બુધવારે છોકરી ને સાસરે ન મોકલાય જાણો કેમ, અને જાણો કે લગ્ન ના ઝગડા કેવી રીતે અટકાવવા

આમ આપના ભારત માં જ નહીં પણ દરેક દેશ માં લગ્ન નું ખૂબ મહત્વ છે. પણ આપણા ભારત માં બીજા દેશો કરતા રિવાજો ખૂબ અલગ છે. એક સ્ત્રી જયારે લગ્ન કરી ને પોતાની સાસરી માં જાય છે.

Advertisement

ત્યારે તમે આ વાત અનેકવાર સાંભળી હશે કે દીકરીને બુધવારે તેના પિયરથી સાસરે ન મોકલી શકાય. આ રિવાજ પર પ્રશ્ન પણ થતો હોય છે કે તેનું કારણ શું છે. આમ તો કહેવાય છે.

કે બુધવારે થયેલું કામ બેવડાય છે. એટલે શુભ કાર્ય કરવાની શરૂઆતમાં બુધવાર પર કોઈ નિષેધ હોતો નથી. પરંતુ સાસરેથી પિયર આવેલી દીકરીને બુધવારે ઘરેથી જવા દેવાની મનાઈ હોય છે.

માનવામાં આવે છે કે બુધવારે દીકરીને સાસરે મોકવાથી તેના પર દુ:ખ આવી પડે છે. બુધવારે દીકરી સાસરે જાય તો કોઈ ખરાબ ઘટના પણ બની શકે છે. જો કોઈની બુધની દશા ખરાબ હોય ત્યારે આવું ક્યારેય ન કરવું જોઈએ.

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ચંદ્ર યાત્રાનો કારક છે અને બુધ આવક કે લાભનો કારક ગ્રહ છે. બુધ ગ્રહની ચંદ્ર સાથે શત્રુતા છે તેથી બુધવારે કરેલી યાત્રા સફળ થતી નથી.બુધવારે યાત્રા કરવાથી દુર્ઘટનાની શક્યતાઓ પણ વધી જાય છે. આ સંબંધમાં એક કથાનો ઉલ્લેખ પણ શાસ્ત્રોમાં કરવામાં આવ્યો છે.

આ કથાના માધ્યમથી રસપ્રદ રીતે લોકમાનસ સુધી એ વાત પહોંચાડવામાં આવી છે કે બુધવારે દીકરીને યાત્રા ન કરાવવી જોઈએ.વર્ષો જુની આ કથા કદાચ લોકોને યાદ નહીં હોય પરંતુ એ વાત બધાના મનમાં બેસી ગઈ છે કે બુધવારે દીકરીને સાસરે ન વળાવવી જોઈએ.

પૌરાણિક કથા.

બુધવારની કથા આ મુજબ છે. વર્ષો પહેલાં મધુસૂદન નામનો એક સાહુકાર હતો, તેના લગ્ન સંગીતા નામની સુંદર અને ગુણવાન કન્યા સાથે થયા હતા. મધુસૂદન લગ્ન પછી બુધવારે તેની પત્નીને તેના માતા-પિતાના ઘરેથી વિદાય કરાવી લઈ ગયો.

મધુસૂદન અને સંગીતા બળદ ગાડામાં બેસી તેમના ઘરે જવા રવાના થઈ ગયા. થોડે દૂર પહોંચ્યા અને ગાડાનું એક પૈડું તૂટી ગયું.ત્યાંથી ગાડું છોડી બન્ને જણા ચાલતા જવા લાગ્યા.થોડે આગળ ગયા પછી સંગીતાને તરસ લાગી તો મધુસૂદન તેને એક ઝાડ નીચે બેસાડી અને પાણી લેવા ગયો.

તે જ્યારે પાણી લઈને પાછો આવ્યો તો તેણે જોયું કે તેની પત્ની ઝાડ નીચે બીજી વ્યક્તિ સાથે બેઠી હતી. તે વ્યક્તિ પણ મધૂસુદન જેવી જ દેખાતી હતી. તેની પત્ની સમજી શકી નહીં કે કોણ તેનો સાચો પતિ છે.

મધૂસુદને તેના જેવા દેખાતા વ્યક્તિને પૂછ્યું કે તે શા માટે તેની પત્ની સાથે બેઠો છે. અન્ય વ્યક્તિએ કહ્યું, “ભાઈ, આ મારી પત્ની સંગીતા છે,પણ તું કોણ છે. પાણી લેવા ગયો હતો તે મધુસૂદન આ સાંભળી ગુસ્સામાં આવી ગયો અને તે નકલી મધુસૂદન સાથે ઝઘડવા લાગ્યો.

આ ઝઘડો જોઈ સિપાઈ ત્યાં આવી ગયા અને બન્નેને પકડીને રાજા પાસે લઈ ગયા. રાજા પણ નિર્ણય ન કરી શક્યા કે આ બન્નેમાંથી સાચું કોણ છે, નિર્ણય ન આવતાં બન્નેને જેલમાં પુરી દેવા માટે કહ્યું.

રાજાના આ નિર્ણયથી સાચો મધુસૂદન ગભરાઈ ગયો અને આકાશવાણી થઈ કે, “મધુસૂદન તે બુધવારે તારી પત્નીને વિદાય કરાવી અને યાત્રા કરી એટલે બુધના પ્રકોપથી આ બધું થયું.” મધુસૂદનને પોતાની ભૂલ સમજાઈ અને તેણે ભગવાન બુધની માફી માંગી અને ભવિષ્યમાં આવી ભૂલ ન કરવાનું વચન આપ્યું. ભગવાન બુધે પણ તેને માફ કર્યો અને નકલી મધુસૂદન ગાયબ થઈ ગયો.

