સફરજન ખાતા હોય તો ચેતી જજો, ચમકીલા સફરજનથી થાય છે ગંભીર બીમારી.

આપણે સૌ કોઈ ચમકીલા સફરજન ખાધા જ હશે.અને ચમકીલા સફરજન દરેક સીઝનમાં મળતા જ હોય છે.કહેવાય છે દરેક ચમકતી વસ્તુ સોનું હોતું નથી. એવી જ રીતે દરેક સફરજન ફાયદાકારક નથી હોતા.

Advertisement

બજારમાં વેંચાતા દરેક સફરજન પર કેમિકલ વેક્સની પરત ચઢાવીને તેને વેંચવામાં આવે છે અને જો તમે તેની સુંદરતાના ચક્કરમાં તેને સારુ અને સાફ માનીને ખરીદી રહ્યા છો તો વિશ્વાસ કરો તમે તમારા સ્વાસ્થ્યને ખરાબ કરી રહ્યા છો.

સફરજન પર કરવામાં આવતા કેમિકલ વેક્સની કોટિંગ લિવર અને કિડની પર અસર કરે છે જેનાથી કેન્સર જેવી જીવલેણ બીમારી પણ થઇ શકે છે.

એટલા માટે જો તમે પણ બજારમાંથી ચમકીલા સફરજન ખરીધતા હોય તો તમારે પણ કાળજી લેવી જોઈએ અને બજારમાંથી ખરીદેલા સફરજન સાફ કરીને ખાવા જોઈએ નહીં તો તમને પણ થઈ શકે છે આ ગંભીર બીમારી જાણો વિગતે.

દરેક બજારમાં સફરજન નું વેચાણ થતું જ હોય છે.અને બજારમાં વેંચતા આ પ્રકારના કેમિકલ કોટિંગ વાળા સફરજનના વેચાણના રોક માટે અનેક વખત અભિયાન ચલાવવામાં આવે છે.

પરંતુ થોડાક દિવસ બાદ બીમારી ફેલાવનાર આ સફરજન ફરીથી બજારમાં વેચાવા લાગે છે.

હાલમાં તેની ચર્ચા ફરીથી શરૂ થઇ ગઇ છે. જ્યારે કેન્દ્રીય ખાધ્ય અને ઉપભોક્તા મામલાના મંત્રી રામવિલાસ પાસવાને (ram vilas paswan) બજારમાંથી જે સફરજન મંગાવ્યા હતા તેની પર કેમિકલ વાળા વેક્સની મોટી પરત હતી.અને આવા પ્રકાર ના સફરજન વેચાણ પર કડક કાર્યવાહી કરવાની વાત ચાલી રહી છે.કેન્દ્રીય ખાધ્ય અને ઉપભોક્તા મામલાના મંત્રી રામવિલાસ પાસવાને નોટિસ કરવામાં આવી છે.

ફળ ખરાબ થવાથી બચાવવા માટે લગાવે છે વેક્સ.

આ ઉપરાંત પૃથ્વી સિંહે એ કહ્યું હતું કે ફળ ખરાબ થવાથી બચાવવા માટે કેમિકલ વેક્સિગ લગાવામાં આવે છે.ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના ડીઓ પૃથ્વી સિંહે આ અંગે જણાવ્યું કે વેજીટેબલ વેક્સના ફળ શાકભાજી પર પ્રયોગ કરી શકાય છે.

નિયમ અનુસાર કુદરતી વેક્સ તેમજ વેજીટેબલ વેક્સનો ઉપયોગ કરી શકાય છે. પરંતુ ખાસ કરીને દુકાનદાર કેમિકલ વેક્સનો ઉપયોગ કરે છે. જે આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ હાનિકારક હોય છે. ફળ વિક્રેતાઓની માનીએ તો ફળને ખરાબ થવાથી બચાવવા માટે તેની પર વેક્સ કોટિંગનો ઉપયોગ કરવામાં આવે છે.આ કેમિકલ વેક્સિગ આપના શરીર ને ખુબજ નુકશાન કરી શકે છે.અને કેન્સર જેવી બીમારી થઈ શકે છે.જેની તમારે કાળજી રાખવી જોઈએ.

ગરમ પાણીથી ધોઇને ખાઓ ફળ.

એક હોસ્પિટલ ના ડૉક્ટર એ જણાવ્યું હતું કે બજાર માંથી ખરીદેલા ફળ ગરમ પાણી થી ધોઈ ને ખાવાથી ગંભીર બીમારીઓ થી બચી શકાય છે.એક હોસ્પિટલના ડોક્ટર અનુસાર ફળ અને શાકભાજી પર લાગેલું વેક્સ શરીર માટે નુકસાનકારક હોય છે જેનાથી પેટથી જોડાયેલી બીમારીઓ, લિવર તેમજ કિડની કેન્સર પણ થઇ શકે છે. કેટલીક વખત લોકો વેક્સ લાગેલા ફળ તેમજ શાકભાજીનું સેવન કરી લેતા હોય છે.

જે બાદ વેક્સ શરીરની અંદર જઇને અનેક અંગમાં જામી જાય છે. જોકે, ફળ તેમજ શાકભાજીનો ઉપયોગ કરતા પહેલા તેને આશરે 15-20 મિનિટ સુધી ગરમ પાણીમાં રાખો અને તેને બરાબર ધોઇને ઉપયોગ કરવો જોઇએ.જો ગરમ પાણી થી ધોઈ ને ખાશો ફળ તો તમને ગંભીર બીમારી થવાથી બચી શકો છો,અને કેન્સર જેવી બીમારી થી પણ બચી શકો છો એટલા માટે તમારે બજારમાંથી ખરીદેલા ફળ હંમેશા ગરમ પાણી થી ધોઈ ને ખાવા જોઈએ.

Advertisement