સવાલ.હું ૨૦ વરસની છું અને અત્યાર સુધી હું સુખી લગ્નજીવનના સપના જોતી હતી પરંતુ હમણા મને ખબર પડી કે મારી માસીના પતિએ તેમની સાથે વિશ્વાસઘાત કર્યો છે અને મારી ખાસ બહેનપણીને તેના પ્રેમીએ દગો આપ્યો છે અને મારી બહેનના પણ વેવિશાળ તૂટી ગયા છે. આ જાણ્યા પછી મારો પુરુષ જાત પર વિશ્વાસ તૂટી ગયો છે અને લગ્ન કરતા ડર લાગે છે.
જવાબ.જીવનમાં આવો એક તબક્કો આવે છે જ્યારે ચારે બાજુથી નિરાશા પ્રાપ્ત થાય છે. આ કારણે ચિંતા થવાનું સ્વાભાવિક છે. પરંતુ આવા ત્રણ ચાર બનાવોને કારણે સંપૂર્ણ પુરુષ જાત પ્રત્યે તિરસ્કાર કરવો યોગ્ય નથી. પુરુષો વફાદારી કરતા દગો કરવા માટે વધુ પ્રખ્યાત છે એ વાત સાચી છે. પરંતુ સામે પક્ષે પ્રેમાળ પિતા, દાદા, ભાઇ, પતિ જેવા ઘણા ઉદાહરણો મળી આવશે. સ્ત્રીનો વિશ્વાસઘાત કરનારા પુરુષો વિશે વિચાર કરો સાથે સાથે સ્ત્રીને ટેકો આપનારા પુરુષોનાં ઉદાહરણો પર સામે રાખો. સિક્કાની બે બાજુની જેમ આ બાબતે પણ બે પ્રકારના પુરુષો હોય છે આથી ચિંતા છોડી દો.
સવાલ.મારો છ મહિનાનો પુત્ર અંધારાથી ઘણો ગભરાય છે. લાઇટ બંધ કરતા જ તે રડવા માંડે છે. અને લાઇટ ખોલીએ નહીં ત્યાં સુધી શાંત થતો જ નથી. તેનો આ ડર દૂર કરવા અમારે શું કરવું.
જવાબ.દિવસ રાતનું ચક્ર અથવા તો પ્રકાશ અને અંધારાનું ભાન થતા શિશુને વાર લાગે છે અને આથી તમારા પુત્રનું આ વર્તન અસ્વાભાવિક છે. પરંતુ ચિંતા કરવાની જરૂર નથી લાઇટ બંધ કરતા પૂર્વે તેને બાથમાં લઇ વહાલ કરો અને તેની સાથે વાત કરો અને તમારા શિશુને બીજી કોઇ સમસ્યા નથી તેની તપાસ કરો અને જો શક્ય હોય તો કોઇ સારા બાળરોગ નિષ્ણાતની સલાહ લો અને ડૉક્ટરોએ જણાવ્યા પ્રમાણે ડર જેવી લાગણીઓ શિશુઓમાં નવ કે દસ મહિના પછી જન્મે છે અને આ પૂર્વે શિશુના રડવા પાછળ કોઇ દુ:ખાવો હોવાની શક્યતા છે.
સવાલ.હું ૨૫ વરસની શિક્ષિક અને નોકરિયાત મહિલા છું અને હજુ સુધી મારા લગ્ન થયા નથી અને મારી બહેનપણીના પિતા સાથે મારે શારી-રિક સંબંધ છે અને આ ઉપરાંત બીજા કેટલાક યુવકો સાથે પણ મારા શારી-રિક સંબંધો છે અને હવે મને આની નફરત થઇ ગઇ છે અને લગ્ન પછી શું થશે એનો ડર લાગે છે અને હું હવે પૂર્વે સ્થિતિમાં આવવા માગું છું તો હવે મારે શું કરવું તે જણાવશો અને યોગ્ય માર્ગદર્શન આપવા વિનંતી.
જવાબ.તમે શિક્ષિત અને નોકરિયાત હોવા છતાં નારીત્વની ગરિમા સમજી શક્યા નથી. તમે તમારા માર્ગમાંથી ભટકી ગયા છો. હાથે કરીને તમે તમારી ખાસ બહેનપણીના સંસારમાં આગ ચાંપી રહ્યા છો. તમે સે@ક્સ મેનિયાક હો એવું લાગે છે. કોઇ મનોચિકિત્સકની સલાહ લો. તેઓ તમારો ઇલાજ કરી શકશે. જાગ્યા ત્યારથી સવાર સમજી તમારી ખરાબ આદત છોડી દો. મનોચિકિત્સકની સલાહ મુજબ ઉપચાર કરી કોઇ યોગ્ય જીવનસાથી શોધી લગ્ન કરી લો અને ભૂતકાળ ભૂલી ગૃહસ્થી જીવન જીવો. લગ્ન જ તમારી સમસ્યાઓનો અંત છે.
