સવાલ.હું એક નોકરિયાત યુવતી છું. એક વર્ષ પૂર્વે એક યુવક સાથે મને પ્રેમ થઈ ગયો હતો. તે મારી સાથે લગ્ન કરશે એવો મને વિશ્વાસ હોવાથી મેં તેની સાથે શારી-રિક સંબંધ પણ બાંધ્યો હતો. જો કે તેણે ક્યારે પણ લગ્નનો ઉલ્લેખ પણ કર્યો નહોતો. હવે મને ખબર પડી છે તે ડિવોર્સી છે અને તેના વેવિશાળ પણ થયા છે. આ જાણ્યા પછી હું ઘણી ડિપ્રેસ થઇ ગઇ છું. હું તેને ઘણો પ્રેમ કરું છું. યોગ્ય સલાહ આપવા વિનંતી.
જવાબ.આ સંબંધ, ચાલ્યો ત્યંસુધી તમે બંનેએ એનો આનંદ માણ્યો હતો અને હવે તે તમને છોડી તેની જિંદગીમાં આગળ વધી ગયો છે અને તેણે તમને લગ્નનું વચન પણ આપ્યું નહોતું. આ સંજોગોમાં તેના તરફથી તમે કોઇ અપેક્ષા રાખી જ શકો નહીં. તમારી પાસે તેને ભૂલી તમારી જિંદગીમાં આગળ વધવા સિવાય બીજો કોઇ રસ્તો જ નથી ડિપ્રેસ થવાને કારણે તકલીફ પણ તમને થશે. એ યુવકને તેની કોઇ અસર થવાની નથી. આથી ભૂતકાળ ભૂલી તમે તમારા જીવનમાં આગળ વધો એમા જ તમારી ભલાઇ રહેલી છે.
સવાલ.મને ૨૦ વર્ષના એક છોકરા સાથે પ્રેમ છે. જે બીજા શહેરમાં રહે છે. અમે નિયમિત રીતે મળતા નથી. પરંતુ ફોન પર ઘણી વાતો કરીએ છીએ. શું આ જ સાચો પ્રેમ છે? એવા મને વિચારો આવે છે તે મને સ્પર્શ કરે છે ત્યારે મને કોઇ પણ પ્રકારની લાગણી થતી જ નથી. માટે એ જાણવું છે કે શું અમારો સંબંધ ટકશે.
જવાબ.પ્રેમને ગંભીરતાથી સમજવા માટે તમારી ઉંમર ઘણી જ નાની છે. ઉંમર વધશે તેમ તમે તમારી લાગણીઓ સમજી શકશો. હમણા તમે તમારા સંબંધને પ્રેમનું નામ આપ્યા વગર જ આગળ વધારો. હમણા આ સંબંધ મૈત્રી પૂરતો જ સીમિત રહેવા દો. યોગ્ય ઉંમરે યોગ્ય નિર્ણય લો. આ તબક્કે તમારો સંબંધ ટકશે કે નહીં એ કહી પણ શકાય નહીં. સમયને સમયનું કામ કરવા દો. આ વિચાર કરી મૂંઝાવાને બદલે લાંબા અંતરની મૈત્રીનો આનંદ માણો.
સવાલ.હું 46 વર્ષનો છું અને હું શારીરિક રીતે ફિટ છું. જો કે, છેલ્લા કેટલાક અઠવાડિયાથી, હું સે*ક્સ કર્યા પછી નબળાઇ અનુભવું છું. આ પાછળનું કારણ શું હોઈ શકે?.
જવાબ.તમારી સમસ્યા પરથી એવું લાગે છે કે તમારે શક્ય તેટલી વહેલી તકે ડૉક્ટરની મુલાકાત લેવાની જરૂર છે. શક્ય છે કે તમારા શરીરમાં વિટામિન B-12 ની ઉણપ હોય. વધુમાં, કેલ્શિયમ અને હોર્મોનલ વિકૃતિઓ, જેમ કે થાઇરોઇડ અને ટેસ્ટોસ્ટેરોન, તપાસ કરવી જોઈએ.
સવાલ.અમારો પરિવાર જૂનવાણી વિચારનો છે. છેલ્લા બે વરસથી હું એક છોકરીના પ્રેમમાં પણ છું. તે ૧૯ વરસની છે. મારે તેની સાથે લગ્ન કરવા છે. પરંતુ તે મારી મામીની બહેન છે. મારો પરિવાર આ લગ્નની વિરુધ્ધ છે. હું એ છોકરીને ઘણો બધો પ્રેમ કરું છું. મારે શું કરવું તે જણાવશો.
જવાબ.૨૧મે વરસે તમે કોઇ પણ ગંભીર નિર્ણય લેવા સમર્થ નથી. તમારી આ સમસ્યાનું નિરાકરણ હવે સમય જ આપશે. હમણા તો તમારે ભણી-ગણીને સારી કારકિર્દી બનાવવાનો જ વિચાર કરવો જોઇએ. સમય વિતતા તમારા નિર્ણયમાં બદલાવ આવવાની શક્યતા રહેલી છે અને લગ્નની ઉંમરે તમે આ સંબંધમાં મક્કમ હશો તો શક્ય છે કે તમારા પરિવારનો નિર્ણય પણ તમારી તરફેણમાં આવી જાય. આથી હમણા આ બાબતની ચિંતા બાજુએ મૂકી એના કરતા પણ મહત્ત્વની વસ્તુ પર ધ્યાન આપી દો.
સવાલ.લોકોના અભિપ્રાયની મારા મન પર ઘેરી અસર થાય છે. કોઇ મારી ટીકા કરે એ હું સહન કરી શકતી જ નથી. આ કારણે મને ઘણું દુ:ખ થાય છે અને આખો દિવસ એના જ વિચારો આવે છે. હા, કોઇ મારી પ્રશંસા કરે એ મને ખૂબ ગમે છે. પ્રશંસા કરવામાં આવે નહીં તો મારે માટે કામ કરવું મુશ્કેલ બની જાય છે.
જવાબ.પ્રશંસા સાથે ટીકા સહન કરવાની હિંમત હોવી જ જોઇએ. કોઇ પણ વ્યક્તિ દરેકને ખુશ કરી શકતી નથી હોતી. અમે આમ પણ પ્રશંસા કોને ગમતી નથી? તમારે તમારા કામને કારણે થતી ટીકાને ગંભીરતાથી લેવી જ નહીં. તમે ૫૦ ટકા લોકોને ખુશ કરી શકો એ ઘણી મોટી સિધ્ધી છે. એક વાત તમે ટીકા સ્વીકારતા શીખી જશો પછી તમને દુ:ખ થશે નહીં અને આ પછી તમે તમારી જાત પ્રત્યેના તમારા અભિપ્રાયને બીજાના અભિપ્રાયથી વધુ મહત્ત્વ આપશો પણ નહીં. ટીકા અને પ્રશંસા સિક્કાની બે બાજુ છે જેનો સ્વીકાર કર્યો જ છૂટકો છે.