અજીબ શોખ! આ ગર્લે બેડરૂમમાં લગાવ્યા છે વપરાયેલા 2000 કૉન્ડોમ

વિશ્વભરમાં લોકોને અજીબોગરીબ શોખ હોય છે, કોઈને જૂના સિક્કા તો કોઈને જૂનાં હથિયારો એકઠાં કરવાનો શોખ હોય, કોઈને કુતરાઓના પટ્ટા તો કોઈને કપડાંનું કલેક્શન કરવાનો શોખ હોય છે. પરંતુ આજે અમે એક એવી ગર્લની વાત કરવા જઈ રહ્યા છીએ જેને વાપરેલાં કૉન્ડોમ્સનું કલેક્શન કરવાનો શોખ છે. પોતાના આવા અજીબોગરીબ શોખને કારણે આ યુવતી સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની હતી.

Advertisement

કૉન્ડોમનું કલેક્શન.

સેફ સેક્સ માટે કૉન્ડોમ બહુ જરૂરી હોય છે, ત્યારે નોર્વેની ૨૭ વર્ષની યુવતીને વાપરેલા કૉન્ડોમનું કલેક્શન કરવાનો અજીબોગરીબ શોખ છે. એટલું જ નહીં, આ યુવતીએ એકઠાં કરેલાં 2000 કૉન્ડોમની પ્રદર્શની પણ ગોઠવી છે. સૌકોઈ જોઈ શકે તે માટે યુવતીએ પોતાના બેડરૂમની દિવાલ પર વાપરેલ 2000 કૉન્ડોમ લગાવ્યા છે.

આવી રીતે જાગ્યો શોખ.

તોન્જે નામની આ યુવતીને કૉન્ડોમ કલેક્ટ કરવાનો શોખ ૨૦૧૦ થી જાગ્યો હતો, બૉયફ્રેન્ડ સાથે સેક્સ કર્યા બાદ કૉન્ડોમની સ્મેલના કારણે યુવતીએ તેના બૉયફ્રેન્ડને કૉન્ડોમ ત્યાં જ છોડી જવા કહ્યું હતું. ગર્લે હદ તો ત્યારે વટાવી જ્યારે તેણે પોતાના ડ્રન્ક મિત્રોને પણ સેક્સ કર્યા બાદ કૉન્ડોમ છોડીને જ જવા કહ્યું હતું, આ ઘટના બાદ તેના બૉયફ્રેન્ડે તેની સાથે બ્રેકઅપ કરી નાખ્યું હતું.

75 ડૉલર સુધીની કિંમત ચૂકવી.

આ તો માત્ર શરૂઆત જ હતી. વાપરેલા કૉન્ડોમ મેળવવા માટે તોન્જેને 75 ડૉલર સુધીની કિંમત પણ ચૂકવવી પડી હતી. ગર્લના બેડરૂમની દિવાલ પર કેટલાંક એવાં કૉન્ડોમ પણ છે જેની સાથે કૉન્ડોમ ડૉનરનો ફોટો પણ લગાવેલો હોય.

પિતા અને મિત્રો પાસેથી માંગી મદદ.

યુવતી પોતાનો આ અજીબ શોખ અહીં જ અટકાવવા નથી માંગતી, તે 10 હજારથી પણ વધુ વાપરેલા કૉન્ડોમનું કલેક્શન કરવા માંગે છે. જેના માટે તેણીએ પોતાના પિતા પાસેથી પણ મદદ માંગી છે, જેમણે પોતાના મિત્રોને વાપરેલા કૉન્ડોમ પોતાની દીકરીને આપવા કહ્યું છે.

Advertisement