સવાલ.હું ૨૫ વરસની પરિણીત યુવતી છું. અમારા લગ્નને ચાર વર્ષ થયા છે. અમને બે વર્ષની એક પુત્રી પણ છે. મારી સમસ્યા થોડી વિચિત્ર છે. હકીકત તો એ છે કે આજસુધી અમે પૂર્ણ રૂપે સહવાસ સુખ માણ્યું નથી. અમે આનો પ્રયત્ન જરૂર કરીએ છીએ.
પરંતુ અમને આમા સફળતા મળી નથી. સમસ્યા એ છે કે સહવાસ દરમિયાન મને ઘણું દર્દ થાય છે. અને મારા પતિનું લિંગ સખત થતું નથી. અમને સંતાન કેવી રીતે થયું એનું અમને આશ્ચર્ય થાય છે. અમે ઘણા ડૉક્ટરોનો સંપર્ક કર્યો છે પણ અમને સફળતા મળી નથી. યોગ્ય માર્ગદર્શન આપવા વિનંતી.
જવાબ.તમારે નિરાશ થવાની જરૂર નથી. આ સમસ્યા માત્ર તમને જ પરેશાન કરતી નથી. ઘણા દંપતીઓને આ સમસ્યા સતાવે છે. આ પાછળ સ્ત્રી કે પુરુષ અથવા તો બંને જવાબદાર હોઇ શકે છે. આના ઉપચારમાં સફળતા મળવાની ગેરન્ટી છે. તમે કોઇ નિષ્ણાત સેક્સોલોજીસ્ટની સલાહ લઇ ઉપચાર કરાવો.
સવાલ.હું એક એકવીસ વરસની યુવતી છું. બે મહિના પછી મારા લગ્ન છે. લગ્નના બે-ત્રણ વર્ષ સુધી અમને સંતાનની ઇચ્છા નથી. તો શું હું કોપર-ટી બેસાડી શકું છું? કે આ સિવાય બીજા સુવિધાજનક ગર્ભ-નિરોધક સાધન ઉપલબ્ધ છે. યોગ્ય માર્ગદર્શન આપવા વિનંતી.
જવાબ.નવ વિવાહિત સ્ત્રીને કોપર-ટીનો ઉપયોગ નહીં કરવાની સલાહ ડૉક્ટરો આપે છે. સામાન્ય રીતે કોપર-ટી એક સંતાનના જન્મ પછી જ બેસાડી શકાય છે. નવ પરિણીત યુગલ માટે સ્ત્રી ગર્ભ નિરોધક ગોળીનો ઉપયોગ કરે અથવા પુરુષ નિરોધ વાપરે એ જ શ્રેષ્ઠ વિકલ્પ છે. ગર્ભ નિરોધક ગોળીઓના ઉચિત પ્રભાવ માટે એને સહવાસના બે મહિના પૂર્વે ડૉક્ટરની સલાહ લઇ વાપરવાની શરૂઆત કરો.
સવાલ.હું ૩૧ વરસની ડિવોર્સી છું અને છેલ્લા સાત વરસથી પિયરમાં રહું છું અને મારી પડોશમાં રહેનારા એક પરિણીત પુરુષ સાથે મને પ્રેમ છે. તેને બે સંતાન પણ છે અને તે પણ મને પ્રેમ કરે છે પરંતુ તે શરીર સુખની માગણી કરે છે જે મને મંજુર નથી પરંતુ હું એને નારાજ કરવાની હિંમત કરી શકતી નથી તે મને છોડી દેશે એનો મને ડર છે તો યોગ્ય સલાહ આપવા વિનંતી.
જવાબ.સાત વર્ષથી તમે પિયરમાં બેઠા છો. અને નાની ઉંમરમાં તમારા છૂટાછેડા થયા છે. આથી તમારા પરિવારજનોએ તમારે માટે યોગ્ય સાથી તલાશ કરી તમારા પુનઃલગ્ન કરાવી દેવા જોઇતા હતા. આ સમાજમાં એકલા રહેવાનું શક્ય નથી. આ કામ ઘણું મુશ્કેલ છે. એકલતા કોરી ખાતા નહીં ભરવા જેવું પગલું ભરી લેવાની પણ શક્યતા છે જે તમારા કિસ્સામાં બન્યું છે.
