દિલ જીતી લેશે ભોપાલની આ લાજવાબ વાનગીઓ

મધ્યપ્રદેશને દેશનું દિલ કહેવાય છે. લોકોની સાથે-સાથે અહીંનું ખાનપાન પણ દુનિયાભરમાં પ્રખ્યાત છે. સ્ટ્રીટ ફૂડથી લઈને નવાબી ભોજન સુધી, અહીં ટેસ્ટ માટે એકથી એક ચડિયાતી વસ્તુઓ ઉપલબ્ધ છે. તમે પણ જો મધ્યપ્રદેશની વિઝિટ કરી રહ્યા છો તો અહીંના પાટનગર ભોપાલની મુલાકાત ભૂલ્યા વિના લેજો, જ્યાં તમને સ્વાદિષ્ટ વાનગીઓ મળશે. જતા પહેલા જાણી લો આ વાનગીઓ વિશે…

Advertisement

વાત કરીએ વેજ ફૂટની તો સૌથી પહેલા તમારે કલ્યાણ સિંહના સ્વાદ ભંડાર પહોંચી જવું જોઈએ. ઈતવારા ચોક, જામા મસ્જિદ પાસે આવેલી આ જગ્યા કુરકરી સેવની સાથે તાજા અને ગરમ ભોપાલી પૌંવા અને મીઠી જલેબી માટે પોપ્યુલર છે. તે સાથે જ મીઠી અને મસાલેદાર ચાને પણ જરૂર ટેસ્ટ કરો.

અહીંના શાહી ટુકડા ઘણા સ્વાદિષ્ટ હોય છે. કસ્ટર્ડમાં ફ્રાઈડ બ્રેડથી તૈયાર કરવામાં આવતી આ ડિશમાં નટ્સ અને સ્પાઈસીસનો પણ ઉપયોગ કરવામાં આવે છે.

પાણી પૂરી, દહીં પૂરી, ભેળ પૂરી અને છોલે ટિક્કીથી લઈને બરફના ગોળા અને ફાલુદા સુધી, ખાવા માટે આ જગ્યા ભોપાલમાં ઘણી પોપ્યુલર છે. તે ઉપરાંત અહીં સમોસા કચોરી ચાટનો ટેસ્ટ કરવાનું પણ ભૂલતા નહીં.

જૂના ભોપાલમાં પીર ગેટ પાસે સ્થિત આ દુકાન પર તમે નવાબી ચા અને હોટ સ્નેક્સની લિજ્જત માણી શકો છો. હમીદિયા રોડ પર 1970 થી અહીં ભોપાલનો સૌથી બેસ્ટ બ્રેકફાસ્ટ મળી રહ્યો છે.

જો તમે લસ્સી પીવાના શોખીન છો, તો અહીં ચોક્કસ જજો. ફાલુદા, ફ્લેવર્ડ સિરપ અને ડ્રાય ફ્રૂટ્સ તેમજ નટ્સની સાથે મળતી લસ્સી કોઈને પણ પોતાના દિવાના બનાવી શકે છે. આ દુકાન જૂના ભોપાલમાં ઈતવારા ચોકની પાસે આવેલી છે.

જો તમે મટન ખાવાના શોખીન છો, તો ચટોરી ગલીની તમારે મુલાકાત લેવી જ રહી. મટન પાયા સૂપને મસાલામાં હળવી આંચ પર ઉકાળવામાં આવે છે. તેને જોતાં જ કોઈની પણ ભૂખ વધી જાય છે.

Advertisement