આમ આ કથા અનુસાર બુધવારે સ્ત્રી ને સાસરે ન મોકલી જોઈએ

હવે તમને જણાવી કે લગ્ન ના ઝગડા કેવી રીતે અટકાવવા.તમે ઘણી વાર જોયું હશે કે જયારે એક સ્ત્રી લગ્ન કરી ને સાસરે જાય છે ત્યારે એ સ્ત્રી ની સાસુના મન માં ઘણા સવાલો ઉભા થાય છેકે વહુ ના આગમન પછી વહુ નો વ્યવહાર કેવો હશે, એ મારી જોડે સારો વ્યવહાર કરશે કે નહીં આવા ઘણા સવાલો સાસુના મનમાં ઉભા થતા હોય છે.

અને એના જ કારણે ઘર માં ઘણા ઝગડા થાય છે. તમને એક સ્ટોરીથી સમજાવી શુ આના વિશે.એક યુવકના લગ્ન થયા હતા. ઘરમાં નવવધુ આવી અને ઘર આનંદ ઉલ્લાસથી ગુંજવા લાગ્યુ. નવી આવેલી વહુ બધાની ખુબ સારસંભાળ રાખતી હતી. ઘરના બધા સભ્યો ઘરના આ નવા સભ્યના આગમનથી આનંદમાં હતા પણ એકમાત્ર યુવાનની માતા થોડી ઉદાસ ઉદાસ રહેતી હતી.

ઘરના બધા સભ્યો ઘરના આ નવા સભ્યના આગમનથી આનંદમાં હતા પણ એકમાત્ર યુવાનની માતા થોડી ઉદાસ ઉદાસ રહેતી હતી.યુવકના પિતાને થોડાક દિવસમાં જ ખબર પડી ગઇ કે વહુ આવ્યા પછી એમની પત્નિ થોડી ઉદાસ થઇ ગઇ છે. પત્નિની આ ઉદાસીનું કારણ જાણવા માટે એકવાર ઘરમાં કોઇ નહોતુ ત્યારે એ ભાઇએ પોતાની પત્નિને પુછ્યુ, હું જોઇ રહ્યો છું કે વહુના આવ્યા પછી તુ થોડી ઉદાસ થઇ ગઇ છે. આ માટે કોઇ ખાસ કારણ.

પત્નિએ કહ્યુ, તમે કોઇ નોંધ લીધી.લગ્ન પછી આપણો દિકરો સાવ બદલાઇ ગયો છે. પહેલા એ મારી સાથે બેસીને વાતો કરતો પણ હવે એને મારા માટે ટાઇમ જ નથી ક્યારેક ક્યારેક જ વાતો થાય છે.જો એકાદ દિવસની રજા પડે તો વહુને લઇને એના સસરાને ત્યાં જતો રહે છે. મારા કરતા તો એની સાસુ સાથે હવે વધારે વાતો કરે છે મને એવુ લાગે છે કે આપણો દિકરો હવે અડધો એના સસરાનો થઇ ગયો છે.

બસ આ બધા વિચારોથી હું સતત બેચેન રહુ છું પેલા ભાઇએ પોતાની પત્નિનો હાથ પોતાના હાથમાં લઇને કહ્યુ, તારી વાત બિલકુલ સાચી છે. હવે આપણો દિકરો પુરેપુરો આપણો નથી રહ્યો. પણ મારે તને એક વાત પુછવી છે.

તને એવુ લાગે છે કે આપણી વહુએ આ ઘરમાં આવીને ઘરનું વાતાવરણ બગાડી નાંખ્યુ છે ? ”છોકરાની મમ્મી બોલી, ”ના એવું પણ નથી લાગતું,વહુ એની જવાબદારી નિભાવે છે. સરખું વર્તન પણ કરે છે. મને સાસુ તરીકે માન પણ આપે છે. હમેસા હસતા મોઢે જ કામ કરે છે.

પણ આપણા દિકરા ને પોતાનો કરી ને રાખે છે. મારા કરતા પણ વધારે સાચવે છે. આપણો દિકરો જાણે પણ એનો જ થઈ ગયો છે.છોકરાના પપ્પાએ હસતા હસતા કહ્યુ, ગાંડી કોઇ બીજાની દિકરી પુરેપુરી આપણી થઇ જતી હોય તો પછી આપણો દિકરો અડધો એનો કે એના માતા-પિતાનો થાય એમાં આમ ઉદાસ થોડુ થવાનું હોય. આ વાત સાસુને બરાબર સમજી ગઈ બસ ત્યાર પછી સાસુ પોતાની વહુ સાથે દીકરી જેવું વર્તન કરવા લાગી.

મિત્રો, એક સ્ત્રી પોતાનું સર્વસ્વ છોડીને આપણી થવા માટે આપણા આંગણે આવે છે ત્યારે જો આપણે પુરેપુરા નહી માત્ર અડધા પણ એના અને એના પરિવારના બનીએ તો પારિવારિક પ્રશ્નો શુ કામ ઉભા થાય? સમાજ ને સુધરવાની જરુર નથી? વિચારો અને અપનાવો ઘણાં ઘર તૂટતાં બચી જશે.

અમારો દિકરો એનો કેમ થઈ જાય એવું વિચારવા કરતા એની દિકરી અપની થઈ ગઇ એવું વિચારો તો ઘર સ્વર્ગ જેવું રહેશે સાથે સાથે દિકરી એ એનું ઘર છોડીને કરેલા ત્યાગ નું માન પણ રહેશે.જો આવી જ રીતે દરેક સાસુ પોતાના ઘર ની વહુ ને રાખે તો સમાજ માં ઘણા ઘર તૂટલા બચી જશે.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here