જો તમારા ઘરના ફ્રીજ માં પણ આવે છે દુર્ગંધ,તો અજમાવો આ ઉપાય..

આજકાલ દરેક વ્યક્તિ ના ઘરે ફ્રીજ હોય છે,અને દરેક લોકો ફ્રીજ નો વપરાશ કરતા હોય છે.તમે તમારા ઘરમાં ફ્રીજ એટલા માટે રાખો છો કે શાકભાજી અને ફળ ને તાજા રાખી શકો અને ખરાબ થવાથી બચાવી શકો.પણ તમે જાણો છો કે એવી પણ ખાવાની વસ્તુ છે કે જેને તમે ફ્રીજ મા રાખો તો બગડી જાય છે અને એનાલીધે ફ્રીજ ગંદુ થાય છે.

Advertisement

અને ફ્રીજ મા દુર્ગંધ આવે છે અને બીજી ખાવાની વસ્તુ પણ ખરાબ થઈ જાય છે.અને તમને ફ્રીજ માંથી દુર્ગંધ આવવા લાગે છે.પરંતુ અમે તમને કેટલાક સરળ ઉપાય બતાવીશું જે અજમાવાથી તમે આનાથી છુટકારો મેળવી શકો છો.

ઘણા લોકો ને દરેક વસ્તુ ફ્રીજ માં મૂકી દેવાની ટેવ હોય છે.ઘણા લોકો ને એવી ટેવ હોય છે કે ગરમ દૂધ અથવા તો શાક ફ્રીજ મા મૂકી દે છે.આનાથી એ જલ્દી ખરાબ થઈ જાય છે અને ફ્રીજ મા દુર્ગંધ આવે છે.અને તમારું ફ્રીજ દુર્ગાધ ફેલાવા લાગે છે.ફ્રીજ મા કોઈ દિવસ કાપેલી વસ્તુ જેવી કે કેળા, ડુંગળી, બટાટા એવું ન રાખો આનાથી ફ્રીજ મા દુર્ગંધ આવે છે. પનીર ને પણ પ્લાસ્ટિક ની થેલી મા રાખો જેથી તે લાંબા સમય સુધી તાજુ રહે.અને તમારું ફ્રીજ પણ દુર્ગંધ થી દુર રહેશે.

દુર્ગંધ આવવાનું કારણ. તમારા ફ્રિજમાં દુર્ગંધ આવવાના અનેક કારણો હોય છે.ફ્રીજ મા વધારે પ્રમાણમાં અને એક્ષ્પાયરી ડેટ વાળી વસ્તુ લાંબા સમય સુધી પડી રહેવાથી દુર્ગંધ આવે છે.જેથી તમારે આવી વસ્તુઓ ફ્રિજમાં ના મુકવી જોઈએ.

આ ઉપરાંત જો ફ્રીજ મા શાકભાજી અથવા તો બીજી કોઈ વસ્તુ ઢોળાય તો તેને તરત સાફ કરો. તમારા ફ્રિજમાં દુધ અને બીજી દૂધ જેવી વસ્તુ ને હંમેશા ઢાંકીને રાખો. આ સિવાય ફ્રીજ મા જો વસ્તુ ખુલ્લી પડી હોય તો દુર્ગંધ આવે છે એટલે શાક, દૂધ વગેરે ઢાંકીને રાખો.આ કારણોસર પણ ફ્રીજ માંથી દુર્ગંધ આવે છે. દુર્ગંધ હટાવવાના ઉપાયો. ખાવાના સોડા. જો તમારા ફ્રિજમાં પણ દુર્ગંધ આવે છે અને જો તમારે એ દૂર કરવી હોય તો ફ્રીજ ની દુર્ગંધ દુર કરવા ૧ કપ પાણીમાં ૧ ચમચી ખાવાનો સોડા ભેળવીને ફ્રીજ સાફ કરો. આનાથી ફ્રિજમાંથી આવતી દુર્ગંધ બંધ થઈ જશે. ૨.વાટકામાં ચૂનો રાખો. ફ્રીજમાં જો ખાટી વસ્તુ ની દુર્ગંધ આવતી હોય તો વાટકીમાં ખાવાનો ચૂનો નાખી ફ્રીજ મા રહેવા દો. આનાથી દુર્ગંધ આવતી બંધ થઈ જશે. ચુના ની જગ્યાએ અડધું લીંબુ પણ કાપીને રાખી શકો છો. 3.ફ્રીજ ની સફાઈ. જો તમે લાંબા સમય માટે ઘરની બહાર જતા હોવ તો ફ્રિજમાંથી બધી વસ્તુ બહાર કાઢીને ફ્રીજ ને ચોખ્ખું કરી નાખો. હવે ફ્રીજ મા આઠ-દસ કોલસા ના ટુકડા મૂકી દો હવે જયારે તમે ઘરે પાછા આવો ત્યારે જોવો કે ફ્રિજમાંથી દુર્ગંધ નહિ આવતી હોય.

Advertisement