30/10/2019 – જાણો આજનું સચોટ રાશિફળ, આજે આ 5 રાશિઓ ના બદલાઈ રહ્યા છે કિસ્મતના હાલ..

ભારત દેશ માંજ નહીં પરંતુ વિશ્વ માં દરેક વ્યક્તિ કોઈ પણ કામ માટે પોતાના નસીબને મહત્વ આપે છે.કોઈ કામ કરતાં પહેલાં અનેક સાવધાની પણ રાખવા ઈચ્છે છે.આ રાશિ ભવિષ્યથી તમે જાણી શકશો કે આજ ના દિવસ દરમિયાન તમને કયા લાભ થશે અને કયા નુકશાન.તો આવો જાણીએ આજનું સચોટ રાશીફળ.

Advertisement

મેષ રાશિ.

આપે જે પ્રકારનું જીવન જીવવાનાં સપનાં જોયાં છે તે ૫રિપૂર્ણ થવાની તૈયારીમાં છે.નાનો પ્રવાસ થવાની શક્યતા છે. લાંબા ગાળાના કેટલાક પ્રશ્નોના ઉકેલ આવશે.વ્યાવસાયિક કે વ્યક્તિગત ક્ષેત્રે નવા સંબંધો નજીકના ભવિષ્ય બંધાય તેવી સંભાવના છે. જેમાં સગાઇ થઈ શકે છે. દિવસ પ્રગતિકારક રહેશે. જીવન અને કાર્યક્ષેત્રમાં ઉન્નતિના અવસર મળશે, તેનો ભરપૂર લાભ ઉઠાવો. નોકરીની શોધ કરી રહ્યા છો તો આજે સફળતા મળવાના સારા અણસાર છે પરંતુ સ્થિરતા આવવામાં થોડો સમય લાગશે. જો કોઇ પ્રોજેક્ટ શરૂ કરી રહ્યા છો તો તેના સંસાધનમાં કોઇ ઉણપ આવશે નહીં.

વૃષભ.

પારિવારિક પ્રશ્નોને તમારે કોમળતાપૂર્વક સંભાળવા ૫ડશે, જેથી ચિંતાઓ ઘટી શકે.તમારા પ્રયાસો જો કે નિષ્ક૫ટ રહેશે. બાળકોની જરૂરિયાતો પૂરી કરી શકશો.તમારો રચનાત્મકતા અને પ્રતિભાને તમે ખીલવી શકશો.અહીં જણાવેલી બાબતોને તમે અગ્રતાક્રમ આપીને તમારું યોગદાન આપશો આજે કોઇ મનમુટાવની સ્થિતિમાં ગુસ્સામાં આવીને કોઇ નિર્ણય લેશો નહીં. પહેલાં વાતને સમજવાનો પ્રયાસ કરો. કોઇ એવા વ્યક્તિ સાથે પણ મુલાકાત થઇ શકે છે જે તમારા વિચારોને ખૂબ જ પ્રભાવિત કરશે. તમારા ભાવને નિયંત્રણમાં રાખવાની કોશિશ કરો.

મિથુન રાશિ.

આપને ધનલાભ થઇ શકે છે.ના, કોઇ લોટરી નથી લાગવાની, પણ તે આપના સખત પરિશ્રમનાં નાણાં છે. તેનો આનંદ પણ ઘણો ઊંડો અને વધુ નિર્મળ હશે. આપ સામાન્ય કરતાં વધુ કામ કરશો, કારણ કે આપ તેનો ફાયદો જોઇ શકો છો. મોજમજાની ૫ળોમાં ૫ણ લક્ષ્યાંકો ૫રથી ધ્યાન ન હટે તે જોજો. તમારે આજે વર્તમાનમાં જીવવા વિશે વિચારવું પડશે. તમને આજે અનેક નવા અવસર મળી રહ્યા છે જેના દ્વારા તમારા જીવનમાં ઉન્નતિ થશે અને આધ્યાત્મિક રૂપથી તમારી વૃદ્ધિ થશે. કોઇ વ્યક્તિની વાતથી તમે હજી પણ નિરાશ છો તો તે વ્યક્તિને માફ કરવાનો પ્રયાસ કરો.

કર્ક રાશિ.

