ભારત-પાકની સરહદે આવેલું છે આ સુંદર ગામ, અડધા ગામવાળા ભારતમાં તો અડધા પાકિસ્તાનમાં રહે છે

જ્યારે પણ કોઈ લેહ-લદાખ જવાનો પ્લાન બનાવે તો તેના વિશ લિસ્ટમાં હુંડર, નુબ્રા, ખારદુંગ લા, પાનગોંગ ત્સો, સામાયુરુ જેવી જગ્યાઓના નામ હોય. પરંતુ લદાખની એક બાજુ એવી પણ છે જે હજુ સુધી ઘણા ઓછા યાત્રીઓએ જોઈ છે. કારાકોરમ રેન્જમાં એક તુરતુક નામનું એક ગામ આવેલું છે. આમ તો દરેક જગ્યા સાથે કોઈ કથા જોડાયેલી હોય છે પરંતુ તુરતુક સાથે જોડાયેલી વાત કંઈ ખાસ છે.

Advertisement

એક સમય એ હતો જ્યારે તુરતુક પાકિસ્તાનનો હિસ્સો હતો. પાકિસ્તાનને 1947 માં આ ગામનો કંટ્રોલ મળ્યો હતો. આ ગામમાં અનેક ગ્રામવાસીઓના સંબંધી પાકિસ્તાનમાં રહે છે. ભારતને આ ગામનો કંટ્રોલ 1971 માં થયેલા ભારત-પાકિસ્તાનના યુદ્ધ પછી મળ્યો હતો. હવે આ ગામ ભારતની ટેરિટરીમાં ગિલગિટ-બાલ્ટીસ્તાન બોર્ડર પર આવેલું છે.

આ ગામના લોકોને ભારતની કાયમી નાગરિકતા મળેલી છે. આ ગામમાં તમે ફરતા ફરતા લોકો સાથે વાત કરશો તો તમને અનેક રસપ્રદ જાણકારી મળશે. આટલું જ નહિ, બોર્ડરની બીજી પાર તેમનું જીવન કેવું હતું તે અંગે પણ તેઓ તમને જણાવશે.

આનાથી પણ રસપ્રદ વાત એ છે કે તુરતુક જે પ્રદેશમાં આવેલુ છે તે બાલ્ટિસ્તાન એક સમયે સ્વતંત્ર દેશ હતો. અહીં આવેલા મ્યુઝિયમમાં એ સમયના કળા-સંસ્કૃતિના અવશેષો સંગ્રહ કરવામાં આવ્યા છે. એ સમયે તુર્કિસ્તાનના રાજા ઉનાળામાં અહીં સમય વ્યતીત કરતા. 1947 માં ભારત પાકિસ્તાનના ભાગલા પડ્યા ત્યાં સુધી તે સ્વતંત્ર હતું. આ ગામના મોટાભાગના પરિવારો ભારત-પાકિસ્તાન વચ્ચે વહેંચાઈ ગયા.

2010 સુધી આ ગામમાં બહારની કોઈ વ્યક્ત માટે પ્રવેશ બંધ હતો. શ્યોક નદીના કિનારે વસેલા આ ગામમાં 4000 લોકો વસે છે. અહીં ભાગ્યે જ કોઈ મુલાકાતી આવે છે અને હવે હવે તેમાં હોમ સ્ટે શરૂ થયા છે. જો તમને સરહદ પારની સ્ટોરીઝમાં રસ હોય તો અહીં એક કે બે દિવસ જરૂર રોકાજો. વળી અહીંનું કુદરતી સૌંદર્ય તમારો ટ્રાવેલિંગનો બધો થાક ઉતારી દેશે અને તમને ગામડાનું જીવન માણવાનો મોકો આપશે.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here