પતિ અને પત્ની વચ્ચેની ઉંમરમાં કેટલો તફાવત હોય તો લગ્ન જીવન સફળ રહે જાણો..

પતિ અને પત્નિ વચ્ચેનો સબંધ અટૂટ હોય છે.જયારે નવું લગ્ન થાય છે ત્યારે બંને વચ્ચે ખુબજ પ્રેમ હોય છે.અને પોતાનું જીવન સુખ અને શાંતિ વિતાવતા હોય છે.પણ અમુક એવા પણ કપલ હોય છે.કે તેમના બંને વચ્ચે ખૂબજ ઝગડા થતાજ હોય છે.તેનું મુખ્ય કારણ છે બંને વચ્ચે નો ઉંમરનો તફાવત લગ્નના અમુક સમય પછી ખબર પડે છે.

Advertisement

કે છોકરી કરતા છોકરો મોટો હોવાના કારણે બંને વચ્ચે છુટાછેડા સુધી વાત આવી જાય છે. આવો જાણીએ કે આ પોસ્ટ ના માધ્યમથી કે પતિ અને પત્ની વચ્ચે કેટલી ઉંમરનો તફાવત હોય તો લગ્ન જીવન સફળ થાય. લગ્ન સફળ થવાના ચાન્સ વધી જાય છે. આજકાલ લગ્ન તૂટવાના સમાચાર સાવ સામાન્ય બની ગયા છે. પરફેક્ટ મેરેજ એ જાણે સપના સમાન થઈ ગયા છે.

લગ્ન સફળ બનાવવા માટે કોઈ ફોર્મ્યુલા નથી પરંતુ એક સંશોધન મુજબ પતિ અને પત્નીની ઉંમર વચ્ચે અમુક અંતર હોય તો તે લગ્ન સફળ થવાના ચાન્સ વધી જાય. કેટલુ અંતર હોવુ જોઈએ. એક અભ્યાસ મુજબ પતિ-પત્નીની ઉંમર વચ્ચે ચાર વર્ષ અને ચાર મહિનાનું અંતર હોવુ જોઈએ. પુરૂષ તેની પત્ની કરતા આટલો મોટો હોવો જોઈએ. જો સ્ત્રી આનાથી મોટા કે નાના પુરૂષ સાથે લગ્ન કરે  તો તેમની વચ્ચે વિખવાદ થવાની શક્યતા વધી જાય છે.

અભ્યાસ શું કહે છે. આ અભ્યાસ 2000 લોકો પર હાથ ધરવામાં આવ્યો હતો. માત્ર 1 ટકા સ્ત્રીઓએ જ માન્યુ કે તે તેમનાથી નાની ઉંમરના પુરૂષ સાથે પણ ખુશ રહી શકે છે. પુરૂષોએ પણ સ્વીકાર્યું કે તેમને શક છે કે તે  તેમનાથી મોટી ઉંમરની સ્ત્રી સાથે ખુશીથી જીવન વીતાવી શકશે કે નહીં. સર્વે મુજબ આ સબંધો લાંબા ટકે છે. સર્વે મુજબ પતિ પત્નીની ઉંમરમાં ચાર વર્ષનો તફાવત હોય તો તેમન સંબંધોમાં ઓછા વિખવાદો ઊભા થાય છે. સ્ત્રીઓ તેનાથી બહુ મોટી ઉંમરના પુરૂષને પરણે તો પણ મોટા ભાગના કિસ્સામાં તે પ્રેમને કારણે નહિં પણ પૈસાના કારણે લગ્ન કરતી હોવાનુ સર્વેમાં પ્રકાશમાં આવ્યુ હતુ.

ઉંમરના તફાવતને કારણે કેવા ઝગડા થાય છે. જ્યારે પતિ-પત્ની બંનેમાંથી એકની ઉંમર વધારે હોય ત્યારે તે પાર્ટનર તેની ઉંમર મોટી હોવાનું અને તેની પાસે વધારે અનુભવ હોવાનુ કારણ આગળ ધરી પોતાની વાત મનાવવાની કોશિશ કરે છે.

આવા કિસ્સામાં મોટી ઉંમરનો પાર્ટનર બીજા પાર્ટનરના પ્રેમી કરતા પેરેન્ટ બનવાની કોશિશ કરતો હોવાનું પણ સાઈકોલોજિસ્ટ્સના ધ્યાનમાં આવ્યું છે. આવા કેસમાં નાની ઉંમરના પાર્ટનર તેમની  સામે જવાનો પ્રયત્ન કરે ત્યારે સંઘર્ષ ઊભો થાય છે.

બાળકોને ઉછેરવામાં મુશ્કેલી. એક પાર્ટનરની વધારે ઉંમર હોય ત્યારે એક પાર્ટનરને બાળક જોઈતા હોય જ્યારે બીજુ પાર્ટનર બાળક કરવાની ઉંમરને કે ઇચ્છાને વટાવી ગયુ હોય તેવુ પણ બને. જો મોટી ઉંમરના પાર્ટનરના ભૂતકાળમા  કોઈ લગ્ન થઈ ગયા હોય અને તેનાથી તેને સંતાન હોય તો તેને બીજુ કોઈ લગ્ન થઈ ગયા હોય અને તેનાથી તેને સંતાન હોય તો તેને બીજુ સંતાન જોઈએ છે કે નહિં તેની પહેલેથી સ્પષ્ટતા જરૂરી છે. જો આ સ્પષ્ટતા ન કરાય તો મોટી મુશ્કેલી પડે છે.

Advertisement