ધનતેરસના દિવસે ભૂલથી પણ ન ખરીદવી જોઈએ આ વસ્તુઓ જાણો

આપણે સૌ જાણીએ છીએ કે આજે ધનતેરસ છે. તો ઘણા લોકો ધનતેરસ ના દિવસે નવી નવી વસ્તુઓની ખરીદી કરે છે અને ધનતેરસ પર ખરીદી કરવી શુભ માનવામાં આવે છે. અને આ કરવાથી તમારી ધનમાં વૃદ્ધિ થાય છે અને ઘરમાં સમૃદ્ધિ આવે છે. આ વર્ષે 25 ઓક્ટોબરે ધનતેરસની ઉજવણી કરવામાં આવશે.

Advertisement

ધનતેરસ પર, ગૃહિણીઓ ઘણીવાર એવી વસ્તુ ખરીદવાનું વિચારે છે જેની તેમને જરૂર હોય અથવા તે વસ્તુ જે તેમના ઘરમાં પહેલેથી જ નથી અને તમારે આ શુભ પ્રસંગે પર આ વસ્તુની ખરીદી કરવી જોઈએ, પરંતુ કેટલીક વસ્તુઓ એવી છે જે ધનતેરસ ના દિવસે ખરીદવી અશુભ માનવામાં આવે છે. આજે અમે તમને જણાવી રહ્યા છીએ કે ધનતેરસ પર કઈ વસ્તુઓ ન ખરીદવી જોઈએ તો જાણો.

નકારાત્મક અસરો થાય છે. જ્યોતિષ અનુસાર ધનતેરસ ના દિવસે ભૂલથી પણ લોખંડની બનેલી વસ્તુઓ ન ખરીદો આ દિવસે લોખંડની બનેલી વસ્તુ ખરીદવું અશુભ માનવામાં આવે છે. આનાથી તમારા જીવન પર નકારાત્મક અસર પડે છે.

આનો સબંધ રાહુથી છે. ધનતેરસના દિવસે કાચ કે અથવા કાચથી બનેલી વસ્તુઓ ન ખરીદવી. અને કાચ રાહુ સાથે સંબંધિત છે અને રાહુ એક નીચું ગ્રહ માનવામાં આવે છે. અને તેથી, ધનતેરસના દિવસે ગ્રહોની નક્ષત્રોને યોગ્ય રાખવા માટે કાચથી સંબંધિત વસ્તુઓ ખરીદશો નહીં.

આ ધાતુના વાસણ પણ અશુભ છે.

ધનતેરસના શુભ દિવસે એલ્યુમિનિયમના વાસણો ખરીદવું અશુભ માનવામાં આવે છે અને તે રાહુ સાથે પણ સંબંધિત છે. એટલા માટે પૂજા દરમિયાન એલ્યુમિનિયમ ના વાસણનો ઉપયોગ કરવામાં આવતો નથી અને તેની સાથે એલ્યુમિનિયમના વાસણોમાં રસોઇ કરવી પણ સ્વાસ્થ્ય માટે ખૂબ નુકસાનકારક છે.

આવા રંગની વસ્તુઓ ન ખરીદો.

ધનતેરસના દિવસે કાળી રંગની કોઈ ચીજવસ્તુઓ ખરીદવી ન જોઈએ. કાળો રંગ દુર્ભાગ્યનું પ્રતીક માનવામાં આવે છે. તેથી, કાળા રંગથી બનેલી વસ્તુઓ શુભ દિવસે ખરીદી ન કરવી જોઈએ.

વાસણ ખાલી ન લાવો. ધનતેરસના દિવસે ગણા વ્યક્તિઓ વાસણ ખરીદતા હોય છે અને ધ્યાન રાખો કે જે વાસણ ખરીદીને ઘરે લાવો છો, તો તેને ખાલી ન લાવો અને ખરીદેલા વાસણમાં પાણી કે પછી અનાજ મૂકો અને પછી ઘરે લાવો.

ધનતેરસના દિવસે તેલ, ઘી, વગેરે તેલયુક્ત ચીજો ન ખરીદો અને તમારે તેને થોડા દિવસ અગાઉ ખરીદવું જોઈએ કારણ કે તમારે ધનતેરસના દિવસે દીવો પ્રગટાવવાના હોય છે.

Advertisement