લીંબુ ના ફાયદા અને નુકશાન જાણો તેનો સચોટ ઉપયોગ.

લીબુ નો આકાર ગોળાઆકાર હોય છે અને તેને કાપવાથી રસ નીકળે છે. લીબુ નો રસ જમવામાં પણ ઉપયોગ કરવામાં આવે છે. લીબુ વાનગીઓ માં સ્વાદ વધારવા માટે પણ કામમાં આવે છે. લીબુ નું સેવન કરવુ વાળ અને ચહેરા માટે પણ ખુબ ફાયદાકારક છે.
અને આજે તમને અમે લીબુ ના ફાયદા વિશે જણાવવા જઈ રહ્યા છે.સવાસ્થ્ય સાથે જોડાયેલા.

Advertisement

લીંબુ ના ફાયદા.વજન ઓછું કરે.

લીંબુ ના મદદથી તમે તમારૂ વજન ઓછું કરી શકો છો. જો તમારું વજન વધારે હોય તો લીંબુ ના રસનો ઉપયોગ કરો લીંબુ નો શરબત પીવાથી શરીરનું વજન ઓછું થવા લાગે છે, અને વજન નિયંત્રણ માં આવી જશે. એટલ માટે જે લોકો નું વજન વધુ હોય તો એમને પણ લિબુ નો રસનો પીવો જોઈએ.

આ રીતે બનાવો લીંબુ પાણી.

લીંબુ પાણી બનાવવું સરળ છે. લીંબુ નું પાણી બનાવવા માટે તમારે લીંબુ અને નવશેકું પાણીની જરૂર પડશે. એક લીંબુ લો અને એ લીંબુ ને કાપી ને તેનો રસ કાળો અને રસ ની અદર મીઠું નાખો અને પછી તેની અંદર એક ગ્લાસમાં પાણી ભરો અને આ પાણીમાં લીંબુનો રસ નાખો જો તમે ઈચ્છો છો, તો તમે આ પાણીની અંદર મધ પણ નાખી શકો છો.

ક્યારે કરવું આનું સેવન.

દરરોજ સવારે ખાલી પેટ લીંબુ ના રસ નું સેવન કરો. એક મહિના સુધી દરરોજ લીંબુ નું સેવન કરવાથી વજન ઓછું થશે અને તમને જોઈતું શરીર મળશે.

પેટ સાફ કરે.

રોજ ગરમ પાણીમાં લીંબુનો રસ મેળવી પીવાથી કબજિયાતની સમસ્યા નથી થતી તેથી જે લોકોનું પેટ સાફ નથી રહેતું તેઓએ દરરોજ સવારે ખાલી પેટ લીંબુ નું સેવન કરવું આ પાણી પીવાથી પેટ હલકું બનશે.

દાંત સાફ કરે.

જો તમારા પીળા દાંત હોય તો દાંત ઉપર લીંબુનો રસ લગાવો, લીંબુનો રસ દાંત પર લગાવવાથી દાંત ની પીળાશ દૂર થશે, અને દાંત સંપૂર્ણ સફેદ થાય છે. આ સિવાય જો લીંબુના પાણીથી કોગળા કરવામાં આવે તો મોંમાંથી દુર્ગંધ પણ દૂર થાય છે.

રોગપ્રતિકારક શક્તિ માટે ઉપયોગ.

લીંબુ માં બાયોફ્લેવોનોઇડ્સ, વિટામિન સી અને ફાયટોન્યુટ્રિએન્ટ્સ હોય છે. આ બધા સ્રોતો પ્રતિરોધનક ક્ષમતા ને મજબૂત બનાવવાનું કામ કરે છે. તેથી, જે લોકોની રોગપ્રતિકારક શક્તિ નબળી છે, તેઓએ લીંબુનું સેવન કરવું.

ડાયાબિટીઝ માંટે લાભદાયક છે.

લીંબુના ફાયદા પણ ડાયાબિટીઝ સાથે સંકળાયેલા છે અને લીંબુ નો રસ પીવાથી શરીરમાં સુગર નું પ્રમાણ વધતું નથી. તેથી, જે લોકોને ડાયાબિટીઝનો રોગ છે તેઓએ દરરોજ એક ચમચી લીંબુનો રસ પીવો.

