નવરાત્રીમાં આ સંકેતો માંથી કોઇ એક સંકેત મળે તો સમજો કે માતા રાની તમારી પૂજાથી પ્રસન્ન છે.

નવરાત્રી ના દિવસોમાં માં દુર્ગાના નવ રૂપોની પૂજા કરવામાં આવે છે, બધા ભક્તો નવરાત્રી દરમિયાન ના તહેવાર પર પોતાના ઘરે કળશની સ્થાપના કરે છે, એવું કહેવામાં આવે છે કે નવરાત્રી નો સમય માતા રાની ને પ્રસન્ન કરવાનો ઉત્તમ સમય છે.

Advertisement

આ દિવસો માં માતા રાની ની આરાધના કરી ને એમને જલ્દી જ પ્રસન્ન કરી શકાય છે, પરંતુ પોતાની મનોકામના પૂર્ણ કરવા માટે ઘર માં કળશ સ્થાપના અને જવની પૂજા કરવામાં આવે છે, આટલું બધું કરવા છતાં પણ આ વાતનું અનુમાન નથી લગાવી સકતા કે એમને કરેલી પૂજા નું ફળ મળશે કે નહીં ? એમની પૂજા થી માતા રાની પ્રસન્ન છે કે નહીં

જો તમે પણ આ વાત ને જાણવા માંગો છો તો આજે અમે તમને નવરાત્રી ના દિવસો માં મળનારા થોડા સંકેતો વિસે માહિતી અપવાના છે, જો તમને નવરાત્રી દરમિયાન થોડા સંકેતો મળે છે.

તો એનો મતલબ એ છે કે માતા રાની તમારી પૂજાથી પ્રસન્ન છે, આજે અમે તમને એવા થોડા વિશેષ સંકેતો વિસે જણાવવાના છે, જો નવરાત્રી ના 9 દિવસો દરમિયાન તમને આવા સંકેત મળે છે તો સમજવાનું કે તમારી પૂજા સફળ થઈ.

તો જાણીએ નવરાત્રીમાં મળનારા આ શુભ સંકેતો વિશે.

1. જો નવરાત્રી ના દિવસો માં તમને સપના માં ઉલ્લુ જોવા મળે છે તો એનો મતલબ એ છે કે માતા રાની તમારી મનોકામનાઓ જલ્દી પૂર્ણ કરશે, તમે જે વ્રત કર્યું છે એ સફળ થયું.

2. નવરાત્રી ના દિવસો ખૂબ શુભ માનવામાં આવે છે, જો તમને આ દિવસો માં 16 શૃંગાર કરેલી મહિલા જોવા મળે છે તો એવું માનવામાં આવે છે કે તમારી પર માતા રાની ની કૃપા રહેલી છે, અને આવનારા થોડા સમયમાં તમને આર્થિક લાભ મળી શકે છે.

3. જો તમે નવરાત્રી ના કોઈ પણ દિવસે નારિયેળ, કમળનું ફૂલ, કે હંસ પ્રાત: કાળમાં જોવા મળે છે તો આ શુભ સંકેત માનવામાં આવે છે, કેમ કે જયારે પણ દેવી માંની પૂજા કરવામાં આવે છે તો એમાં નારિયેળ અને કમળ ના ફૂલ ને વિશેષ મહત્વ આપવામાં આવે છે, અને હંસ માતા સરસ્વતીજી નું વાહન છે.

4. જો તમે ઘરમાંથી બહાર જઈ રહ્યા છો અને તમને ગાય જોવા મળે છે તો એને શુભ સંકેત માનવામાં આવે છે,નવરાત્રી ના દિવસોમાં તમને ગાય જોવા મળે છે, વિશેષ રૂપથી જો સફેદ ગાય જોવા મળે તો સમજવું કે તમારી ઈચ્છાઓ જલ્દી જ પૂર્ણ થવાની છે,

5. જો તમે નવરાત્રી ના દિવસો માં સવાર ના સમયે શેરડી જોવા મળે છે તો એનાથી માતા રાની ની કૃપા પ્રાપ્ત થાય છે, અને પોતાના કાર્યમાં સફળતા મળે છે.

6. નવરાત્રીના દિવસો ખૂબ શુભ માનવામાં આવે છે, જો તમારી પૂજા થી માતા રાની પ્રસન્ન થાય છે તો એવી સ્થિતિ માં તમને કોઈ ને કોઈ સંકેત જરૂર આપે છે, જો તમે નવરાત્રી ના 9 દિવસો માં કોઈ યાત્રા પર જઈ રહ્યા છો અને જો તમને તમારી ડાબી બાજુ સાપ કે વાંદરો જોવા મળે છે તો એ શુભ સંકેત માનવામાં આવે છે.

જો સપનામાં સફેદ સાપ કે સુનેરો સાપ જોવા મળે તો એને પણ ખૂબ શુભ માનવામાં આવે છે. એનો મતલબ એવો થાય છે કે દેવી માની કૃપા તમારી પર બનેલી છે, અને તમારા જીવનમાંથી દરેક મુશ્કેલીઓ જલ્દી જ દૂર થવાની છે.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here