પેટ માં ગેસ થવા પાછળ આ કારણ છે જવાબદાર,આજે જ બદલી નાખો તમારી આ ખરાબ આદતો

ઘણા લોકો ને પેટમાં ગેસ થવાની તખલીફ હોય છે.અને તે આ તકલીફથી ખુબજ પરેશાન થઈ જાય છે.પેટમાં ગેસ થવાની સમસ્યા ભલે સામાન્ય વાત છે પરંતુ તેને નજરઅંદાજ કરવું બિલકુલ યોગ્ય નથી. પેટમાં ગેસની સમસ્યા એક ગંભીર બીમારીનું રૂપ લઇ શકે છે. સામાન્ય રીતે જ્યારે પાચન ખરાબ હોય છે તો સામાન્યથી વધારે ગેસ બને છે. જોકે, જ્યારે ભોજન પચી જાય છે તો પાચનની ક્રિયામાં થોડાક પ્રમાણમાં ગેસ બને છે જે ગેસ ઓડકાર તરીકે મોંમાંથી નીકળે છે. કેટલાક લોકોન પેટમાં સામાન્યથી વધારે ગેસ બને છે. જેના ઘણા કારણ હોય શકે છે.પેટમાં ગેસ થવા પાછળના આ આ કારણો છે જવાબદાર,તો ચાલો જાણીએ કાયા કારણો જવાબદાર હોય છે ગેસ થવાના વિગતે.

Advertisement

તણાવ અને મોડા સૂઇ જવું.

ગેસ થવા પાછળ નું આ કારણ પણ હોઈ શકે છે,તમારી લાઇફસ્ટાઇલ પણ ગેસ બનવાનું એક મોટું કારણ હોય શકે છે. વધારે તણાવમાં રહેવું , મોડા સુધી જાગવું, સવારે મોડા ઉઠવું સમય પર ભોજન ન કરવું સહિતના કારણથી પેટમાં વધારે ગેસ થાય છે. તેનું કારણ એજ છે કે જો તમે યોગ્ય સમયે પર સૂતા નથી કે મોડા ખાવાનું ખાઓ છો તો તમારું ભોજન યોગ્ય રીતે પચતું નથી અને ગેસ બનવાનું શરૂ થઇ જાય છે. તેનાથી પેટમાં તકલીફ વધવા લાગે છે.આમ આ કરણ પણ ગેસ થવા પાછળ નું મોટું કારણ જવાબદાર સાબિત થાય છે.

આંતરડામાં હવા જવાથી.

આંતરડામાં હવા જવાથી પણ તમારા પેટ માં ગેસ થઈ શકે છે.ભોજન કરતા સમયે, વાત કરતા સમયે કે મોંથી શ્વાસ લેતા સમયે ઘણી વખત હવા તમારા પેટમાં જતી રહે છે. તેમાથી જે હવા પેટની ઉપરના ભાગમાં રહી જાય છે તે ઓડકાર તરીકે બહાર નીકળે છે. જે હવા આંતરડામાં જાય છે તે ગેસ તરીકે બહાર નીકળે છે. જેથી કહેવાય છે કે ભોજન કરતા સમયે ઓછી વાતો કરવી જોઇએ. જો તમને ગેસ વધારે થાય છે તો ભોજન કરતા સમયે વાત ન કરો અને મોંની જગ્યાએ નાકથી શ્વાસ લો.નહીતો તમને પણ ગેસ ની તકલીફ થઈ શકે છે.

ઉંમર વધવા પર પણ ગેસની સમસ્યા઼.

ઉંમર વધવા પર પણ ગેસની સમસ્યા થઈ શકે છે,જે લોકોને પાચનમાં ગડબડી હોય છે, તે લોકોને પેટમાં ગેસની સમસ્યા થઇ શકે છે. તે સિવાય ઉંમર વધવાની સાથે શરીરમાં કેટલાકલ એંજાઇમોનું ઉત્પાદન ઓછું થવા લાગે છે એવામાં ઉંમરલાયક લોકોના પેટમાં વધારે ગેસ બને છે.આમ ઉમર વધવાના કારણે પણ તમારા પેટ માં ગેસ ની સમસ્યા આવી શકે છે.

ડેરી પ્રોડક્ટ્સનું ખોટું કોમ્બિનેશન.

આપણે રોજિંદા જીવનમાં બજારની વસ્તુઓ વધારે ખાતા હોય છે.જેમ કે પીઝા,બર્ગર,પાણીપુરી, વગેરે.પિઝા અને બર્ગરમાં ચીઝ હોય છે જે પચવામાં સમય લાગે છે. ડેરી પ્રોડક્ટ પણ પચવામાં ઘણો સમય લે છે. તેને એક સાથે ખાવાથી પાચનમાં વધારે સમય લાગે છે. જ્યારે પાચન સમય લાંબો થઇ જાય તો સ્ટાર્ચ ખમીર બનવાનું શરૂ થઇ જાય છે જેનાથી ગેસ બનવા લાગે છે. અને પેટ ફુલવા લાગે છે. જેથી ડેરી પ્રોડ્ક્ટ એટલે દૂધથી બનેલી વસ્તુઓની સાથે બ્રેડનું સેવન ઓછું કરો.નહીં તો તમને પણ ગેસ થવાની સમસ્યા થઈ શકે છે.જેથી તમારે આવી વસ્તુઓ ખાવાથી બચવું જોઈએ,અને તમારી આવી આદતો ને બદલી નાખવી પડશે,નહીતો તમને પણ ગેસ થવાની સમસ્યા થઈ શકે છે.

Advertisement