આ સમય શાંતિથી બેસીને સફળતાનાં ફળ આરોગવાનો છે. આપ ઘણાં પ્રવૃત્ત રહી ચુક્યા છો હવે ગણેશજીએ આપની પર ઘણી કૃપા વરસાવી છે. ખાસ કરીને ઘર-પરિવાર માટે આ સમય સંવાદિતા, સમૃદ્ધિ, અને આનંદનો છે. આજે તમારે થોડી વાતને અદેખી કરવી અને નજરઅંદાજ કરવી. જો કોઇ વ્યક્તિ તમારી વિશે ખરાબ વાતો કરે છે તો તેને મનમાં લેશો નહીં. થોડી વાતોને લઇને મનમાં પરેશાની ઉત્પન્ન થઇ શકે છે. સંબંધોના મામલે આજે કિસ્મત તમારો સાથ આપશે.

સિંહ રાશિ.

આ સમયગાળો તમારા માટે ઘણો રોમાંચક રહેશે. તમે ઘણા લાંબા સમયથી કરવા ધારતા હતા તે મોટાં કાર્યોનો આ શરૂઆતનો ગાળો છે અને તે તમારા જીવનનાં ઘણા પાસાંઓને અસરકર્તા બનાવશે, તમારા દરેક સંબંધોમાં ઘનિષ્ઠતા આવશે. આપનો પરિવાર આ પરિસ્થિતિથી ઘણી ખુશી અનુભવશે જૂના અટકાયેલાં કાર્યો બનશે. આજનો દિવસ ફળદાયક રહેશે. કોઇ ગુરૂ કે સમજદાર વ્યક્તિ સાથે મુલાકાત થશે જે તમારા ભવિષ્ય માટે તમને માર્ગદર્શન આપશે. આજે બાળકો સાથે થોડો સમય વિતાવો.

કન્યા રાશિ.

આજનો દિવસ રચનાત્મક ઊર્જામાં વધારો રહેશે. તેને યોગ્ય દિશા આપવાથી લાભ થશે.ધૈર્ય અને સંયમથી આજે તમારે કામ કરવું. ધનલાભના યોગ બની રહ્યા છે.તમારા વ્યવહારમાં આજે સંયમ રાખો.કાર્યક્ષેત્રમાં આજે બોસ પાસેથી પ્રશંસા મળશે. આજે તમને સમાધાન કારક વાતોને વિચારવું જોઇએ. કોઇ વાતની ચિંતા કરવાની જગ્યાએ તેનો ઉકેલ લાવવાનો પ્રયાસ કરો. બધું જ જાણતાં હોવા છતાં આજે ચૂપ રહેશો તો તમારું અને તમારા સાથીનું નુકસાન થઇ શકે છે.

તુલા રાશિ.

પ્રિયજનો સાથે સારો સમય વિતાવવાનો અવસર મળશે.સ્વાસ્થ્ય સામાન્ય રહેશે.સફળતાને પોતાના પર હાવિ ન થવા દેશો. આત્મવિશ્વાસ અને વધુ પડતા આત્મવિશ્વાસમાં ઘણો તફાવત છે.આપ સૌથી સારું પ્રદર્શન કરી શક્યા હોવ તેનો અર્થ એવો નથી કે જેમનું પ્રદર્શન નબળું હોય તેની ટીકા કરવી.આપને સુમેળ સાધવાની, કુનેહપૂર્વક વર્તવાની અને ઉતાવળ ન કરવાની સલાહ છે. આજે તમે તમારા વિચારોને પોઝિટિવ બનાવી રાખો, નહીંતર તમારું જ નુકસાન થઇ શકે છે. તમારા મનમાં તણાવપૂર્ણ સ્થિતિ રહી શકે છે. મનમાં ખૂબ જ વિચારો ચાલી રહ્યા છે પરંતુ તેમને લાગૂ કરી શકશો નહીં.

વૃશ્ચિક રાશિ.

આપ લાલચમાં આવીને ખોટા નિર્ણય લો તેવી શક્યતા છે. તેથી લાલચથી દૂર રહો.અત્યારે તમે જે જુઓ છો તેમાંનું મોટા ભાગનું આ પૂર્વે જોઈ ચુક્યા છો.જોકે સરવાળે તમે સમયની સાથે આગળ ગતિ કરી શકશો.આ સમયગાળો તમારા માટે ઘણો રોમાંચક રહેશે, આજે સ્વાસ્થ્યમાં થોડો ઉતાર-ચઢાવ તમને સફળતાથી દૂર કરી શકે છે. દિવસની શરૂઆત થોડી ધીમી રહેશે, આજે ઊર્જામાં ઘટાડો આવી શકે છે. આજના દિવસે ઓછી યાત્રા કરવાનો પ્રયાસ કરો. અન્ય લોકોની સલાહ માનતાં પહેલાં એકવાર તેના વિશે વિચાર જરૂર કરો.

