રાત્રે ભૂલમાં પણ ના ખાશો આ વસ્તુઓ, જાણો

ઘણીવાર રાત્રે આપણા ને ઊંઘની સમસ્યાઓ રહે છે, લોકો આજના જીવનમાં કામની ભાગદોડ માં સરખી રીતે સુતા પણ નથિ તો ઘણા લોકોને અનિંદ્રાની સમસ્યા રહે છે તો આવો જાણીએ વધુ..

તમારી ઊંઘ થઈ ગઈ છે અનિયમિત તો…

શું તમને પણ રાત્રે પૂરતા પ્રમાણમાં ભોજન લીધા પછી થોડા કલાકોમ જ ભૂખ લાગી જાય છે? તો ચિંતા ન કરો, કેમકે તમે એકલા જ નથી જેની સાથે આવું બને છે! પણ, હેલ્થ એક્સપર્ટસનું કહેવું છે કે, આવી ટેવ લાંબા ગાળે નુકસાનકારક સાબિત થઈ શકે છે. તે તમારી ઊંઘને પણ અનિયમિત કરી શકે છે, જેના કારણે ગંભીર શારીરિક સમસ્યાઓ ઊભી થઈ શકે છે. અહીં અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ એવી 10 વસ્તુઓ જે તમારે સૂવા જતા પહેલા ખાવાનું ટાળવું જોઈએ. જો તમે ઊંઘ ન આવવાની કે એવી કોઈ સમસ્યાથી પીડાઈ રહ્યા છો તો તમારે અમે જણાવવા જઈ રહ્યા છીએ એવી કોઈ ફૂડ હેબિટ છે તો
તાત્કાલિક તે સુધારી લેવી જોઈએ.

સંતરાનું જ્યૂસ

જો તમે ડીનર પછી સંતરાનું જ્યૂસ પીતા હોવ તો તે બંધ કરી તેને બદલે સફરજન ખાવાનું ચાલું કરી દેવું જોઈએ. સંતરાના જ્યૂસમાં ઘણું એસિડ હોય છે અને તે તમારા મૂત્રાશયને નુકસાન કરી શકે છે.

આઈસક્રીમ

આઈસક્રીમમાં મોટા પ્રમાણમાં ચરબી અને સુગર હોય છે. જે આપણે સૂતા હોઈએ ત્યારે બર્ન થતા નથી. જેના કારણે વજન વધે છે.

દારૂ

રોજ રાત્રે દારુ પીવાથી તમારી ઊંઘની પ્રક્રિયા ડિસ્ટર્બ થઈ જાય છે અને અડધી રાત્રે તમારી ઊંઘ ઉડી જાય તેવું પણ બની શકે છે. એટલું જ નહીં, વહેલી સવારે તમારે યુરિન કરવા પણ ઉઠવું પડે છે.

લાલ માંસ

જે લાકો માંસાહારી છે, તેમને રસાદાર માંસ જોતાં જ મોંમાં પાણી આવવા લાગે છે, પણ તે પચવામાં ઘણું ભારે હોય છે. લાલ માંસ પચાવવ માટે શરીરે આખી રાત કામ કરવું પડે છે અને તમારી આખી રાત બગડે છે.

ચીપ્સ

ચીપ્સ અને કૂકીઝ જેવી પ્રોસેસ કરેલી કોઈપણ વસ્તુમાં મોનોસોડિયમ ગ્લુટેમેટનું ઊંચું પ્રમાણ હોય છે, જેના કારણે તમારી ઊંઘ અનિયમિત બની શકે છે.

પિઝા

સૂતા પહેલા પિઝા ખાવાથી વજન તો વધે જ છે, સાથે જ તે હૃદય અને ઊઘને લગતી સમસ્યાનું પણ કારણ બની શકે છે.

ચોકલેટ

જો તમે એવું વિચારતા હોવ કે ખાલી ચા અને કોફીમાં જ કેફીન હોય છે, તો તમે ખોટા છો. ચોકલેટમાં પણ મોટા પ્રમાણમાં કેફીન હોય છે એટલે સૂતા પહેલા ચોકલેટ ખાવાનું તમારે ટાળવું જોઈએ.

પાસ્તા

રાત્રે ભૂખ લાગે ત્યારે ખાસ કરીને બેચલર્સને પાસ્તા ખાવા જેવી મજા બીજી કોઈ વસ્તુમાં નથી આવતી. પણ, આવો ભારે ખોરાક રાત્રે લેવાથી વજન વધવાની સાથે પાચન ક્રિયાને પણ ખોરવાઈ જાય છે.

મરચું

તમને જાણીને આશ્ચર્ય થશે કે મરચાંમાં કાર્બોહાઈડ્રેટ્સ અને મોટા પ્રમાણમાં કેલેરી હોય છે. રાત્રે સૂતા પહેલા મરચાં ખાવાથી તમારી ઊંઘ બગડવી તો નિશ્વિત જ છે. સિઅરિઅલ (એક પ્રકારની પોપ રિંગ) બ્રેકફાસ્ટમાં સિઅરિઅલ ખાવી એ એક સારો વિચાર છે, પણ જો રાત્રે તે ખાશો તો તમારી ઊંઘને મોટું નુકસાન પહોંચશે. તે બ્લડ સુગર વધારે છે અને તેના કારણે અકળામણ વધશે અને ઊંઘ પણ બગડશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here