અને હજુ પણ મોડું થયું નથી જાગ્યા ત્યારથી સવાર સમજી આ પુરુષ સાથેનો સંબંધ તોડી નાંખો તે તમારી સાથે લગ્ન કરે એ શક્યતા નથી તેને માત્ર શરીર સુખમાં જ રસ છે અને આમ પણ કોઇનો સંસાર ભાંગવામાં નિમિત્ત બનો નહીં અને યોગ્ય જીવનસાથી શોધી પરણી જવામાં જ તમારા સૌની ભલાઇ છે. હાથે કરીને મુરખ બનો નહીં. તમારી જિંદગી સુધરે એ દિશામાં આગળ વધો.
સવાલ.હું 18 વર્ષની છું, મારા સ્ત-નો ખૂબ નાના છે, તેથી મારી બહેનો ઘણીવાર મારી મજાક ઉડાવે છે, તેઓ કહે છે કે મારા સ્ત-નોને દબાવવાથી મારા સ્તનો મોટા થઈ જાય છે. મેં તેનો પણ પ્રયાસ કર્યો છે, પરંતુ કોઈ ફાયદો થયો નથી. મારા સ્તનોને મોટા કરવા માટે તમે મને કોઈ દવા બતાવી શકશો?
જવાબ.શરીરના રંગ અને ચહેરાના હાવભાવની જેમ, સ્ત-નનું કદ પણ સ્ત્રીથી સ્ત્રીમાં બદલાય છે. તેના આનુવંશિક લક્ષણો, જે તેના જનીનોમાં હોય છે, તે હોર્મોન સ્ત્રાવના પ્રમાણમાં વિકાસ પામે છે. તેને કોઈપણ પ્રકારની દવા, ક્રીમ કે તેલ કે હર્બલ પેસ્ટ કે મસાજથી વધારી કે ઘટાડી શકાતું નથી, કોઈ કસરત તેનો આકાર બદલી શકતી નથી.
સ્તનોમાં સ્નાયુઓ હોતા નથી, તેથી તેને કોઈ ખાસ કસરત કે સાધન વડે કરી શકાતા નથી. વધુ સ્નાયુબદ્ધ બનાવી શકાય નહીં. એ પણ સાચું છે કે લગ્ન નાનું હોય કે મોટું લગ્નજીવનને ખરાબ અસર કરતું નથી. તે જાતીય આનંદ માટે પણ અવરોધ નથી. હા, કોઈના મનમાં પૂર્વગ્રહ હોય તો એ જુદી વાત છે.
સવાલ.હું ૨૦ વર્ષનો છું. છેલ્લાં ત્રણ વર્ષોથી મહિનામાં બેથી ત્રણ વખત હસ્ત-મૈથુન કરું છું. આવતા મહિને મારાં લગ્ન થવાનાં છે. મને સે@ક્સ વિશે થોડી માહિતી છે. મારા શિશ્ન પર થોડા વાળ છે. એને લીધે સેક્સલાઇફમાં કોઈ તકલીફ થઈ શકે ખરી? સુહાગરાતે કો-ન્ડોમ પહેર્યાં વગર સમા-ગમ કરવાથી બાળક રહેવાની શક્યતા ખરી?
જવાબ.હસ્ત-મૈથુન એક સ્વભાવિક પ્રક્રિયા છે. સમાગમ વખતે જે ક્રિયા ઇન્દ્રિય યોનિમાર્ગમાં કરે છે એ જ ક્રિયા હસ્તમૈથુન વખતે ઇન્દ્રિય મુઠ્ઠીમાં કરે છે.કો-ન્ડોમ (નિરોધ) પહેર્યા વગર સમાગમ કરવાથી બાળક રહેવાની સંપૂર્ણ શક્યતા રહેલી છે. એટલે કો-ન્ડોમ પહેરવું આવશ્યક છે. બીજા બધા ગર્ભનિરોધકનો ઉપયોગ કરતાં કોન્ડોમનો વપરાશ વધુ સહેલો અને સુરક્ષિત છે. કો-ન્ડોમ ન પહેરવું હોય તો ગર્ભ ન રહે એ માટે ગર્ભનિરોધક ગોળી, ટુ-ડે પિલ્સ ડાયાફ્રામ જેવા બીજા વિકલ્પો પણ છે.