાં અને એની યોગ્ય કૅર કરતાં શીખવું બહુ જ જરૂરી છે.બીજું, દરેક સ્ત્રીમાં સ્તનની સાઇઝ પણ સરખી નથી હોતી અને હોવી જરૂરી પણ નથી. નાનાં બ્રેસ્ટ્સ હોય કે મોટાં, એનાથી તેના જાતીય વિકાસનાં પરિમાણોમાં કોઈ જ ફરક નથી પડતો.

હા, જો તમે ઇચ્છતા હો કે છાતીનો પ્રદેશ વધુ સારી રીતે વિકસે તો તેના ઊભા રહેવાના અને બેસવાના પૉસ્ચરને ટટ્ટાર રાખો.સારા યોગશિક્ષક કે ફિટનેસ ટ્રેઇનરની મદદથી ખભા, છાતી અને હાથના સ્નાયુઓ સ્ટ્રેચ થાય અને સ્ટ્રેન્ગ્થ વધે એવી કસરતો કરાવો.બેન્ચ પ્રેસ, વૉલ પ્રેસ અને બૉલ એક્સરસાઇઝ દ્વારા અપર બૉડીના સ્નાયુઓને મજબૂત કરી શકાય એમ છે.પ્યુબર્ટી દરમ્યાન હાઇટ વધે, હાડકાં મજબૂત થાય અને ઓવરઑલ બાંધો હેલ્ધી થાય એ માટે સંતુલિત ડાયટ બાબતે પણ કાળજી રાખવી જરૂરી છે.

સવાલ.શું ગુદા મૈ-થુનથી HIV/AIDS થાય ખરો?જવાબ.HIV/AIDS ના ફેલાવા માટેનો સૌથી સામાન્ય નિયમ એક કરતાં વધુ જાતીય ભાગીદાર સાથે અસુરક્ષિત સં@ભોગ છે. આ સિવાય બીજા પણ ઘણા કારણો છે. દાખલા તરીકે, એચઆઈવી સંક્રમિત વ્યક્તિના લોહીના સંપર્ક દ્વારા એઈડ્સના વાયરસ ફેલાઈ શકે છે. જો કે, જો તમે તમારી ઉંમર વિશે માહિતી આપી નથી અથવા તમે પરિણીત છો અથવા અપરિણીત છો.

તો તેનો અર્થ એ છે કે જો તમે પરિણીત છો અને તમને ફક્ત તમારી પત્ની સાથે જ ગુદા મૈ-થુન કરવાની આદત છે, તો તમારે એઇડ્સથી ડરવાની જરૂર નથી. પરંતુ જો તમે સિંગલ છો અને તમને સમલૈંગિક સંબંધ રાખવાની આદત છે, તો તમને એઇડ્સ થવાની શક્યતા વધુ છે. જો તમે માત્ર એક જ વ્યક્તિ સાથે ગુદા મૈ-થુન કરો છો, તો પણ તમને એડ્સ થવાની શક્યતા ઓછી છે. પરંતુ જુદા જુદા લોકો સાથે ગુદા મૈ-થુન કરવાથી એઈડ્સ ફેલાય છે. મારી સલાહને અનુસરો ગુદા મૈ-થુન કરવું ખોટું નથી પરંતુ રક્ષણ તરીકે કોન્ડોમનો ઉપયોગ કરો.

સવાલ.મારો ૧૭ વરસનો નાનો ભાઈ એકદમ શાંત બની ગયો છે તેને લાગે છે કે કોઈ તેને પ્રેમ કરતું નથી. ભણવામાંથી પણ તેનું ધ્યાન હટી ગયું છે. હું તેને કેવી રીતે મદદ કરી શકું?

