હું 19 વર્ષનો યુવક છું, મારી ગર્લફ્રેન્ડ મારાથી 5 વર્ષ મોટી છે, શું અમારા લગ્ન શક્ય છે?…

સવાલ.હું ૪૪ વર્ષનો છું. મને કોઈ જાતનું વ્યસન નથી. મારી તકલીફ એ છે કે મને શીધ્રપતન થઈ જવાથી મારી સે@ક્સ લાઈફ પર અસર પડી છે. લગ્નની શરૂઆતમાં ચાર-પાંચ વર્ષ કોઈ તકલીફ નહોતી પરંતુ એ પછી આ સમસ્યા ઉદ્ભવી છે જેનો કારણે મારી પત્ની કંટાળી ગઈ છે. યોગ્ય માર્ગદર્શન આપવા વિનંતી.

જવાબ.શીધ્રસ્ખલન માટે ચાર કારણ જવાબદાર છે. તીવ્ર કામેચ્છા, ઈન્દ્રિયની આગળના લાલ ભાગમાં વધુ પડતી સંવેદના, પ્રોસ્ટેટમાં કોઈ ઈન્ફેક્શન અને ડાયાબિટીસની શરૂઆત, આમાંનું યોગ્ય કારણ શોધી ઉપચાર કરાવવાની જરૂર છે. પત્નીને તમે ઓરલ સે@ક્સથી સંતોષ આપી શકો છો. મહત્ત્વની વસ્તુ સંતોષ છે સંભોગ નહીં. પત્નીને સંતોષ મળે નહીં તો તે ચિડચિડી બની જાય એ સ્વાભાવિક છે. આથી તેને ઓરલ સે@ક્સથી સંતોષ આપો જેથી તેની ફરિયાદ પણ દૂર થાય.

સવાલ.દિવસમાં બે કે ત્રણ વાર હસ્ત-મૈથુન કરવાથી સંતાન પ્રાપ્તિમાં કોઈ મુશ્કેલી આવે ખરે? શરીરની તંદુરસ્તી પર કોઈ અસર પડે કે સે@ક્સની ઈચ્છા ઓછી થાય? સે@ક્સની દવા લેવાથી કોઈ નુકસાન થાય.

જવાબ.હસ્ત-મૈથુન એ શરીરનો આવેગ દૂર કરવાનો એક કુદરતી માર્ગ છે. તેનાથી શરીરને, સે@ક્સ લાઈફ કે સંતાન પ્રાપ્તિમાં કોઈ તકલીફ થતી નથી. પરંતુ દરેક વસ્તુનો અતિરેક ટાળવો જરૂરી છે. સે@ક્સની દવાની વાત છે તો આવી લોભામણી જાહેરાતોથી દૂર રહેવાની સલાહ છે. આ દવા લેનારને કોઈ ફાયદો થતો નથી. ફાયદો માત્ર દવા વેચનારને જ થાય છે. આથી આવી દવા લેવાનો વિચાર પડતો મૂકો.

સવાલ.અમારા લગ્નને બે વર્ષ થયાં છે. મારી પત્નીને ગર્ભ રહેતો નથી. તેનું વજન પણ થોડું વધારે છે. અમારા બંનેના રિપોર્ટ નોર્મલ છે. કયા દિવસે સંબંધ બાંધવાથી ગર્ભ રહે છે.

જવાબ.સં@ભોગ દરમિયાન તમે જેવી કે તેલ જેવો કોઈ ચીકણો પદાર્થ વાપરતા હો તો એ બંધ કરો. કારણ કે આનાથી શુક્રજંતુઓની ગતિ મંદ થઈ જાય છે. સામાન્ય રીતે માસિક પછી બીજા અને ત્રીજા અઠવાડિયામાં એકાંતરે સંબંધ બાંધવાથી ગર્ભ રહેવાની શક્યતા છે.

મતલબ પહેલો મહિનો આવી જાય એનું એક અઠવાડિયું છોડી બીજા અને ત્રીજા અઠવાડિયામાં સંબંધ બાંધવો. આ ઉપરાંત પછી સ્ત્રી પોતાના ઘૂંટણ છાતી પાસે લાવી અડધો કલાક એ સ્થિતિમાં રાખીને સૂઈ રહે તો પણ ગર્ભ રહેવાની શક્યતા છે. પરંતુ આ ઉપાય અજમાવાથી ગર્ભ રહેવાની કોઈ ગેરન્ટી નથી. તમે બીજીવાર કોઈ સારા ગાયનેકોલોજીસ્ટને દેખાડી તેમનું માર્ગદર્શન લો.

