હવે ઘરેજ બનાવો બહાર જેવા ચટપટા લસણીયા ગાંઠિયા, તે પણ સરળ રીતે – જાણો વિગતે

ગુજરાત સમગ્ર વિશ્વ માં ખાવા ની વાત આવે એટલે પહેલું નામ ગુજરાતનુજ આવે.તો આજે આપણે જાણી શું એક ફેમશ ફર્શન બનાવવા ની સરળ રીત તો આવો જાણીએ ગુજરાતી ગાંઠિયા વર્લ્ડ ફેમસ છે તેમ કહી શકાય. ભાવનગરી ગાંઠિયા, તીખા ગાંઠિયા, વણેલા ગાંઠિયા, કાઠીયાવાડી ગાંઠિયા આ ગાંઠિયાના અલગ-અલગ વર્ઝન છે.

Advertisement

ગુજરાતીઓ તો સવારમાં પણ ચાની સાથે ગાંઠિયા ખાતા હોય છે. તો હવે તેમાં કંઈક નવું ટ્રાય કરીને ઘરો જ બનાવો લસણીયા ગાંઠિયા રેસિપી એકદમ સરળ છે અને બની પણ ફટાફટ જશે.

લસણીયા ગાંઠિયા બનાવવા માટે ની સામગ્રી

 • દોઢ કપ બેસન
 • અડચી ચમચી અજમો
 • 10-12 ક્રશ કરેલી લસણની કળી
 • 1 ચમચી લાલ મરચું પાઉડર
 • સ્વાદાનુંસાર મીઠું
 • કણક બાંધવા માટે પાણી
 • એક મોટી ચમચી તેલ મોણ માટે
 • 1/4 ચમચી હળદર
 • ચપટી હિંગ
 • ચપટી સોડા
 • ગાંઠિયા તળવા માટે તેલ

લસણીયા ગાંઠિયા બનાવવાની રીત

સૌ પ્રથમ એક બાઉલમાં બેસનનો લોટ લો. હવે તેમાં અજમો,ક્રશ કરેલી લસણની કળી, લાલ મરચું પાઉડર, હળદર, હિંગ અને સોડા ઉમેરીને બરાબર રીતે મિક્સ કરી લો. ત્યારબાદ તેને તેલનું મોણ આપી થોડું-થોડું પાણી ઉમેરીને રોટલીના લોટ જેવો સોફ્ટ લોટ બાંધી લો.હવે ગાંઠિયા પાડવાના સંચાને અને તેની જાળીને તેલથી ગ્રીસ કરી લો, જેથી ચણાનો લોટ તેમાં ચોંટી નહીં.

આ સંચામાં ગાંઠિયાનો લોટ ભરી દો અને તળવા માટે તેલ ગરમ થવા મૂકી દો. તેલ ગરમ થઈ જાય એટલે તેમાં ગાંઠિયા પાડીને તે ગોલ્ડન બ્રાઉન કલરના થાય ત્યાં સુધી તળાવા દો. ગાંઠિયા તળાય જાય એટલે તેને ચા સાથે સર્વ કરો. આ ગાંઠિયાને એરટાઈટ ડબ્બામાં મુકીને તમે તેને સ્ટોર પણ કરી શકો છો. જેથી કરી ને તેને બહાર ની હવા ના લાગે જો તે વધુ પડતા બહાર ની હવાના સંપર્ક માં આવી જશે તો તેને હવાટ લાગી જશે માટે તેને એર ટાઈટ ડબ્બા માં મુકો.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here