તમારા નાક ને ખોલે.

લીંબુની અંદર વિટામિન સી હોય છે. અને વિટામિન સી શરદી ને દૂર કરવા માટે કાર્ય કરે છે. જો તમને શરદી થાય છે, તો એક ચમચી લીંબુ ના રસમાં થોડું મધ અને આદુનો રસ મિક્સ કરીને આ મિશ્રણ પીવો. આ મિશ્રણ પીવાથી બંધ નાક ખુલી જશે અને શરદી પણ મટી જશે.

તાવ દૂર કરશે.

તાવ આવે ત્યારે લીબુનો પીવાથી તાવ દૂર થાય છે ખરેખર, લીંબુમાં એન્ટીઓક્સિડેન્ટ ગુણ હોય છે, જે તાવ ઘટાડવાનું કામ કરે છે. તેથી, જો તમને તાવ આવે છે, તો એક ચમચી લીંબુનો રસ પીવો. જો તમે ઈચ્છો છો તો તમે આ રસની અંદર તુલસીનો પાન પણ ઉમેરી શકો છો.

આખો માટે ફાયદાકારક છે.

લીંબુમાં વિટામિન સી હોય છે અને વિટામિન સી આંખો માટે ફાયદાકારક માનવામાં આવે છે. જે લોકો લીંબુ નો રસ નિયમિત પીતા હોય છે. તે લોકોમાં આંખને લગતા રોગો જેવા કે મોતિયા અને પિંગુકુલા નું જોખમ ઓછું હોય છે. આ સિવાય લીંબુ આંખોની રોશની માટે પણ ઉપયોગી માનવામાં આવે છે.

સ્નાયુ ને મળશે આરામ.

જો તમને પગના સ્નાયુઓમાં દુ:ખાવો થતો હોય, તો તમે ડોલમાં થોડું ગરમ ​​પાણી લો અને આ પાણીની અંદર લીંબુનો રસ ઉમેરો. તમે તમારા પગને આ પાણીમાં 15 મિનિટ રાખો આ કરવાથી, તમારા સ્નાયુઓને આરામ મળશે અને શરીરનો થાક પણ દૂર થઈ જશે.

ગળાના દુ:ખાવાને દૂર કરે.

બેક્ટેરિયા અને વાયરસને કારણે ગળામાં દુખાવો થાય છે. જો કે, જ્યારે ગળામાં દુખાવો થાય ત્યારે લીંબુનો રસ પીવામાં આવે છે, તો ગળા નો દુખાવો ઠીક થઈ જાય છે. ખરેખર માં, લીંબુ ની અંદર રહેલા એન્ટીબેક્ટેરિયલ્સ ફોલ્લીઓનું કારણ બનેલા બેક્ટેરિયા અને વાયરસને દૂર કરવા માટે કાર્ય કરે છે.

વાળ માટે લીંબુના ફાયદા.

લીંબુના ફાયદા વાળ સાથે પણ છે અને લીંબુની મદદથી તમે વાળ સંબંધિત અનેક સમસ્યાઓથી રાહત મેળવી શકો છો.

ખોડો કરે દૂર.

ખોડો થવા પર તમે માથા માં લીંબુનો રસ લગાવો. લીંબુનો રસ માથાની ચામડી પર નાખવાથી ખોડો દૂર થાય છે અને વાળ મજબૂત બને છે. તમે બાઉલમાં નાળિયેર નું તેલ લો અને તેમાં લીંબુનો રસ મિક્સ કરો. પછી તમે તેને તમારા વાળના મૂળમાં લગાવો અને તેને તમારા વાળ પર 20 મિનિટ સુધી રહેવા દો અને જ્યારે તે સુકાઈ જાય છે ત્યારે ગરમ પાણી ની મદદથી તમારા વાળ ધોઈ લો, અઠવાડિયામાં બે વાર વાળ પર લીંબુનો રસ લગાવવાથી ડેંડ્રફની સમસ્યાથી રાહત મળે છે.

વાળ બને ચમકદાર.

