આ બે મજબૂરીના લીધે ભગવાન શ્રીકૃષ્ણ બન્યા હતા કિન્નર,100 ટકા તમે નહીં જ જાણતા હોવ..

ભગવાન શ્રીકૃષ્ણ ની અનેક કહાનીઓ આપણે સાંભળી હશે અને જોઈ પણ હશે.ભગવાન કૃષ્ણ તેમના અનેક કર્યો વિશે જાણીતા છે.ભગવાન શ્રીકૃષ્ણ ની લીલાઓ અપરંપાર છે. કોઇપણ એની લીલા સાંભળીને મંત્ર-મુગ્ધ થઇ જાય છે.અને ભગવાન શ્રીકૃષ્ણ ની લીલા સાંભળીને અપરંપાર થઈ જાય છે.શ્રીકૃષ્ણ ની લીલાથી કોઈએ હસવાનું સીખ્યું તો કોઈએ પ્રેમ કરવાનું શીખ્યું.આમ ભગવાન શ્રીકૃષ્ણ અનેક કહેવતો માટે જાણીતા છે.સંસારમાં આવતું છળ, કપટ અને પ્રપંચ ને હરાવા માટે તેમેણે ઘણી બધી લીલાઓ કરી હતી.

Advertisement

અને આવી અનેક લીલાઓ કરી ને છળ, કપડ ને હરાવ્યા હતા.એવી જ એક લીલા બધાની વચ્ચે ખુબજ પ્રખ્યાત છે.અને આ લીલા ખુબજ પ્રસિદ્ધ પણ છે.એટલા માટે અમે તમને એવી લીલા વિષે બતાવા જઈએ છીએ કે જેમાં ભગવાન શ્રીકૃષ્ણ બે વખત કિન્નર નું રૂપ ધારણ કર્યું હતું.અને છળ,કપટ,અને પ્રચંડ ને હરાવ્યા હતા.જાણો વિગતે.

ભગવાન શ્રીકૃષ્ણ એ સંસારમાં અનેક રુપ ધારણ કર્યા હતા અને રાક્ષસો ને હરાવ્યા હતા.તેવીજ એક લીલા બીજી પણ છે.જે ભગવાન શ્રીકૃષ્ણ તેના જીવનમાં બે વાર કિન્નર બન્યા હતા. એક વાર એ પ્રેમ ની મજબુરીના લીધે કિન્નર બન્યા હતા અને બીજીવાર એ ધર્મ ની રક્ષા માટે કિન્નર બન્યા હતા.આમ તે બે વખત કિન્નર બન્યા હતા.એક એવી કહાની છે કે એક વાર રાધાજી રિસાય ગયા અને ખુબજ માન ખાતા હતા.અને તેમનું કંઈ પણ માનવ માટે તૈયાર ન હતા.

રાધાજી ની બેનપણીઓ એ તેને મનાવવાનો ખુબજ પ્રયાસ કર્યા પણ રાધાજી માનતા જ ન હતા.અને ભગવાન શ્રીકૃષ્ણ એ પણ અનેક પ્રયાસો કર્યા હતા.પરંતુ રાધા કોઈ ની પણ વાત માનવ તૈયાર ન હતા.ભગવાન શ્રીકૃષ્ણ તેમને મળવા માંગતા હતા પણ તેનું મિલન થતું ન હતું. આવામાં રાધાજી ની બેનપણીઓ ની સલાહથી ભગવાન શ્રીકૃષ્ણ એ કિન્નર નું રૂપ લીધું અને તેનું નામ શ્યામરી રાખ્યું.આમ ભગવાન શ્રીકૃષ્ણ પ્રેમ માટે એક વાર કિન્નર બન્યા હતા.શ્યામરી નું રૂપ ધારણ કરી શ્રીકૃષ્ણ વીણા વગાડતા વગાડતા રાધાજી ના ઘરની નજીક આવ્યા તો રાધાજી વીણા ના સ્વર માં મંત્ર-મુગ્ધ થઈને ઘરની બહાર આવી ગયા.

શ્યામરી સખીનું અદભુત રૂપ રાધાજી જોઈજ રહ્યા. રાધાએ શ્યામરી સખીને તેના ગળાનો હર આપવાનું વિચાર્યું પણ શ્યામ્રીનું રૂપ ધારણ કરેલ ભગવાન શ્રીકૃષ્ણ એ કહ્યું કે જો દેવું જ હોય તો તેના મનરૂપી રત્ન દઈ દો આ હાર નથી જોઈતો.રાધા તરત સમજી ગઈ કે આ શ્યામરી નથી પણ શ્યામ છે.આમ રાધા ને ખબર પડી ગઈ હતી કે ભગવાન શ્રીકૃષ્ણ જ આ કિન્નર નો અવતાર લઈ ને આવ્યા છે.

આ ઉપરાંત ભગવાન શ્રીકૃષ્ણ એ બીજી વાર પણ કિન્નર નું રૂપ ધારણ કર્યું હતું.એ મહાભારત ના યુદ્ધ વખતે પાંડવો ની જીત માટે રણચંડી ને પ્રસન્ન કરવાની હતી જેના માટે રાજકુમારની બલી દેવાની હતી.આ દરમિયાન ભગવાન કૃષ્ણ તૈયાર ન હતા.આ વખતે અર્જુન નો પુત્ર ઇરાવન એ કહ્યું કે તે તેનું બલીદાન આપશે પણ ઇરાવન એ એક શર્ત મૂકી. તેની શર્ત એહતી કે તે એક દિવસ માટે લગ્ન કરવા માંગે છે.અને લગ્ન કર્યા પછી જ બલી ચડાવવા દઈશ,હવે એક રાત માટે કોઇપણ કન્યા વિવાહ માટે તૈયાર ન થાય.

એટલા માટે ભગવાન શ્રીકૃષ્ણ એ પાંડવો ને વિજયી બનવા માટે કિન્નર નું રૂપ ધારણ કર્યું હતું.આમ ભગવાન શ્રીકૃષ્ણ એ પાંડવો ને વિજય બનાવવા પણ કિન્નર નું રૂપ ધારણ કર્યું હતું. આ પછી કિન્નર નું રૂપ ધારણ કર્યા પછી ભગવાન શ્રીકૃષ્ણ એ ઈરાવન સાથે લગ્ન કર્યા.અને પછીના દિવસે તેની બલી દઈ દીધી.એટલા માટે આજે પણ દર વર્ષે તમિલનાડુ ના કોથાદવર મંદિરમાં આ પરંપરા ને કિન્નર લોકો નિભાવે છે. કિન્નર તેના દેવતા ઇરાવનની સાથે લગ્ન કરે છે અને પછીના દિવસે વિધવા બને છે.આમ વર્ષો થી આ પરંપરા ચાલતી આવે છે.

Advertisement