ચમત્કારી છે આ માતાજીનું મંદિર,નવરાત્રીમાં તેલ વગર દીવો અખંડ રહે છે,વાંચો..

ભારતમાં એવાં ઘણાં ચમત્કારી મંદિર છે, જેમાં કોઈ ને કોઈ રહસ્ય હોવાનું મનાય છે. આ રહસ્યો અને ચમત્કારોને જોઈ લોકોમાં દેવી-દેવતાઓ પ્રત્યે વિશ્વાસ વધુ મજબૂત બની જાય છે.આપણે સૌ જાણતા હશે કે કેટલાક એવા મંદિરો છે જે વર્ષો થી પ્રસિદ્ધ હોય છે.અને અહીં પણ એક એવું મંદિર છે જે નવરાત્રી દરમિયાન માતાજીનો દીવો અખંડ રહે છે.આપણે સૌ જાણીએ છીએ કે નવરાત્રીની શરૂઆત થઈ ગઈ છે.અને લોકો ધૂમધમથી નવરાત્રી ની ઉજવણી કરી રહ્યા છે.ઘણા લોકો માતાજીને પ્રસન્ન કરવા માટે અનેક ઉપાયો કરે છે.તો કેટલાક લોકો માતાનજીને પ્રસન્ન કરવા ઉપવાસ કરે છે.પરંતુ એક આવું મંદિર છે જ્યાં નવરાત્રીમાં તેલ વગર અહીં માતાજીનો દીવો અખંડ રહે છે.

Advertisement

ચમત્કારી મંદિર.

આપણે સૌ જાણીએ છીએ કે આપણા ભારતમાં ધર્મ બે સૌથી વધુ મહત્વ આપવામાં આવે છે ભારતમાં એવાં ઘણાં ચમત્કારી મંદિર છે,જેમાં કોઈ ને કોઈ રહસ્ય હોવાનું મનાય છે. આ રહસ્યો અને ચમત્કારોને જોઈ લોકોમાં દેવી-દેવતાઓ પ્રત્યે વિશ્વાસ વધુ મજબૂત બની જાય છે.અને લોકો દેવી-દેવતા પર ખુબજ વિશ્વાસ કરે છે.આવાં મંદિરોમાં ભક્તોની ભીડ ઊમટતી રહે છે.અહીં અમે તમને એક એવા મંદિર વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જ્યાં થતો એક ચમત્કાર આજે પણ લોકો માટે એક રહસ્ય છે.તમે પણ વિચારમાં પડી જશો જાણો વિગતે.

નિરાઈ માતાનું મંદિર.

આજે અમે જે મંદિરના રહસ્ય વીષે વાત કરવાના છે તે છત્તીસગઢ માં આવેલું છે.અમે વાત કરી રહ્યા છીએ છત્તીસગઢના નિરાઈ માતાના મંદિરની, જે અહીં થનારી અવિશ્વસનીય ચમત્કારિક ઘટના માટે પ્રસિદ્ધ છે.અને તમને જણાવી દઈએ કે આ મંદિર વર્ષો થી પ્રસિદ્ધ છે.તમને જાણીને આશ્ચર્ય થશે કે, નવરાત્રી દરમિયાન માતાજીના આ મંદિરમાં એક જ્યોત પ્રજ્જવલિત થાય છે અને નવરાત્રી દરમિયાન તેલ વિના તે અખંડ રહે છે. આ દીવાનું તેલ વિના પ્રજ્જવલિત રહેવું તે એક રહસ્ય છે.અને અહીં લાખો ની સંખ્યા માં ભક્તો દર્શન કરવા માટે આવે છે.અને આ મંદિરમાં ભક્તો ની ખુબજ ભીડ હોય છે.

ચમત્કારી જ્યોત.