ધન રાશિ.

કોઇ મહત્વપૂર્ણ વિષયને લઇને નિર્ણય લેવો પડી શકે છે. આ નિર્ણય તમારા આવનાર સમય અને સ્થિતિઓને પણ પ્રભાવિત કરશે.સમજી-વિચારીને નિર્ણય લેવો.આજે કોઇ વ્યક્તિ સાથે મુલાકાત પણ થઇ શકે છે, કોઇની સલાહ માનતાં પહેલાં તે અવશ્ય જોઇ લેવું કે શું તે સલાહ તમારી માટે ફાયદાકારક છે કે નહીં. પ્રત્યેક વ્યક્તિમાં વિશિષ્ટ ગુણ હોય છે જે તેના જીવન લક્ષ્યને સાધવા માટે પરિપૂર્ણ હોય છે. તમારું જીવન લક્ષ્ય શોધો, તમારા આ જન્મનો ઉદેશ્ય જાણો અને તેના પ્રત્યે અગ્રસર રહો.

મકર રાશિ.

આજે કાર્યક્ષેત્રમાં કોઇ સહકર્મી કે બોસ સાથે મનમુટાવ થઇ શકે છે.અંગત જીવનમાં સુખ પ્રાપ્ત થશે.સ્વાસ્થ્ય સામાન્ય રહેશે.આ સપ્તાહ ઘણું અદભૂત છે અને હોવું જ જોઇએ. આપ ઘણી ઝડપી પ્રગતિ સાધી શકશો અને આપના સખત પ્રયત્નોનું આ સુંદર ફળ છે. થોડાં લોકો સાથે તમારી મુલાકાત આજે ખૂબ જ લાભકારી રહી શકે છે. થાક, તણાવ અને આળસથી દૂર રહો. આજે તમારામાં ઊર્જાની ઉણપ રહેશે નહીં. તેને યોગ્ય દિશામાં લગાવશો તો લાભ થશે. આજે તમારી માટે થોડો સમય જરૂર કાઢો.

કુંભ રાશિ.

આપની સિદ્ધિઓ માટે આપની વાહ વાહ થશે. આ સપ્તાહ આપને શાંતિના આશીર્વાદ આપે છે. આપ સફળતાની સવારી કરીને ઊંચે ઊડી શકશો. આપના કામની કદર અને સ્વીકૃતિથી આનંદ અનુભવશો. નવાં રોકાણો કરશો અને મોજથી પૈસા ૫ણ ખર્ચશો. જૂના સંબંધો દૂર જઇ રહ્યા હોય તો નિરાશ થશો નહીં, તેમાં તમારી જ ભલાઈ છે. જો કોઇ વસ્તુને જકડીને રાખવાનો પ્રયાસ કરશો તો દુઃખ તમને જ થશે. તમે પોતાને પરિસ્થિતિઓ પ્રમાણે ઢાળવાનો પ્રયાસ કરો. ધનલાભ અને વિદેશ યાત્રાના યોગ બની રહ્યા છે.

મીન રાશિ.

સ્વાભાવિક રીતે તેના કારણે જરૂરિયાતમંદો અને બીમારની કાળજી લેવાની પ્રેરણા મળશે.આપનું જીવન હવે ભૌતિક અને લાગણીના ક્ષેત્રમાં પ્રગતિ કરશે.નવું ઘર કે નવો સંબંધ કેળવાય તેવી શક્યતા છે,પરિસ્થિતિઓમાં પરિવર્તન આવશે જેના કારણે મનમાં નિરાશા અનુભવ થશે. આજે કોઇ વાતથી પરેશાન રહેશો નહીં. પરિવર્તન જ જીવનનો નિયમ છે. આજના દિવસે તમે તમારા ઇષ્ટ દેવને યાદ કરો અને તેમની અર્ચના કરો.

Advertisement