જાણો દિવડાનું મહત્વ અને તેના પ્રગટાવવાથી થતા ફાયદા..

હિન્દૂ ધર્મમાં દિવડાનું મહત્વ ખૂબ જ હોય છે. અને તેને પ્રગટાવવો પવિત્ર માનવામાં આવે છે. એટલા માટે ગમે તે શુભ કાર્ય ની પહેલા અને પુંજા દરમ્યાન દિવડાને જરૂર પ્રગટાવવામાં આવે છે. પુરાણોમાં દિવડાનું મહત્વ આપવામાં આવ્યું છે કે દિવડાની જ્યોત ને ખુબ પવિત્ર ગણાય છે. અને પુંજાના સમય દરમ્યાન ખૂબ ઉત્તમ માનવામાં આવે છે. પુરાણોના સિવાય વાસ્તુશાસ્ત્રો ને પણ દિવડાને ખૂબ શુભ માનવામાં આવે છે.

Advertisement

દિવડાનું મહત્વ.દિવડા પ્રગટાવવાથી કેટલા પ્રકાર ના મહત્વ જોડેલા છે, જે આ પ્રમાણે છે.પુંજા થાય છે સફળ.દિવડાને પ્રગટાવ્યા વગર પુંજા કરવાથી પુંજા અસફળ માનવામાં આવે છે. એટલા માટે જ્યારે પુંજા કરવામાં આવે છે ત્યારે સૌથી પહેલા દિપક ને પ્રગટાવવામાં આવે છે અને દિવડાને પ્રગટાવ્યા પછી પૂજા ચાલુ કરવામાં આવે છે.

પુંજા ને બંધ કર્યા પછી પણ દિવડા પ્રગટેલા હોવા જોઇએ.પુંજા દરમ્યાન તમે જ્યારે દિવડો પ્રગટાવો તો એ વાતનું ધ્યાન રાખવુ કે પુંજા પુરી થયા પછી પણ દિવડાને બે-ત્રણ કલાક સુધી પ્રગટેલા રાખવા જોઈએ કારણ કે પુંજા બંધ થયા પછી તરત જ દિવડાને બંધ થઇ જવાથી અશુભ માનવામાં આવે છે. અને દિવડા ને જ્યાં સુધી પ્રગટાવેલો રાખવામાં આવે છે પુંજા નો લાભ એટલો વધારે મળે છે.અહંકાર હટાવવો.દિવડાની જ્યોત ખૂબ પવિત્ર હોય છે અને તેના જ્યોતનું અજવાળુ નકારાત્મક ઉર્જા ને ઘરથી દૂર રાખે છે અને જીવનના બધા અંધકાર ને દૂર કરે છે.

ઘી નો દિવડો હોય છે ઘણો શુભ.અગ્નિ પુરાણના દિવડાનું મહત્વ બતાવ્યા પ્રમાણે લખવામાં આવ્યું છે કે હંમેશા ઘીનો જ દિવડો પ્રગટાવવો જોઈએ. અગ્નિ પુરાણમાં ઘીના સિવાય કોઈ બીજા પદાર્થ સાથે દિવડાને પુંજા દરમ્યાન પ્રગટાવવામાં આવે તો તેને અનર્થ માનવામાં આવ્યું છે.
અને ઘીને ખૂબ શુભ માનવામાં આવે છે. અને પૂજા દરમ્યાન માત્ર શુભ વસ્તુઓનો પ્રયોગ કરવામાં આવે છે.દિવડા પ્રગટાવવાથી થતાં ફાયદા.દિવડા પ્રગટાવવાથી પુંજા સફળ થાય છે અને જીવનની બધી પરેશાનીઓથી પણ છુટકારો મળે છે. દિવડા પ્રગટાવવાના ફાયદા અગણિત છે અને તેને પ્રગટાવવાથી થતા કેટલાક ફાયદા આ પ્રમાણે છે.