જો વાળ પર લીંબુનો રસ લગાવવામાં આવે તો વાળ માં ચમક આવી જાય છે. તેથી, જે લોકોના વાળ નબળા છે, તેમના વાળ પર લીંબુનો રસ લગાવો. લીંબુનો રસ નિયમિતપણે વાળ પર લગાડવાથી તમારા વાળને કુદરતી ચમક મળશે. આટલું જ નહીં, વાળ પર લીંબુનો રસ લગાવવાથી વાળ ખરતા પણ નથી.

ચહેરો સાફ કરો.

લીંબુનો રસ ખાટો હોય છે અને તેને ચહેરા પર લગાવવાથી ચહેરાનો રંગ શુદ્ધ થાય છે. તેથી, જે લોકો સુંદર ત્વચા મેળવવા માંગે છે, તેઓ રૂ ની સહાયથી અઠવાડિયામાં બે વાર ચહેરા પર લીંબુનો રસ લગાવે. આ રસને તમારા ચહેરા પર ઓછામાં ઓછા 15 મિનિટ માટે રાખો અને તે સુકાઈ જાય પછી તમારા ચહેરાને હલકા ગરમ પાણીથી સાફ કરો. લીંબુનો રસ ચહેરા પર લગાવવાથી તમારા ચહેરાની ત્વચા પણ સુંદર થઈ જશે, ચહેરા સિવાય તમે લીંબુનો રસ શરીરના અન્ય ભાગો જેવા કે પગ અને હાથ પર લગાવી શકો છો.

ટૈન કરો દૂર.

લાંબા સમય સુધી તડકામાં રહેવાથી ચહેરા પર ટૈન થઇ જાય છે અને ત્વચા કાળી કે લાલ થાય છે. ટૈન થવા પર તમે થોડી મુલતાની માટી લો અને તેમાં લીંબુનો રસ નાખો અને આ પેસ્ટ તમારા ચહેરા પર લગાવો. આ પેસ્ટને ચહેરા પર લગાવવાથી ટૈન દૂર થઈ જશે.

નખ કરે સાફ.

લીંબુ નખ સાફ કરવામાં પણ મદદગાર છે. જો લીબુ ના રસમાં નખ ને રાખવામાં આવે તો નખમાં રહેલી પીળાશ પણ દૂર થાય છે. તમે એક વાસણની અંદર ગરમ પાણી લો અને તેમાં બે ચમચી લીંબુનો રસ ઉમેરો. આ પછી તમે તેમાં તમારી આંગળીઓ ને મૂકો. અને 15 મિનિટ પછી તમે તમારી આંગળીઓને બહાર કાળી લો. તમારા નખનું પીળાપણ દુર થશે.

લીંબુની અંદર રહેલા પોષક તત્વો.

લીંબુ ના ફાયદાઓ વાંચ્યા પછી, તમારે એ પણ જાણવું જોઇએ કે નાના લીંબુ ની અંદર કયા પોષકતત્ત્વો જોવા મળે છે. કેલરી: 30 ફાઈબર: 2.8 ગ્રામ ચરબી: 0.3 ગ્રામ પાણી: 89% પ્રોટીન: 1.1 ગ્રામ કાર્બ્સ: 9.3 ગ્રામ ખાંડ: 2.5 ગ્રામ. લિબુ ના નુકસાન. લીંબુમાં સાઇટ્રિક એસિડ વધુ પ્રમાણમાં જોવા મળે છે અને સાઇટ્રિક એસિડ દાંતને નુકસાન પહોંચાડે છે. સાઇટ્રિક એસિડનું વધુ પડતું સેવન દાંતના બગાડનું કારણ બને છે.

લીંબુનો રસ વધારે પ્રમાણમાં પીવાથી છાતીમાં બળતરા થાય છે. તેથી, મોટા પ્રમાણમાં લીંબુનો રસ ન પીવો.નાના બાળકોને લીંબુનો રસ ન પીવા દો. લિબુ ના ફાયદા જાણ્યા પછી તમે તેનું સેવન જરૂર કરો. તમે ઈચ્છો તો તમે શાકભાજી માં પણ લિબુ નો રસ ઉમેરી શકો છે અથવા ચા પણ પી શકો છો.

Advertisement