આટલું વાંચ્યા પછી તમે ક્યારે પણ ફાટેલું કે બગડેલું દૂધ ફેંકવાની ભૂલ નહીં કરો..

દૂધ એ લોકોના જીવન પ્રાથમિક જરૂરિયા ની વાસ્તુ છે.દરેક ઘરમાં સવાર થાય એટલે સામાન્ય રીતે દૂધનો ઉપાયો થાય છે.ભારતીય સંસ્કૃતિ પ્રમાણે સવારમાં દરેક વ્યક્તિ ચા પીવે છે.કે પછી દૂધ અને હળદર મિક્સ કરીને પીવે છે.જે તમારી સ્વાથ્ય ને સારું બનાવે છે.પણ જો દૂધ બગડી જાય તો સામાન્ય રીતે લોકો ફેંકી દે છે.

Advertisement

પણ શું તમને ખબર છે.કે બગડેલા દૂધ કેટલું ઉપયોગી છે.નહિ તો,આવો અમે આ લેખમાં સમજાવીએ કે બગડેલું દૂધ કેટલું ઉપયોગી છે. વાતાવરણમાં એટલા બધા બેક્ટેરિયા છે કે ઘણી વાર ખાદ્યપદાર્થો બગડી જાય છે. દૂધ એવો જ એક ખાદ્ય પદાર્થ છે જે  બેક્ટેરિયાને કારણે જલ્દી બગડી જાય છે. બીજા શાક કે ફ્રૂટ બગડી જાય તો તમારે ફેંકી જ દેવા પડે છે પરંતુ દૂધમાં એવું નથી. તમે બગડી દયેલા દૂધનો પણ ફ્રેશ દૂધ જેટલો જ સરસ ઉપયોગ કરી શકો છો.

સલાડ ડ્રેસિંગ.

ક્રીમના બદલે તમે બગડી ગયેલા દૂધથી પણ સલાડ ડ્રેસિંગ કરી શકો છો. પરંતુ આ દૂધ પેશ્ચરાઈઝ્ડ ન હોવું જોઈએ. અને બગડી ગયેલા દૂધને તમે જો સલાટ રૂપે સેવન કરો તો તમારા સ્વસ્થ્ય માટે ખૂબજ લાભદાક સાબિત થાય છે.અને તેનાથી તમારી પાચનશક્તિ સુધારો આવે છે.અને તમે પેટની કબજિયાતથી બચી સકો છો.

ગાર્ડનિંગ.

તમે આ દૂધ તમારા છોડમાં નાંખી શકો છો. તેનાથી છોડને કેલ્શિયમ મળશે અને તે ઝડપથી વધવા માંડશે. દૂધમાં થોડુ પાણી ઉમેરો અને તેને કૂંડામાં નાંખો.તેને નાખવાથી છોડ ની વિકાસ સારો થાય છે.અને ભવિષ્યમાં જો તમે આ છોડ પર બેઠેલા ફડનું સેવન કરવામાં આવે તો તમારા સ્વાથ્ય માટે ખૂબ ફાયદો થાય છે.

ચીઝ.

ઘણા ઓછા લોકોને જાણ હશે કે ચીઝને દૂધ ફાડીને જ બનાવવામાં આવે છે. તમે બગડેલા દૂધમાંથી ચીઝ બનાવી શકો છો. તમારે બજારમાંથી ચીઝ ખરીદવાની જરૂર નહિ પડે. અને તમે ઘરે બેઠા ચીઝ બનાવી શકો છો.બગડેલા દૂધ નો સદ ઉપયોગ કરી શકો છો.જો કોઈ વ્યક્તિને શરીરમાં ચરબીની કમી હોય તો ,તેના માટે ચીઝ નું સેવન કરી ખૂબજ લાભ દાયક છે.

બેકિંગ.

ઘણા ડેઝર્ટ્સ જેવા કે પેનકેક, કેક, વેફલમાં ફાટેલા દૂધની જરૂર પડે છે. તેનો ટેસ્ટ ખાટો હોય છે. આથી તમે તેનામાંથી ટેસ્ટી ડેઝર્ટ બનાવી શકો છો. એક વખત બેક થયા બાદ તેની ખટાશ ઊડી જાય છે. તમને ખબર પણ નહિ પડે કે તમે ફાટેલુ દૂધ વાપર્યું છે.

પેટ ફૂડ.

આપણને ભલે બગડી ગયેલા દૂધનો ટેસ્ટ ન ભાવે પરંતુ આપણા પેટ માટે આ વાત સાચી નથી. તમે ઘરે કોઈ પ્રાણી પાળ્યા હોય તો તેને આ દૂધ આપી શકો છો. તેનાથી તેમને એક્સ્ટ્રા પ્રોટીન અને કેલ્શિયમ મળશે.

ફેસ માસ્ક.

તમે ફેસ માસ્ક બનાવી શકો છો. આ દૂધ સ્કિન માટે ખૂબ સારુ છે. તમારા ચહેરા પર આ દૂધ લગાવી દો. તેમાં રહેલા લેક્ટિક એસિડને કારણે તમારી સ્કિન સોફ્ટ અને સ્મૂધ થઈ જશે.

Advertisement