ઓનલાઇન પાર્ટનર સાથે લગ્ન કરવા જઈ રહ્યા છો તો તમારે આ વાતો નું ધ્યાન રાખવું જરૂરી છે..

આજકાલનો જમાનો ઇન્ટરનેટ પર ચાલે છે.બધાજ કામ ,જેમ કે લગ્ન પણ વ્યક્તિઓ ઈન્ટરનેટ શોધીને કરે છે. હવે પહેલાંની જેમ કોઈ પણ લગ્ન માટે કોઈ સગા સંબંધીની રાહ જોતો નથી.અને આ ઝડપી સંબંધ દરમિયાન કેટલીક બાબતોને ધ્યાનમાં રાખવી ખૂબ જ જરૂરી છે.

Advertisement

ભલે તમે તેને ખૂબજ પસંદ કરતા હોય.કે લાબા સમયથી રીલેશનશીપ માં હોય.પણ જ્યારે લગ્નની વાત આવે છે.ત્યારે પાછળથી પસ્તાવો ન થાય તે માટે પહેલાથી જ વાતો જાણી લેવી. ચાલો જાણીએ ઓનલાઇન પાર્ટનર સાથે લગ્ન કરતા પહેલા શું ધ્યાનમાં રાખવું જોઈએ.

કરિયરથી સબંધી જરૂર વાતો કરો.

ઓનલાઇન પ્રેમ એ મોટેભાગે આકર્ષણનું પરિણામ હોય છે .તેથી આવા પ્રેમ સબંધમાં લગ્ન કરતાં પહેલાં પોતાના પાર્ટનર જોડે કરિયર સબંધી ચર્ચા જરૂર કરો.કારણે કે  સંબંધ જાળવવા માટે પરસ્પર સંમતિ હોવી ખૂબ જ જરૂરી છે.

ઓનલાઇન સબંધને આગળ વધારતા પહેલા પૂછી લો કે લગ્ન પછી નોકરી કરીએ તો કઈ વાધોતો નથી, અને તમે જે ક્ષેત્રમાં કામ કરો છો તેના ક્ષેત્રના બધા નિયમો વિશે જાણ કરવી.જેથી લગ્ન પછી તમારા બંને વચ્ચે કોઈ કકરાત ન થાય.

ઉતાવળ ન કરો.

ઉતાવળ ન કરો ભલે છોકરો તમને ખૂબજ પ્રેમ કરતો હોય. અને લગ્ન માટે ઉતાવળ બતાવો પણ લગ્ન માટે કોઈ ઉતાવળ ન કરશો પહેલાં તે છોકરાને મળીને સારી રીતે જણીલો અને થોડાક દિવસ સમજીલો પછી લગ્નની વાત કરો.

પરિવાર વિશે જરૂર જાણો.

ભલે લગ્ન બે વ્યક્તિ કરતા હોય.પણ તેમાં પરિવારની રાજા જરૂરી છે.કારણ કે તેમની ખુશી વગર તમે પણ ખુશ નહીં રહી શકો.છોકરાના પરિવાર વિશે ખાસ કરીને જાણીલો.તેની સભ્યતા અને સંસ્કૃતિ તમારાથી કેટલી અલગ અને તમારા લાયક છે.કારણ કે લગ્ન પછી તમારે કેટલાક સમયે પછી તેમના રિતી રિવાજોને અનુરૂપ બનવું પડશે.

Advertisement