હીરા ની અંદર થી હીરો મળ્યો,ઇતિહાસ માં પહેલી વાર બન્યું આવું, કુદરત ની અનોખી રચના જાણો વિગતે..

સુરતનું તો દરેક વ્યક્તિએ નામ સાંભળ્યું હસે,સુરત શહેર તેના ઉદ્યોગના લીધે વિશ્વભરમાં પ્રખ્યાત છે.સુરતમાં મુખ્ય  હીરા નો ખૂબજ મોટો ઉદ્યોગ છે. જેના કારણે તે ધનવાલ શહેરમાં ગણતરી થાય છે.

Advertisement

માત્ર સુરત શહેર હીરા માટે પ્રસિદ્ધ નથી, રશિયાના મોસ્કો શહેરમાં આવેલું સાઈબેરિયામાં એક હીરાની ખાણ આવેલી છે તે શહેર પણ ખૂબજ હીરા માટે પ્રખ્યત છે. ત્યાં એક ઘટના એવી બની કે  હીરાની અંદર હીરો  જોવા મળ્યો હતો.તો આવો જાણીએ લેખના માધ્યમથી વિસ્તૃત માહિતી.

મોસ્કો. સાઈબેરિયાની એક ખાણમાં હીરાની અંદર એક હીરો મળ્યો છે. ઈતિહાસમાં આ પ્રકારની પ્રથમ ઘટના છે. રશિયાની ખાણ કંપની અલરોસા પીજેએસસીએ શુક્રવારે આ જાણકારી આપી છે. અલરોસાએ એક નિવેદનમાં જણાવ્યું છે કે હીરો 80 કરોડ વર્ષથી વધારે જૂનો હોઈ શકે છે. આ રશિયાની પરંપરાગત ઢીંગલી મેટ્રીઓશકા જેવું છે. આ ઢીંગલીમાં પણ એક મોટી ઢીંગલીની અંદર એક નાની ઢીંગલી હોય છે.

મેટ્રીઓશકા હીરાનું વજન 0.62 કેરેટ છે જ્યારે તેની અંદરના પથ્થરનું વજન 0.02 કેરેટ છે. અલરોસાના રિસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ જિયોલોજિકલ એન્ટરપ્રાઈઝના ઓલેગ કોવલચૂકે કહ્યું છે કે જ્યાં સુધી અમે જાણીએ છીએ કે વૈશ્વિક હીરાના ખાણ કામના ઈતિહાસમાં હજી સુધી આ પ્રકારનો હીરો મળ્યો નથી. આ હકિકતમાં પ્રકૃતિની એક અનોખી રચના છે.

આ અનોખો હીરો સાઈબેરિયા ક્ષેત્ર યકુશિયાના ન્યુરબા ખાણમાંથી મળ્યો છે પરંતુ તેને યાકુત્સ્ક ડાયમંડ ટ્રેડ એન્ટરપ્રાઈઝને મળ્યો હતો જેણે આ અત્યંત કિમતી પથ્થરની પ્રકૃતિની શોધ કરી અને વિશ્લેષણ માટે રિસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ જિયોલોજિકલ એન્ટરપ્રાઈઝને આપ્યો હતો. વૈજ્ઞાનિકોએ તેનો એક્સ-રે માઈક્રોટોમોગ્રાફી સાથે સ્પેક્ટ્રોસ્કોપીની ઘણી અલગ-અલગ રીતોનો ઉપયોગ કરીને પથ્થરની તપાસ કરી હતી. અલરોસાના પ્રવક્તાએ કહ્યું છે કે કંપનીની યોજના મેટ્રીઓશકા હીરાને વધારે વિશ્લેષણ માટે અમેરિકાની જેમોલોજિકલ ઈન્સ્ટિટ્યુટમાં મોકલવાની છે.

Advertisement