જો આ અનાજનો ઉપયોગ કરશો તો કોઈ દિવસ પૈસા ની સમસ્યા નહીં રહે..

પૈસાની તંગીથી પરેશાન છો. પૈસાની તંગી મોટે ભાગે દરેક વ્યક્તિને હોય છે. પોતાની આવક કરતાં વધારે પૈસા ખર્ચ કરે એટલે તેને પૈસાની તંગી અનુભવે છે.જેને દૂર કરવા માટે અનેક ઉપાયો કરે છે.આજનો માણસ આધુનિક થયો, છતાં પણ જ્યારે કોઈ સમસ્યા આવે ત્યારે તો ભગવાનને યાદ કરે જ છે. અને સમસ્યાનું સમાધાન મેળવવા ધાર્મિક માર્ગે વળે છે અથવા દાદી-નાનીના નુસખા અપનાવે છે. આપણે જાણીએ. છીએ કે આજના સમયમાં રૂપિયાનું મહત્વ વધી ગયું છે.પંરતુ કોઈ કારણોસર તમે નાણાંકીય તંગીનો સામનો કરતા હોવ અને કેટલાય પ્રયત્નો બાદ પણ ધારી સફળતા ન મળતી હોય તો આ ઉપાયો જરૂર કરી જુઓ.

Advertisement

બિનજરૂરી ખર્ચ કેવી રીતે ઓછો કરશો.

જો તમારે બિનજરૂરી ખર્ચ ઓછા કરવા હોય તો ,જ્યારે તમારો પગાર થાય.ત્યારે જે બિનજરૂરી ખર્ચ કરો ત્યારે તમારે તેની નોધ એક બુકમાં કરવી જોઈએ.રૂપિયા આવે એટલે ક્યાંક ને ક્યાંક તો વપરાઈ જ જાય છે. હાથમાં પગાર આવતાં જ થોડા દિવસમાં વપરાઈ જાય છે. અને હિસાબ કરવા બેસીએ ત્યારે અમુક ખર્ચો એવો હોય છે જેનો હિસાબ મળતો જ નથી. તમે પણ આવી પરેશાનીઓનો સામનો કરતા હોવ તો આગળની સ્લાઈડ્સમાં સૂચવેલા ઉપાયો કરી જુઓ, સફળતા મળશે. અને તમને ધનમાં ખૂબજ લાભ થાય છે.

સવારે ઉઠીને કરો આ કામ.

જો તમે સવારે વહેલા ઉઠીને નાહી-ધોઈને સૂર્યને જળ અચૂક અર્પણ કરો.આવું કરવાથી એવું માનવામાં આવે છે કે,  સૂર્યદેવને જળ અર્પણ કરવાથી સુખ-સમૃદ્ધિ આવે છે.અને ધન માં વધારો થાય છે.અને પતિ અને પત્ની વચ્ચે પ્રેમ ભર્યો સબંધ ટકી રહે છે.

લોટનો કરો ઉપયોગ.

500 ગ્રામ ઘઉં,લો તેને ચોકા પાણીથી ધોઈ ને સાફ કરો અને પછી બે દિવસ સુધી તાપે મૂકી રાખો.બે દિવસ પછી તેનો પાવડર બનાવીને દો.અને સૂર્યને જળ ચડાવ્યા બાદ ઘરના મંદિરમાં જઈને આ કાર્ય કરો. થોડો લોટ અને પાણી લઈને લોટના કુલ 11 શિવલિંગ બનાવો. પ્રયત્ન કરો કે શિવલિંગ યોગ્ય આકારના અને વ્યવસ્થિત હોય. શિવલિંગ બનાવ્યા બાદ શ્રદ્ધાપૂર્વક તેની પૂજા કરો. પૂજા કર્યા બાદ આ શિવલિંગને કોઈ જળાશયમાં વિસર્જિત કરી દો. કહેવાય છે કે, આ ઉપાયથી ધનને લગતી મુશ્કેલીઓ પાણી સાથે વહી જાય છે અને ભાગ્યોદય થાય છે.

ચોખાનો ઉપયોગ.

તમને ખબર છે કે હિન્દુ ધર્મમાં શાસ્ત્રો પ્રમાણે ચોકાને ખૂબજ મહત્વ આપવામાં આવ્યું છે.શાસ્ત્રોમાં દેવી-દેવતાઓને અનાજ અર્પિત કરવાની માન્યતા છે. ઉલ્લેખનીય છે કે, ચડાવાથી પ્રભુ પ્રસન્ન થાય છે અને મનોકામના પૂર્ણ કરે છે. તમે પણ દરેક સોમવારે શંકર ભગવાન અથવા લક્ષ્મી માતાના મંદિરમાં જઈને ચોખા અર્પણ કરી શકો છો. ચોખા ઉપરાંત અન્ય ખાદ્યપદાર્થ જેમકે દાળ તેનો પણ ઉપયોગ કરી શકાય છે. જો કોઈ
કારણોસર અનાજનું દાન કરવામાં અસક્ષમ હોવ તો ગ્રંથોમાં આનો પણ ઉપયોગ છે.

શિવલિંગ પર જળ ચડાવો.

જે વ્યક્તિઓ મહાદેવના ભકતો હોય તેમણે આ ઉપાય ખાસ કરવો જોઈએ જેનાથી ભક્તોની મનની ઇચ્છાઓ પૂરી થાય છે અને ધન સંપતિમાં વધતી થાય છે. તમે દરરોજ અથવા તો દર સોમવારે શિવજીને જળ અર્પણ કરશો, તો તમારા જીવનમાં ચાલતી નાણાંકીય સમસ્યા દૂર થશે. જો કે એક વાતનું ધ્યાન રાખવું કે દરેક ઉપાયને શ્રદ્ધાપૂર્વક કરવાથી સફળતા મળશે. આ કોઈ  જાદૂ નથી પરંતુ તમારી આસ્થા અને ધૈર્યનું પરિણામ છે.અને તેને માટે સમય પણ લાગી શકે છે.

Advertisement