જ્યોતિરાદિત્ય સિંધિયા પાસે 400 રૂમનો છે પેલેસ, ચાંદીની ટ્રેન પીરસે છે ભોજન

મધ્યપ્રદેશમાં કોંગ્રેસની જીતમાં મહત્વનો ભાગ ભજવનારા અને લોકસભામાં ગુના સીટથી સાંસદ જ્યોતિરાદિત્ય સિંધિયા ગ્વાલિયરના સિંધિયા રાજવી પરિવાર સાથે સંબંધ રાખે છે. તેમને શૂટિંગ, ક્રિકેટ, આર્ચરી અને કાર રેસિંગનો બહુ જ શોખ છે. જ્યોતિરાદિત્યની પત્ની પ્રયદર્શની પણ દુનિયાની ટોપ50 બ્યૂટીફૂલ વુમન્સની યાદીમાં જગ્યા બનાવી ચૂકી છે.

Advertisement

તેઓ ભારતીય રાષ્ટ્રિય કોંગ્રેસ સાથે જોડાયેલ છે. તેમનો જન્મ 1 જાન્યુઆરી, 1971 ના રોજ થયો હતો. તેઓએ 1993માં હાવર્ડ યુનિવર્સિટીથી ઇકોનોમિક્સમાં ડિગ્રી લીધી તેમજ 2001માં તેમણે સ્ટેનફોર્ડ ગ્રેજ્યુએટ સ્કૂલ ઓફ બિઝનેસથી એમબીએની ડિગ્રી મેળવી. સિંધિયાએ અભ્યાસ બાદ અમેરિકામાં જ સાડા ચાર વર્ષ લિંચ, સંયુક્ત રાષ્ટ્ર, ન્યુયોર્ક અને માર્ગેન સ્ટેનલેમાં કામનો અનુભવ લીધો.

જ્યોતિરાદિત્ય સિંધિયાની રાજકીય કારકિર્દ જ્યોતિરાદિત્યના પિતા માધવરાય સિંધિયાનું 20 સપ્ટેમ્બર, 2001ના રોજ વિમાન અકસ્માતમાં નિધન થયું હતું. પિતાના નિધન બાદ જ્યોતિરાદિત્યએ રાજકારણમાં પગ મૂક્યો. ફેબ્રુઆરી 2002માં ગુના સીટ પર પેટાચૂંટણી જીતીને લોકસભા પહોંચ્યા. 2004માં થયેલી લોકસભા ચૂંટણીમાં આ જ સીટ પરથી તેઓ બીજી વાર ચૂંટાયા. 28 ઓક્ટોબર 2012થી 25 મે 2014 સુધી પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના કાર્યકાળમાં કેન્દ્રીય મંત્રી રહ્યા.400 રૂમનાં મહેલમાં રહે છે.જ્યોતિરાદિત્ય સિંધિયા 1874માં યુરોપિયન શૈલીમાં બનેલામહેલ જયવિલાસ પેલેસમાં રહે છે. આ શાહી મહેલમાં કુલ 400 રૂમ છે. મહેલની છત પર સોનુ લાગેલું છે. તેના 40 રૂમમાં હવે મ્યૂઝિયમ છે. આ પેલેસમાં રોયલ દરબાર હોલ છે. આ હોલ 100 ફૂટ લાંબો, 50 ફૂટ પહોળો અને 41 ફૂટ ઊંચો છે.તેની છતથી 140 વર્ષથી 3500 કિલોના બે ઝૂમ્મર લટકેલા છે. આ ઝૂમ્મરોને બેલ્ઝીયમના કારીગરોએ બનાવ્યા હતા.પેલેસના ડાયનિંગ હોલમાં ચાંદીની ટ્રેન છે જે ખાવા પીરસવા કામ આવે છે.

અંગત જીવન.જ્યોતિરાદિત્ય સિંધિયાના પ્રિયદર્શની સાથે 12 ડિસેમ્બર રોજ લગ્ન થયા. પ્રિયદર્શની વડોદરાના ગાયકવાડ રાજવી પરિવારની રાજકુમારી છે. એક દીકરો મહાઆર્યમન અને દીકરી અનન્યા છે. જ્યોતિરાદિત્યના દીકરા મહાઆર્યમન સિંધિયાનો જન્મ નવેમ્બર 1995માં થયો હતો. તેમણે પોતાનો સ્કૂલનો અભ્યાસ પિતાની જેમ દૂન સ્કૂલ, દહેરાદૂનથી કર્યો છે. હાલ તે અમેરિકાની યેલ યુનિવર્સિટીમાં મેનેજમેન્ટનો અભ્યાસ કરી રહ્યો છે. મહાઆર્યમન ફેસબુક અને ટ્વિટર પર ઘણો એક્ટિવ છે. જ્યોતિરાદિત્યની દીકરી અનન્યા રાજેનો જન્મ એપ્રિલ 2002માં થયો હતો.

તે દિલ્હીની બ્રિટિશ સ્કૂલમાં ભણી રહી છે. તેને હોર્સ રાઈડિંગ સાથે એડવેન્ચર સ્પોર્ટ્સનો શોખ છે.જ્યોતિરાદિત્યને પસંદ છે કાર રેસિંગ સ્કૂલના દિવસોમાં જ જ્યોતિરાદિત્યએ શૂટિંગ અને આર્ચરીનો શોખ પૂરો કર્યો. પિતાની જેમ ક્રિકેટમાં પણ તેમને રસ હતો,જે આજ સુધી યથાવત છે. 10,12 વર્ષની ઉંમરથી જ કાર રેસિંગનો શોખ લાગ્યો. મંત્રી રહીને પણ તેમણે ગાડી પર લાલબત્તી લગાવી નહોતી.કેટલી છે સંપત્તિ. જ્યોતિરાદિત્ય સિંધિયાએ વર્ષ 2014માં લોકસભા ચૂંટણીમાં ભરેલા નામાંકન પત્ર અનુસાર 32 કરોડ 64 લાખ 18 હજાર રૂપિયા હતી.

Advertisement