આર્થિક તંગીમાં અધવચ્ચે જ છોડ્યો અભ્યાસ પછી ગેરેજમાં શરૂ કરી કંપની, આજે દુનિયામાં વાગે છે ડંકો

સ્ટીવ જોબ્સનું નામ તો મોટે ભાગે વ્યક્તિઓ સભળ્યુજ હસે,ટેકનોલોજી ની દુનિયામાં સૌથી મોટી સફળતા હજાર કરી હતી. અત્યારની જનરેશન માં 99 ટકા લોકો મોબાઈલ નો ઉપયોગ કરતા હોય છે.અને તે પણ ખબર હસે કે મોબાઈલ દુનિયામાં જો સૌથી મહેગો મોબાઈલ હોય તો તે છે એપ્પલ  સ્ટીવ જોબ્સ એપ્પલ કંપનીના માલિક છે.તો આવો જાણીએ કે સ્ટીવ જોબ્સ આ મુકામ ની સફળતા મેળવવા માટે જીવનમાં કયા કયા સંગ્રહ કર્યા છે.તેના વિશે વિસ્તૃત માહિતી સમજીએ.

Advertisement

તમે દરેક દિવસ એ વિચારીને જીવો કે એ છેલ્લો દિવસ છે આ એવી લાઇન છે જેને એપ્પલ કંપનીના કો-ફાઉન્ડર સ્ટીવ જોબ્સનું જીવન બદલી નાખ્યું હતું. સ્ટીવ જોબ્સનું જીવન એક એવી બોલિવૂડ ફિલ્મ જેવું છે જે તમને જીવનમાં સફળતા મેળવવા પ્રેરિત કરે છે. સ્ટીવ જોબ્સનો જન્મ 24 ફેબ્રુઆરી 1955માં કેલિફોર્નિયાના સેન ફ્રાંસિસ્કોમાં થયું હતું. કોલેજ ડ્રોપ આઉટ થતા સ્ટીવ જોબ્સ. 12 જૂન 2005ના રોજ સ્ટીવ જોબ્સે સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના એક પ્રોગ્રામમાં પોતાના જીવનનું સૌથી લોકપ્રિય ભાષણ Stay Hunger Stay Foolish  આપ્યું હતું.જેના પછી આખી દુનિયા સામે તેમના જીવનની કહાની રજૂ થઈ હતી. રિપોર્ટ મુજબ સ્ટીવના જન્મ સમયે તેમની માતા કોલેજમાં ભણતા હતા અને અવિવાહિત હતા તેથી તેમને સ્ટીવને દત્તક આપવાનો નિર્ણય કર્યો. સ્ટીવને દત્તક લેનારા માતા-પિતાએ 17 વર્ષની ઉંમરમાં તેમને કોલેજ મોકલ્યા પરંતુ સ્ટીવને લાગ્યું કે તેમના માતા-પિતાની બધી મૂડી તેમના અભ્યાસ પર ખર્ચ થઈ રહી છે.તેથી સ્ટીવે કોલેજ જવાનું બંધ કર્યું હતું.20 વર્ષની ઉંમરમાં દોસ્ત સાથે કરી એપ્પલ કંપનીની શરૂઆત. સ્ટીવે 20 વર્ષની ઉમરમાં તેમના એક મિત્ર Woz સાથે મળીને એક ગેરેજમાં એપ્પલ કંપનની શરૂઆત કરી હતી. માત્ર 10 વર્ષોમાં સ્ટીવની આ કંપનીએ અનેક સિદ્ધિઓ મેળવી. એક ગેરેજમાં બે લોકો દ્વારા શરૂ થયેલ આ કંપની 2 બિલિયન લોકો સુધી પહોંચી અને આ કંપનીમાં 4000 કર્મચારી કામ કરવા લાગ્યા પરંતુ એક એવો સમય પણ આવ્યો જ્યારે સ્ટીવ જોબ્સનું વિઝન ફેલ થયું હતું અને 30 વર્ષની ઉંમરમાં તેમને તેમની જ કંપનીમાંથી કાઢવામાં આવ્યા હતા.કેન્સરથી લડી રહ્યા હતા સ્ટીવ. સ્ટીવ જોબ્સને એક ડોક્ટરે જણાવ્યું કે તેમને કેન્સર છે અને અમુક દિવસોમાં તેઓ દુનિયા છોડી દેશે. પરંતુ આ સાંભળીને પણ સ્ટીવએ હિમ્મત હારી નહીં અને તમને એવી રીતે કામ કરવાનું શરૂ કર્યું કે આગામી દિવસ તેમનો છેલ્લો દિવસ છે. કેન્સરથી પીડિત જોબ્સનું મૃત્યુ 5 ઓક્ટોબર 2011માં થઈ હતી.સ્ટીવ જોબ્સનું પ્રેરણાદાયી જીવન. સ્ટીવ જોબ્સ કોઈ હાયર એજ્યુકેશન અથવા મોટી ડિગ્રી નહોતા ધરાવતા પરંતુ તેમના અંદરની પ્રતિભા અને દિલની અવાજથી તેમને દુનિયામાં મોટી સફળતા મેળવી.સ્ટીવ અંત સુધી અસફળતા વિશે વચારતા નહોતા. જો અસફળ થતા તો પણ તેને એક અનુભવ સમજીને ફરી પ્રયાસ કરતા હતા.ખરાબથી ખરાબ સમયમાં પણ સ્ટીવ જિંદાદિલી સાથે જીવતા હતા અને આગામી દિવસ તમારો છેલ્લો દિવસ છે એવું વિચારીને જીવનના આજને ખુલ્લા દિલથી જીવતા હતા. સ્ટીવે તેમના જીવનથી દર્શાવ્યું છે કે કોઈ પણ જગ્યા અથવા કામ નાનું હોતું નથી. માત્ર હિમ્મત સાથે સકારાત્મક રહીને કામ કરવાની જરૂર છે. તમારું ભૂતકાળ શું છે તેનાથી કોઈ ફર્ક પડતો નથી પરંતુ તમે ભવિષ્યમાં શું બનવાની કોશિશ કરી રહ્યા છો તમારી સફળતા એમાં છુંપાયેલ હોય છે.

Advertisement