ભારતમાં નહીં આ દેશમાં છે દુનિયાનું સૌથી મોટું મંદિર, તૈયાર થતા 41 વર્ષ થયા

જ્યારે જ્યારે કોઈ મોટા મંદિરની વાત આવે ત્યારે લોકો તામિલનાડુંમાં આવેલા શ્રીરંગનાથસ્વામી મંદિરનો ઉલ્લખ કરે છે. આ ઉપરાંત આ મંદિર સૌથી મોટું હોવાનો દાવો પણ કરે છે. પરંતુ, જાણીને નવાઈ લાગશે કે, 6,31,000 વર્ગ મીટરમાં ફેલાયેલું આ મંદિર વિશ્વનું સૌથી મોટું મંદિર નથી. વિશ્વનું સૌથી મોટું હિન્દુ મંદિર કમ્બોડિયામાં છે. પણ અહીં કોઈ હિન્દુ નથી. અંકોરવાટ નામનું દુનિયાનું સૌથી મોટું મંદિર કમ્બોડિયામાં આવેલું છે.

Advertisement

કમ્બોડિયાના સિમરિપ શહેરમાં મીકાંગ નદીના કિનારે આ મંદિર બનાવવામાં આવ્યું છે. ભગવાન વિષ્ણુનું આ મંદિરનું ક્ષેત્રફળ 8,20,000 વર્ગ મીટર છે. આ મંદિર 1112 થી 1153 ના સમય ગાળામાં તૈયાર થયું હતું. આ મંદિર દિલ્હીના અક્ષરધામ મંદિર કરતા ચાર ગણું મોટું છે. જ્યારે દિલ્હીના બિરલા મંદિર કરતા 27 ગણું મોટું છે. ઈતિહાસકારોના જણાવ્યા અનુસાર મંદિરનું નિર્માણ રાજા સૂર્યવર્મન દ્વિતિયના શાસનકાળમાં થયું હતું. આ મંદિરનું ચિત્ર કમ્બોડિયાના રાષ્ટ્રધ્વજમાં પણ પ્રિન્ટ થયું છે. આ સિવાય આ મંદિરને યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ તરીકે જાહેર કરવામાં આવ્યું છે.

આ મંદિરને ઈન્ડોનેશિયાના નાગરિકો પાણીમાં ડૂબેલો મંદિરનો બગીચો તરીકે ઓળખે છે. મંદિરની આસપાસ ઊંડી ખીણ છે. જેની પહોળાઈ 700 ફૂટ છે. નિષ્ણાંતો કહે છે કે, અગાઉ કમ્બોડિયામાં મોટા ભાગના હિન્દુઓ વસતા હતા. પરંતુ, ધીમે ધીમે બીજા ધર્મોએ અહીં પ્રભાવ જમાવી દીધો હતો. અહીં 95 ટકા વસ્તી બૌદ્ધ ધર્મ પાડે છે. હાલામાં ઉત્તર પ્રદેશમાં વિશ્વનું સૌથી ઊંચું મંદિર તૈયાર થઈ રહ્યું છે.

ઉત્તર પ્રદેશમાં દુનિયાના સૌથી ઊંચું મંદિર ચંદ્રોદય મંદિર તૈયાર થઈ રહ્યું છે. હાલમાં તેની ઊંચાઈ 558 ફૂટ નોંધાય છએ. જે બાર્સેલોનાના સાગાર્દા ફેમિલિયા કરતા પણ સૌથી ઊંચું છે. ઈસ્કોન દ્વારા તૈયાર થતું આ મંદિર 70 માળ જેટલી અને 700 ફૂટની ઊંચાઈ ધરાવે છે.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here