સવાલ.હું 19નો છું. મને એક છોકરી સાથે પ્રેમ છે. અમે બંને એકબીજાને ઘણો પ્રેમ કરીએ છીએ. પરંતુ તે મારાથી પાંચ વર્ષ મોટી છે તે નાજુક હોવાથી આ તફાવત જણાતો નથી. અમને વાંધો નથી પણ સમાજમાં કે લગ્ન જીવનમાં વાંધો આવી શકે ખરો? મારા પ્રશ્નનો જવાબ આપવા વિનંતી.

જવાબ.તફાવત બહુ ન કહેવાય. તમને બંનેને વાંધો ન હોય અને તમે બંને એકબીજાને અનુકૂળ થઈ શકતા હો તો લગ્ન કરવામાં વાંધો નથી. સાત-આઠ વર્ષ કે એકાદ દાયકા જેટલો તફાવત હોય તો પાછળથી લગ્નજીવનમાં તકલીફ થવાની શક્યતા છે.પરંતુ તમારી વચ્ચેનો તફવાત આટલો ન હોવાથી કોઈ વાંધો આવે તેમ નથી. તમારા લગ્નજીવન કે સે@ક્સલાઇફમાં પણ આ કારણે તકલીફ થવાની શક્યતા નથી.

પત્ની મોટી હોય એવા ઘણા કિસ્સા મળી આવશે. લગ્નજીવનની સફળતા માટે પરસ્પર વિશ્વાસ, પ્રેમ અને સમાધાન કરવાની વૃત્તિ મહત્ત્વનો ભાગ ભજવે છે. તમારા બંનેના પરિવારને વાંધો નહીં હોય તો લગ્ન કરવામાં વાંધો નથી. પરંતુ મારી સલાહ છે કે તમારી ઉંમર ઘણી નાની છે. આથી થોડા વર્ષ રાહ જુઓ. આ પછી તમને લાગે કે તમે લગ્નની જવાબદારી ઉપાડી શકવા આર્થિક રીતે પગભર છો અને આ યુવતી જ તમારે માટે યોગ્ય છે તો આગળ વધો.

સવાલ.હું શિક્ષિક અને નોકરી કરતી મહિલા છું. અને હજુ સુધી મારા લગ્ન થયા પણ નથી. મારી બહેનપણીના પિતા સાથે મારે શારી-રિક સંબંધ બંધાઇ ગયા છે અને આ ઉપરાંત બીજા કેટલાક યુવકો સાથે પણ મારા શારી-રિક સંબંધો છે. હવે મને આનાથી એકદમ નફરત થઇ ગઇ છે. મને લગ્ન પછી મારુ શું થશે એનો ડર લાગે છે. હું હવે પૂર્વે સ્થિતિમાં આવવા માગું છું તો હવે મારે શું કરવું તે જણાવશો.

જવાબ.તમે શિક્ષિત અને નોકરિયાત હોવા છતાં પણ નારીત્વની ગરિમા સમજી શક્યા જ નથી. તમે તમારા માર્ગમાંથી ભટકી ગયા છો. હાથે કરીને તમે તમારી ખાસ બહેનપણીના સંસારમાં આગ ચાંપી દીધી છે તમે સે@ક્સ મેનિયાક હોય એવું લાગે છે. કોઇ મનોચિકિત્સકની સલાહ લો. અને તેઓ તમારો ઇલાજ કરી શકશે. જાગ્યા ત્યારથી સવાર સમજી તમારી ખરાબ આદત ને છોડી દો. મનોચિકિત્સકની સલાહ મુજબ ઉપચાર કરી કોઇ યોગ્ય જીવનસાથી શોધી લગ્ન કરી લો અને ભૂતકાળ ભૂલી અને ગૃહસ્થી જીવન જીવો. લગ્ન કરી લેવા એજ તમારી બધી સમસ્યાઓનો અંત છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here