છત્તીસગઢ ના આ મંદિર નું રહસ્ય ખુબજ વિચાર્જનક છે.આ મંદિરમાં નવરાત્રી દરમિયાન માતાજીનો દીવો તેલ વગર અખંડ રહે છે,આ ચમત્કારી જ્યોતને કારણે નિરાઈ માતા મંદિર પ્રત્યે લોકોનો વિશ્વાસ વધુ મજબૂત બન્યો છે. આ પહાડ પર માતા નિરાઈની ન તો કોઈ પ્રતિમા છે અને ન તો કોઈ મંદિરનો વ્યવસ્થિત ઢાંચો, તેમ છતાં લોકો ખૂબ જ શ્રદ્ધા અને વિશ્વાસથી આ સ્થળને પૂજે છે. પહાડ પર પોતાની મનોકામનાની પૂર્તિ માટે લોકો જ્યોત પ્રગટાવે છે અને દર વર્ષે અહીં દર્શન કરવા હજારો લોકો અહીં આવે છે.અને માતા ના દર્શન કરી ને ધન્ય થાય છે.

પાંચ કલાક માટે ખૂલે છે પટ.

આ મંદિર વર્ષો થી પ્રસિદ્ધ છે.નિરાઈ માતાનું આ મંદિર છત્તીસગઢના ગરિયાબંદ જિલ્લા મુખ્યાલયથી 12 કિલોમીટર અંતરે એક પહાડ પર છે. આ મંદિરમાં માતાજીનાં દર્શન કરવા સરળ નથી, કારણ કે મંદિરના પટ વર્ષમાં માત્ર એક દિવસ જ ખૂલે છે. નવરાત્રીના પહેલા દિવસે સવારે ચાર વાગ્યાથી સવારે નવ વાગ્યા સુધી એટલે કે પાંચ કલાક માટે આ પટ ખૂલ્લા રહે છે.અને આ પાંચ કલાક દરમિયાન મંદિર માં લાખો ભક્તો દર્શન કરવા માટે આવે છે.

પૂજા.

આ મંદિર બીજા મંદિરો કરતા ખૂબ જ અલગ છે.અહીં પૂજા કરવાની વિધિ પણ અન્ય મંદિરોથી અલગ છે. અન્ય મંદિરોમાં માતાને સિંદૂર, શ્રૃંગાર, કુમકુમ કે ગુલાલ ચડાવવામાં આવે છે, પણ અહીં માત્ર નારિયેળ અને અગરબત્તી જ અર્પણ કરવામાં આવે છે. આ મંદિરમાં મહિલાઓના પ્રવેશ પર તો પ્રતિબંધ છે જ, પૂજાપાઠ પણ કરી શકાતો નથી. એટલું જ નહિ, મહિલાઓને અહીંનો પ્રસાદ ખાવાની પણ મનાઈ છે.આમ આ મંદિર ની આવી અનોખી પ્રથા પણ છે.

શ્રદ્ધાળુઓનો વિશ્વાસ.

નિરાઈ માતા ભક્તોને ભય અને દુઃખોથી દૂર રાખે છે. આથી અહીં દૂર દૂરથી લાખો શ્રદ્ધાળુઓ માતાનાં દર્શન માટે આવે છે. એવી પણ માન્યતા છે કે, માતા પાસે માગવામાં આવેલી મનોકામનાના બદલામાં તેમણે કશુંક અર્પણ કરવાનું હોય છે. આથી મનોકામના પૂર્ણ થયા બાદ હજારો શ્રદ્ધાળુઓ અહીં પશુની બલિ, ખાસ કરીને બકરાની બલિ ચઢાવવા આવે છે.અને આમ કરી ભક્તો પોતાની મનોકામનાઓ પુરી કરે છે.

દર્શનની માન્યતા.

સ્થાનિક ગ્રામીણોના અનુસાર, નિરાઈ માતાની ઊંચા પહાડ પર જાત્રાના એક સપ્તાહ પૂર્વે પ્રકાશ પૂંજ જ્યોતિ સમાન ચમકે છે. માન્યતા અનુસાર, નિરાઈ માતાનાં દર્શન માટે તમારું મન બિલકુલ પવિત્ર હોવું જોઈએ, નહિતર તે મધમાખીઓના કોપનો ભોગ બની શકે છે.

Advertisement