કોઈ પણ પ્રકારનો રોગ થાય તો તમે રોજ એક દિવડો સુર્યદેવ ની સામે તેલનો દિવડો પ્રગટાવી દેવો. આવુ કરવાથી રોગથી છુટકારો મળે છે. અને તમે સેહતમંદ થઇ જશો. ઘરના મુખ્ય દરવાજા પાસે દરરોજ તેલનો દિવડો કરવો શુભ માનવામાં આવે છે અને આવુ કરવાથી ઘરમાં સુખશાંતિ બની રહે છે હવે તમે જ્યારે પણ ઘરના મુખ્ય દરવાજા પાસે દિવડો પ્રગટાવીએ તો એ વાતનુ ખાસ ધ્યાન રાખવું કે દિવડાનું મુખ હંમેશા ઘરની અંદરની બાજુ રાખવું.જે લોકો ને હંમેશા ખરાબ સપના આવે છે, તે લોકો રાત્રે સુતાની પહેલા હનુમાનજીની સામે એક પંચમુખી દિવડો પ્રગટાવી દેવો અને હનુમાન ચાલીસા નું વાંચન કરવું. દિવડાના આ ઉપાય ને કરવાથી ખરાબ સપના આવવાના બંધ થઈ જશે.

અને ચોક્કસ દિશામાં દિવડાને પ્રગટાવવામાં આવે તો ધનમાં વધારો થવા લાગે છે. ધનવૃદ્ધિ સાથે તમે દરરોજ એક ઘીનો દિવડો પ્રગટાવી દેવો. જે લોકો રોજ તેલનો દિવડો પૂર્વ દિશામાં પ્રગટાવે છે. તેમના આયુષ્ય માં વૃદ્ધિ થાય છે. ઘરોને શાંત રાખવા માટે તમે દર શનિવારે મંદિરમાં જઈને શિવલિંગ ની જોડે એક દિવડો પ્રગટાવી દેવો. શ્રી કૃષ્ણ ની આગળ રોજ દિવડો પ્રગટાવવાથી વિવાહ જલ્દી થઈ જાય છે. અને સાચું જીવનસાથી મળે છે જે લોકોની કુંડલીમાં રાહુ અને કેતુ ગ્રહોની દશા ખરાબ ચાલી રહી છે.જે લોકો રૉજ મંદિર માં જઈને અળસીના તેલનો દિવડો પ્રગટાવવાથી આ બંને ગ્રહ એકદમ શાંત થઈ જાય છે.દિવડાના પ્રકાર.બજારમાં કેટલાક પ્રકારના દિવડા મળતા હોય છે.જેમ કે ચાંદી, માટી,તાંબું અને પિત્તળ ની ધાતુ ના બનેલા હોય છે. શાસ્ત્રોમાં માટીના દિવડા પ્રગટાવવાનું શ્રેષ્ટ માનવામાં આવે છે. માટીનો દિવડો પ્રગટાવવાથી પૂજા સફળ માનવામાં આવે છે.અને બધી મનોકામના પણ પૂરી થાય છે. અત્યારની માટીના દિવડાનો પ્રયોગ માત્ર એક જ વાર કરવામાં આવે છે. અને દિવડાને પ્રગટાવીને નદી માં પ્રવાહિત કરી દેવામા આવે છે.

જરૂર બોલવા આ મંત્ર.જ્યારે પણ તમે દિવડો પ્રગટાવો તો દિવડો પ્રગટાવતા સમયે નીચે આપેલ મંત્રો નો ત્રણ વાર જાપ કરી લેવો.આવું કરવાથી પૂજા એકદમ સફળ થઈ જાય છે.દિપજ્યોતિ: પરબ્રહ્મ:દિપજ્યોતિ: જનાદર્ન:દિપોહરતીમેં પાપં સંધ્યાદીપં નામોસ્તુતેશુભ કારોતું કલ્યાણમારોગ્ય સુખ સંમ્પદા શત્રુવૃદ્ધિ વિનાશ ચ દિપજ્યોતિ: નામોસ્તુતેમાત્ર આ દિશામાં પ્રગટાવો દિવડા.પૂર્વ અને ઉત્તર દિશામાં દિવડા પ્રગટાવવા શુભ માનવામાં આવે છે જ્યારે પશ્વિમ અને દક્ષિણ દિશામાં દિવડા પ્રગટાવવા શુભ માનવામાં આવતું નથી.અને આ દિશામાં દિવડાને પ્રગટાવવાથી જીવન માં માત્ર દુઃખ જ આવે છે. એટલા માટે તમે જ્યારે પણ દિવડા પ્રગટાવો તો હંમેશા સારી દિશામાં મુકવો. દિવડો પ્રગટાવવાના ફાયદા અને દિવડાનું મહત્વ જાણ્યા પછી તમે પુંજા દરમ્યાન તેને જરૂર પ્રગટાવો અને તેનું મુખ હંમેશા સાચી દિશામાં જ રાખવું.

Advertisement