નવરાત્રીમાં ભુલથી પણ ના કરો આ 10 કામ,સાથે ન પહેરશો આટલી વસ્તુઓ.

આજથી નવરાત્રિની શુભ શરૂઆત થઈ રહી છે. અને પહેલા દિવસે જ નવરાત્રિના કળશની સ્થાપના પણ કરવામાં આવે છે. નવરાત્રિમાં 9 દિવસ સુધી માતા દુર્ગાની પૂજા- અર્ચના કરવામાં આવે છે અને લોકો આ 9 દિવસ ઉપવાસ પણ રાખે છે. નવરાત્રિમાં 9 દિવસ માતાના અલગ અલગ રૂપની પૂજા કરવામાં આવે છે.

Advertisement

નવરાત્રીને હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે તેવામાં શહેર પોલીસે પણ પોતાનો એક્શન પ્લાન ઘડી કાઢ્યો છે. ખેલૈયાઓને કોઈ તકલીફ નાં પડે તે પ્રકારેની તૈયારીઓ પોલીસ વિભાગે કરી છે. આ સાથે જ કાયદાનું માન જળવાય અને ટ્રાફિકના નિયમોનું પાલન થાય તે મુજબની કાર્યવાહી પણ પોલીસ વિભાગ દ્વારા કરવામાં આવશે.

પરંતુ આ સિવાય નવરાત્રીમાં ભૂલથી પણ ના કરો આ 10 કામ,સાથે ન પહેરશો આટલી વસ્તુઓ નહીં તો આવી શકે છે તમારા જીવનમાં મુશ્કેલીઓ.તો ચાલો જાણીએ નવરાત્રી દરિમયાન કયા 10 કામ ન કરવા જોઈએ..માંસાહારી ભોજન ન લેશો. તેમજ લસણ, ડુંગળી અને દારૂના સેવનથી બચવું જોઈએ.નહીતો તમારા જીવનમાં આવી શકે છે ગંભીર પરિસ્થિતિ.

વ્રત રાખનારોઓએ ચામડીથી બનેલી વસ્તુઓ જેવી કે બેલ્ટ, પર્સ, બેગ, ચપ્પલ-જૂતાનો ઉપયોગ ન કરવો જોઈએ.આ ઉપરાંત કોઈ ખોટું કર્મ પણ ના કરવું જોઈએ.નવરાત્રીના વ્રતમાં અનાજ અને મીઠું ન ખાવું જોઈએ, પરંતુ સેંધાનમક ખાઈ શકો છો.જો તમે આમ કરશો તો માતાજી થશે તમારા પર પ્રસન્ન.

માં દુર્ગાની પૂજા બાદ આરતી જરૂર કરો. આપને જણાવી દઈએ કે પૂજા દરમિયાન કોઈ કમી કે ભૂલ થઈ ગઈ હોય તો આરતી કરવાથી તે પૂર્ણ થઈ જાય છે.અને તમને પાપા માંથી પણ મુક્તિ મળી જશે.ઉપરાંત તમે પૂજામાં અગરબત્તીની જગ્યાએ ધૂર કરો. અગરબત્તી કેમિકલથી બનાવવામાં આવે છે, તેની સ્વાસ્થ્ય પર ખરાબ અસર થાય છે.આથી તમે પૂજા કરતી વખતે અગરબત્તી ના કરો.દેવી માં ની જૂની કે ખંડિત મૂર્તિનો પ્રયોગ બિલકુલ ન કરવો.નહીતો દેવી તમારા પણ ગુસ્સે થશે.વ્રત કરનારોઓએ દિવસે ન સૂવું જોઈએ.નહીતો માતાજી તમારાથી નારાજ થઈ જશે.માન્યતા છે કે વ્રત રાખનારાઓ 9 દિવસ નખ, વાળ અને દાઢી ન કાપવી જોઈએ.

વ્રતમાં માં દુર્ગાની આરાધના સમયે પૂજા અને આરતી એક વખતમાં જ સંપૂર્ણ કરવી જોઈએ. તેને અલગ અલગ ન કરશો.વ્રત રાખનારાઓએ સાફ વસ્ત્ર ધારણ કરવા જોઈએ અને દરરોજ સ્નાન કરવું જોઈએ.આ ઉપર બતાવેલ સમગ્ર બાબતો નું તમારે નવરાત્રી દરમીયા તમારે ધ્યાન રાખવું જોઈએ,અને ભુથી પણ આ કામ ન કરવા જોઈએ.

Advertisement