માસિક સમયે કપડાં નો ઉપયોગ કરતી મહિલા ઓ ચેતી જાય, 27 વર્ષ ની મહિલા એ ગુમાવ્યો આ કારણે જીવ વાંચો.

છેલ્લા કેટલાક સમયથી દેશમાં માસિક સમયે મહિલાઓના સ્વાસ્થ્ય અને હાઈજીન અંગે જાગૃતિ લાવવાના કાર્યક્રમો જોરશોરથી ચાલી રહ્યા છે.સરકારી કાર્યક્રમો ઉપરાંત એનજીઓ અને સોશિયલ મીડિયા પર પણ આ મુદ્દા પર પ્રકાશ પાડવામાં આવ્યો છે. માસિક સમયે કપડાનો ઉપયોગ કરવાથી થતી સમસ્યાઓ વિશે પેડમેન ફિલ્મમાં પણ પ્રકાશ પાડવામાં આવ્યો છે. તેમ છતાં દેશના કેટલાક શહેરોમાં એવી મહિલાઓ છે જે પોતાના જીવને માસિક સમયે જોખમમાં મુકે છે.

Advertisement

માસિક સમયે કપડાનો ઉપયોગ કરવાના કારણે શું થઈ શકે તેના પર પ્રકાશ પાડતી ઘટના તાજેતરમાં જ બની હતી. અહમદનગર જિલ્લામાં રહેતી 28 વર્ષીય મહિલાને પૂણેના એક હોસ્પિટલમાં ગંભીર સ્થિતીમાં ખસેડવામાં આવી હતી. મહિલાને પેટમાં દુખાવો અને લો બીપી તેમજ તાવ હતા. મહિલાની તપાસ કરતાં જાણવા મળ્યું કે તેને આ બીમારી માસિક સમયે એક જ કપડાનો ઉપયોગ કરવાના કારણે થઈ છે.

કપડાના બેક્ટેરિયાના કારણે તેને ટોક્જિક શોક સિંડ્રોમ થઈ ગયું હતું. ડોક્ટરોના જણાવ્યાનુસાર મહિલાને પહેલા સેપ્સિસ થયું અને તેના કારણે 106 ડીગ્રી તાવ આવવાથી તે શોકમાં હતી. બીપી એટલું લો થઈ ગયું હતું કે તેના શરીરના અવયવો એક પછી એક ખરાબ થવા લાગ્યા અને તેનું મોત થઈ ગયું.નેશનલ ફેમિલી હેલ્થ સર્વેની એક રીપોર્ટ અનુસાર દેશમાં માત્ર 48.5 ટકા ગ્રામીણ અને 77.5 ટકા શહેરી મહિલાઓ સેનિટરી નેપકિનનો ઉપયોગ કરે છે.

આ સિવાય દેશમાં હાલ પણ મહિલાઓ માસિક સમયે કપડાનો ઉપયોગ કરે છે. આ સર્વેમાં એ વાત પણ જણાવાઈ છે કે 24 ટકા કન્યાઓ માસિક સમયે શાળાએ જવાનું પણ ટાળે છે.

આ મામલે નિષ્ણાંતોનું જણાવવું છે કે સામાન્ય રીતે મહિલાઓ એકને એક કપડાને માસિક સમયે વારંવાર ઉપયોગમાં લેતી હોય છે. આવી રીતે કપડાનો ઉપયોગ કરવાથી શરીરમાં ઈન્ફેકશન થઈ જાય છે. આ પ્રકારના ઈન્ફેકશન જીવલેણ પણ સાબિત થઈ શકે છે.

Advertisement