ચાણક્ય નીતિ આ નિયમો નું કરો પાલન,સુખ થી નીકળી જશે જીવન.

આચાર્ય ચાણક્યની નીતિઓને અપનાવી કોઈ પણ વ્યક્તિ બધું જ હાસિલ કરી શકે છે. ગુરુ આચાર્ય ચાણક્ય દ્વારા ઘણી આવી નીતિઓ કહેવામાં આવી છે જેનું પાલન કરવાથી વ્યક્તિ પૈસાથી લઈ ને એક ખુશહાલ જીવન મેળવી શકે છે. આચાર્ય ચાણક્ય પોતાની નીતિઓ માટે ઘણા પ્રસિદ્ધ છે અને તેમના દ્વારા કહેવામાં આવેલા નીતિઓનું પાલન કેટલાક લોકો દ્વારા કરવામાં પણ આવે છે. તો આવો જાણીએ ચાણક્ય દ્વારા કહેવામાં આવેલા થોડીક મહત્વપૂર્ણ નીતિઓ.ચાણક્ય નીતિ.

Advertisement

દાન કરો.

આચાર્ય ચાણક્યના અનુસાર જીવનમાં દાન કરવું સૌથી મોટું પુણ્ય હોય છે. ખાવાનું અને પાણીનું દાન કરવું સૌથી ઉત્તમ હોય છે. જે લોકો કોઈ ભૂખ્યા અથવા તરશ્યા વ્યક્તિ ને ખાવાનું અને પાણી પીવડાવે છે તે વ્યક્તિ ના બધા પાપ દૂર થઈ જાય છે. એટલા માટે જીવનમાં તમે દાન જરૂર કરો.

ફક્ત આ લોકો સાથે કરો મિત્રતા.

ચાણક્ય નીતિના અનુસાર મનુષ્ય ને ફક્ત એજ લોકો જોડે મિત્રતા કરવી જોઈએ જે લોકો તેનાથી વધારે જ્ઞાની છે. કારણ કે જ્ઞાની વ્યક્તિ જોડે મિત્રતા કરવાથી નવી વસ્તુઓ શીખવા મળે છે. જો કે આજ્ઞાની વ્યક્તિ સાથે મિત્રતા કરવાથી અપને પણ તેમની જેમ અજ્ઞાની બની જઈ એ છે. આ ઉપરાંત જે લોકો તમારી મદદ ખરાબ સમયમાં કરે એ લોકો સાથે કોઈ દિવસ ઝઘડો ના કરવો જોઈએ અને એવા લોકોને હંમેશા મિત્ર બનાવીને રાખવા જોઈએ.

આ હોય છે સાચા સંબંધીઓ.

ચાણક્ય નીતિ અનુસાર જે સંબંધીઓ દુઃખ અથવા ખરાબ સમયમાં તમારો સાથ આપે અને પરિવાર ના કોઈ સદસ્યની મૃત્યુ થાય તો દુઃખ વેચે એ જ સંબંધીઓ સાચા બંદુ હોય છે. આવા શુભ ચિતકો નો સાથ કોઈ દિવસ નહીં છોડવો જોઈએ.

ગૃહિણી નું ચરિત્ર.

ચાણક્ય નીતિના મુજબ એક પુરુષને ક્યારે પણ પોતાની પત્નીના ચરિત્ર વિશે કોઈ ને કસું નહીં કહેવું જોઈએ. જે પરણિત પુરુષ પોતાની પત્ની ના સુખ દુઃખ અને પત્ની ના ચરિત્ર વિશે બીજા લોકો ને કહે છે. તેમનું ગૃહસ્થ જીવન બરબાદ થઈ જાય છે.

જરૂર કરો ગાયત્રી મંત્ર નો જાપ.

આચાર્ય ચાણક્ય એ ગાયત્રી મંત્ર ને સૌથી મોટો મંત્ર કહ્યો છે. આચાર્ય ચાણક્ય અનુસાર આ મંત્ર દુનિયાનો સૌથી મંત્ર છે અને આ મંત્ર નો જાપ કરવાથી બધા દુઃખ દૂર થઈ જાય છે. એટલા માટે માનવ એ રોજ આ મંત્ર નો જાપ જરૂર કરવો જોઈએ.

ના માંગો લોકો પાસેથી વસ્તુઓ.

જે માનવ બીજા પાસે વસ્તુઓ અથવા પૈસા માંગે છે એ વ્યક્તિ ની કદર કોઈ પણ નથી કરતું. એટલા માટે માનવ એ પણ લોકો પાસે પૈસા અથવા કોઈ પણ વસ્તુ નહીં માંગવી જોઈએ. આવું કરવાથી તમારું સમ્માન ઓછું થઈ જાય છે.

ખરાબ સંગતથી બચો.

ચાણક્ય નીતિ ના અનુસાર જે લોકો ખરાબ સંગત વાળા લોકોની સાથે રહે છે એ લોકો જીવનમાં ફક્ત ખરાબ જ કામ કરે છે અને કોઈ દિવસ સારા વ્યક્તિ નથી બની શકતા. એટલા માટે તમે ખરાબ સંગતમાં ના પડો.

જૂઠું ના બોલો.

આચાર્ય ના અનુસાર જે લોકો વારંવાર જૂઠું બોલે છે એ લોકો પણ કોઈ પણ વિશ્વાસ નથી કરતા. અને એ જ્યારે સાચું બોલે છે તો એને પણ લોકો જૂઠું માને છે. એટલા માટે તમે જૂઠું બોલવાથી બચો. જૂઠું બોલવાથી તમારી જ છબી ખરાબ થાય છે.

ધ્યાન લગાવીને વાંચો.

ફક્ત તે લોકો ની પ્રસંશા કરવામાં આવે છે જો કે વિદ્વાન હોય છે. વિદ્યાર્થી જીવન સૌથી મહત્વપૂર્ણ સમય હોય છે અને આ સમયનો ઉપયોગ વ્યક્તિ એ સારી રીતે કરવું જોઈએ. એટલા માટે જીવનમાં સારી રીતે શિક્ષણ મેળવો અને મન લગાવીને અભ્યાસ કરો.

ગુસ્સે થવાથી બચો.આચાર્ય ચાણક્ય ના અનુસાર ગુસ્સો વ્યક્તિનું જીવન પુરી રીતે બરબાદ કરી નાખે છે અને ગુસ્સો વ્યક્તિનો સૌથી મોટો દુશ્મન હોય છે. ગુસ્સો આવે ત્યારે આપણે કેટલી વાર કંઈક એવું કરી દઈએ છે જેના કારણે આપણે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. એટલા માટે તમે તમારા જીવન માં કોઈ દિવસ ગુસ્સો ના કરો.

Advertisement