નવરાત્રીના ઉપવાસમાં બનાવો ફરાળી ગુલાબજાંબુ, ખાવાની ખૂબ મજા આવશે.

હાલ નવરાત્રી દિવસો ચાલી રહ્યો છે, અને ઉપવાસ દરમિયાન કેટલીક વસ્તુઓ ખાવા પર મનાઈ હોય છે. તેવામાં ગુલાબજાંબુ જેવી મનપસંદ મીઠાઈ ખાવાની મન થાય તો શું કરશો? તો પછી ઘરે બનાવજો ફરાળી ગુલાબજાંબુ, અમે શીખવી રહ્યા છે તમને તેની સરળ રેસિપી, જુઓ.

Advertisement

સામગ્રી. 250 ગ્રામ માવો, 4 ચમચી સિંગોડાના લોટ, 5-6 કાજુ, 5-6 પિસ્તા, અડચી ચમચી એલચી પાઉડર, 500 ગ્રામ ખાંડ, જરૂર પ્રમાણે પાણી,1 મોટી ચમચી ખાંડ પાઉડર.

બનાવવાની રીત.

ફરાળી ગુલાબજાંબુ બનાવવા માટે પહેલા ચાસણી બનાવવી પડશે. ચાસણી બનાવવા માટે એક પાત્રમાં ખાંડ અને સવા કપ પાણી લઈને તેને મીડિયમ ફ્લેમ પર ગરમ થવા દો. ગુલાબજાંબુ માટે ત્રણ તારની ચાસણી બનાવવી પડશે. 10-12 મિનિટ બાદ ચાસણી બની જશે. ગેસ બંધ કરતા પહેલા એકવાર ચેક કરી લેવું કે ચાસણી યોગ્ય રીતે બની છે કે નહીં. ચાસણી બની જાય એટલે તેમાં એલચી પાઉડર મિક્સ કરીને ગેસ બંધ કરી દો.

હવે એક પાત્રમાં માવો નાંખીને 2-3 મિનિટ સુધી તેને હલાવીને્ થોડો ગરમ કરી લો. ત્યારબાદ ગેસ બંધ કરી તેને એક પ્લેટમાં લઈ ઠંડો થવા દો. હવે તેને ચારણીની મદદથી છીણી લો જેથી લોટ બાંધતી વખતે તેમાં ગાંઠ ન રહી જાય. માવો છીણાઈ જાય એટલે તેમાં સિંગોડાનો લોટ ચાળીને મિક્સ કરી લો. હવે કાજુ અને પિસ્તાને બારીક સમારી લો સાથે જ ખાંડને થોડી ક્રશ કરી લો. આ ત્રણેય વસ્તુઓને મિક્સ કરીને તેનું સ્ટફિંગ તૈયાર કરી લો. માવાના મિશ્રણમાંથી નાના-નાના ગુલાબજાંબુની ગોળીઓ વાળી લો. હવે તેમાં ડ્રાયફ્રૂટનું તૈયાર કરેલું સ્ટફિંગ સ્ટફ કરી લો.હવે એક પાત્રમાં ઘી ગરમ કરવા મૂકી દો. ઘી ગરમ થઈ જાય એટલે માવામાંથી બનાવેલી ગોળીઓ તેમાં ગોલ્ડન બ્રાઉન કલરની થાય ત્યાં સુધી તળી લો. ગોળીઓ તળાઈ જાય એટલે તેને ચાસણીમાં નાંખીને અડધી કલાક માટે રહેવા દો. અડધો કલાક થઈ જાય એટલે તેને સર્વ કરો. તો તૈયાર છે ફરાળી ગુલાબજાંબુ આ બનેલા ગુલાબજાંબુ તમે નવરાત્રી દરમિયાન સેવન કરી સકો છો.તમે નવરાત્રી સિયાવ પણ બીજા ઉપવાસ જેમ કે શ્રવણ માસ દરમિયાન, કે પછી માં દશામાં ના વર્ત દરમિયાન ,કે પછી તમારે ઉપવાસ દરમિયાન તેનો ઉપયોગ કરી શકો છો.

Advertisement