નવરાત્રીમાં ઝડપાયા 50 થી વધુ રોમિયો જુવો..

આપણે સૌ જાણીએ છીએ કે નવરાત્રી એક એવો તહેવાર છે જે દરેક યુવતીઓ ને પસંદ હોય છે.અને નવરાત્રી દરમિયાન યુવતીઓ અલગ અલગ કપડાં પહેરીને ગરબે ઘુમવા આવે છે.નવરાત્રીનો તહેવાર શરૂ થતાં જ યુવતીઓ સજીધજીને ગરબા રમવા જતી હોય છે.અને નવરાત્રીની મજા માણતી હોય છે.પરંતુ એવા ઘણા કિસ્સાઓ સામે આવ્યા છે જે ખુબજ સરમજનક છે.જાણો વિગતે

Advertisement

નવરાત્રી મૂળ યુવતીઓ નો તહેવાર ગણવામાં આવે છે. નવરાત્રીનો તહેવાર શરૂ થતાં જ યુવતીઓ સજીધજીને ગરબા રમવા જતી હોય છે, પણ તે સમયોમાં જ છેડતીના બનાવો પણ વધતા હોય છે. જેને લઇને શહેર પોલીસે સી-સ્ક્વોડની રચના કરી હતી.અને સંપૂર્ણ બધોવાસ્ત કરવામાં આવ્યો હતો.દરેક પોલીસસ્ટેશનમાં એક મહિલા પીએસાઇની આગેવાનીમાં આ ટીમ કાર્યરત હતી.આ દરમિયાન પોલીસ કર્મચારીઓ એ નવરાત્રિના આઠ દિવસોમાં પોલીસે 67થી વધુ રોમિયોની ધરપકડ કરી હતી.અને તમને ધરપકડ પણ કરવામાં આવી હતી.

નવરાત્રીનો તહેવાર આખા ગુજરાતમાં ઉજવવામાં આવે છે.તહેવાર એ ગુજરાતની ઓળખ ગણવામાં આવે છે અને તે દરમિયાન બહેન દિકરીઓની સાથે કોઈ અનઈન્છનીય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા ખાસ સી-ટીમ બનાવવામા આવી છે.અને તે નવરાત્રી દરમિયાન સંપૂર્ણ ફરજ નિભાવે છે.

સમગ્ર શહેરની શી ટીમ માટે ઝોન 1 ડીસીપી પ્રવિણકુમાર મલને નોડલ ઓફિસર બનાવવામાં આવ્યા છે. જેમની આગેવાનીમાં આ શી ટીમ કાર્યરત છે.ત્યારે નવરાત્રીના 8 દિવસ દરમિયાન 67થી વધુ રોમિયોની અટકાયત કરવામાં આવી હતી તેવી વિગતો સામે આવી છે.અને આ રોમિયોની ધરપકડ કરી લેવામાં આવી છે.

અમદાવાદના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાંથી આટલા બધા રોમિયો પકડાતા હવે ખરેખર મહિલાઓ કે યુવતીઓ રાત્રે 12 વાગ્યા બાદ એકલી અમદાવાદમાં ફરી શકે છે ખરી? એક પ્રશ્ન છે. એક બાજુ ગુજરાત રાજ્ય સરકાર દ્વારા મહિલાઓ સુરક્ષિત છે અને રાતે 2 વાગે પણ એકલા શહેરમાં હરી ફરી શકે તેવી ગુલબાંગો પોકારવામાં આવે છે.

પણ બીજીબાજુ આઠ જ દિવસમાં આટલા બધા રોમિયો પોલીસે પકડ્યા તે સારી બાબત છે પણ ખરેખર શહેરમાં મહિલાઓને છેડનારા આટલા બધા રોમિયો પકડાતા જ મહિલાઓ કેટલી સુરક્ષિત છે તે સવાલો થઇ રહ્યા છે.અને હવે તેના વિશે વધુ ચર્ચા કરવામાં આવશે.જેથી આવા રોમિયો ને કકડ સજા મળે અને આવું કૃત્ય બીજી વાર ના કરે.

Advertisement