જવાબ.તેની આસપાસના લોકોમાં જ કંઈ ખોટ છે. સમાજ અમુક પ્રકારના લોકોની જ કદર કરે છે. શાંત, અને અંતર્મુખી લોકો કરતા હસમુખા અને બોલકણા લોકોની વધુ કિંમત થાય છે. તેનામાં ઉત્સાહ ઉત્પન્ન કરવાની જરૂર છે. તેને તેનું વ્યક્તિત્વ અને ટેલન્ટ ખીલવવા માટે પ્રોત્સાહિત કરો. તેનામાં આત્મવિશ્વાસ પેદા કરો. તમે અને તમારો પરિવાર એને ચાહે છે અને એની કદર કરે છે એ વાત તેને સમજાવવાનો પ્રયાસ કરો. આમ કરવાથી તેણે ગુમાવેલો વિશ્વાસ જરૂર પાછો આવશે.

સવાલ.મારા લગ્ન થયો ૨૦ વરસ થયા છે. છેલ્લા ૧૫ વરસથી મને મારા મિત્રની પત્ની સાથે આડા સંબંધો છે. અમે સેક્સ પણ માણીએ છીએ. મારી પત્ની અને એના પતિને આની જાણ થશે તો શું થશે એનો ડર અમને પરેશાન કરે છે. અમે આ સંબંધ છોડવા પ્રયાસ કર્યો હતો પરંતુ એમા અમને સફળતા મળી નહોતી. યોગ્ય સલાહ આપવા વિનંતી.

જવાબ.સત્ય લાંબા સમય સુધી છૂપું રહેતું નથી. એકને એક દિવસ તો તે ચાડી ખાય જ છે. જો કે વર્ષો પહેલા થયેલા એક સંશોધનમાં જાણવા મળ્યું હતું કે જીવનસાથીની જાણ વિના આગળ વધતા લગ્નેતર સંબંધોેને કારણે લગ્નજીવન વધુ સુખી બને છે. પરંતુ આ વાત ગંભીરતાથી લેવાની જરૂર નથી.

તમારા જીવનસાથીઓને જાણ થાય અને તમારા સુખી સંસારમાં આગ ચંપાય એ પૂર્વે આ સંબંધ પર પૂર્ણવિરામ મૂકી દો. જીવનસાથીનો વિશ્વાસઘાત કરો નહીં. આ સંબંધ તોડયા પછી શરૂઆતમાં થોડી તકલીફ થશે પરંતુ ધીરે ધીરે તમે એકબીજાને ભૂલી જશો. આટલા લાંબા સમય સુધી તમારા આ સંબંધની વાત તમારા મિત્ર કે તમારી પત્નીને થઈ નથી એની નવાઈ લાગે છે. શક્ય છે તેઓ આ જાણતા હોય અને આંખ આડા કાન કરતા હોય.

સવાલ.હું એમબીએ કરું છું. એક વર્ષથી હું મારી સાથે ભણતી એક છોકરીને પ્રેમ કરું છું. પરંતુ શરમને કારણે આ વાત તેને કહી શકતોે નથી. હવે હું એને એટલો પ્રેમ કરું છું કે એના વિના રહી શકતો નથી મારી સમસ્યાનું સમાધાન કરતો કોઈ ઉપાય દેખાડવા વિનંતી.

જવાબ.સૌ પ્રથમ તો પ્રેમનું ચક્કર છોડી ભણવામાં ધ્યાન આપો. બીજી વાત એ છે કે મનોમન ચાહવાથી કોઈ ફરક પડશે નહીં. તમારે એની સમક્ષ પ્રેમનો એકરાર કરવો જ પડશે. યોગ્ય એ છે કે તમે પોતે જ તેની સમક્ષ તમારી લાગણી સ્પષ્ટ કરો. પરંતુ શક્ય છે કે એ તમને પ્રેમ કરતી નહીં હોય આથી ના સાંભળવા માટે મન કઠણ કરી લો.

એક પક્ષીય પ્રેમના મામલામાંમ આવી પરિસ્થિતિનો સામનો કરવો પડે છે. અને આમ પણ એ યુવતી તમને ના પાડે તો હતાશ થવાની જરૂર નથી. ભવિષ્યમાં તમને એના કરતા પણ કોઈ સારી જીવનસાથી મળશે. આથી એ ના પાડે તો ભણવામાં મન લગાડી સારી કારકિર્દી બનાવવા તરફ આગળ વધજો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here