ગુજરાતની આ જાણીતી સિંગરને મળી ગયો મુરતિયો, આ તારીખે કરશે સગાઈ,જાણો અત્યારે જ

પોતાના મધુર મનમોહક અવાજ થી સૌ કોઈ નું મન મોહનાર ઐશ્વર્યા મજમુદાર ને તો તમે જાણતાજ હશો આજે અમે તેઓ ના વિશે ખુબજ રસપ્રદ સમાચાર તમારા સમક્ષ લઇ ને આવ્યા છીએ તો ચાલો જાણીએ.ગુજરાતની જાણીતી સીંગર અને ડાંડિયા ક્વિન તરીકેમાત્ર ગુજરાત જ નહી પરંતુ વિશ્વભરમાં પ્રસિદ્ધ છે.

Advertisement

એવી ઐશ્વર્યા મજમુદારે પોતાનો વાલમ શોધી લીધો છે. ઐશ્વર્યાએ દુબઈના બિઝનેસમેન મુલ્કરાજ ગઢવીને પોતાના ‘વાલમ’ તરીકે પસંદ કરી લીધાં છે.જે દેખાવ માં ખુબજ સુંદર પણ છે. ઐશ્વર્યાએ આખરે પોતાના જીવનની એક સૌથી મહત્વપૂર્ણ અને આનંદની વાતનો ખુલાસો ઈન્સ્ટાગ્રામ અને ફેસબૂક પર કર્યો છે.

અને તેણે પોતાના ફિયોન્સ મુલ્કરાજ વિશે વાત પણ કરી છે.વધુ માં ઐશ્વર્યાએ જણાવ્યું કે મારાં જીવનની બધી જ સારી ઘટનાઓ સંગીતથી જોડાયેલી છે તેમ હું અને મુલ્કરાજ પણ સંગીતથી જોડાયેલાં છીએ. મુલ્કરાજ પોતે દુબઇના એક બિઝનેસમેન છે. જોકે તેને સંગીતમાં ખૂબ જ રસ છે.

તેણે પોતે તેનાં માતાપિતા માટે એક સોન્ગ લખ્યુ હતું અને તે એક સારા વોઇસની તલાશમાં હતાં. જ્યારે મળશે ત્યારે તે પોતે લખેલું સોન્ગ તેની પાસે ગવડાવશે.આ વચ્ચે તેમણે મારા યુટ્યુબ પર વીડિયો જોયાં.આ પહેલાં તે મારા વિશે કંઇ જ નહોતાં જાણતાં. પણ આ વીડિયો જોયાં બાદ અમારા મ્યુચ્યલ ફ્રેન્ડ્સ દ્વારા મુલ્કે મારો ફેસબૂક પર સંપર્ક કર્યો અને આ સોન્ગ વિશે વાત કરી. પછી અમારે મળવાનું થયું. અને જેમ તમે જાણો જ છે કે પ્રેમ જે થવાનો હોય તે સંજોગો ઉભા કરી જ દે છે તમને મળાવવાનાં.તો એક બાદ બીજુ સોન્ગ અને બીજા બાદ ચોથુ સોન્ગ મે ગાયું. અને ત્યારબાદ અમે બંને ને સરીરીતે ઓળખવા લાગ્યા.

ઐશ્વર્યા મજમુદાર આગામી નવેમ્બર માસમાં વિધિવત સગાઈથી મુલ્કરાજ ગઢવી સાથે જોડાશો. જોકે લગ્ન હાલમાં નહીં પરંતુ બે-ત્રણ વર્ષ બાદ કરશે તેમ માધ્યમો સાથેની વાતચીતમાં ઐશ્વર્યાએ જણાવ્યું હતું. ઐશ્વર્યાની સગાઈની ખબરથી તેમના મિત્રવર્ગ અને ચાહકવર્ગમાં આનંદની લાગણી જોવા મળી તેમ જ તેમના સોશિઅલ મીડિયા પર અભિનંદનોનો વરસાદ થઇ રહ્યો છે.તેમનો ચાહક વર્ગ ખુબજ ઉત્સાહ માં છે સાથે જ હોવી તેઓ સગાઈ ની રાહ જુવે છે.

Advertisement