પ્રેમમાં નડતરરૂપ પતિ ને મારવા પત્ની એ ઘડ્યો ખતરનાક પ્લાન,પરંતુ થયું કંઈક એવું કે..

આજ ના સમય માં હત્યા ના કિસા ખૂબ વધી ગયા છે તમે અત્યાર સુધી એવા ઘણા કિસ્સા ઓ હત્યા ના જોયા હશે જેમાં કોઈ ની રૂપિયા માટે હત્યા કરવામાં આવે તો કોઈ ની કોઈ જૂની દુસમની ના કારણે અને આવા તો હત્યા કરવાના ઘણા કારણો છે.પરંતુ આજે એક એવો કિસ્સો બહાર આવ્યો છે જે ખૂબ ચોંકાવનાર છે કારણે અહીં પત્ની એ પતિ ની હત્યા કરવા માટે એક મોટું કાવતરું ગડ્યું હતું.તો હવે જાણીએ એના વિસે વિગતે.

આ કિસ્સો સુરત નો છે અને આ કિસ્સો ખૂબ ચોંકાવનારો છે.અહીં સુરત માં રાંદેર રોડ પર આવેલા ખાડા કૂવા પાસે રહેતા કમલ પટેલના લગ્ન ખુશ્બૂ સાથે થતા હતા.અને એ એકબીજા ને પ્રેમ પણ ખૂબ કરતા હતા,પરંતુ ચોંકાવનારી વાત એ છે કે
તેની પત્ની ખુશ્બૂ તુષાર નામના એક યુવાનને પ્રેમ કરતી હતી. સોમવારે કમલ અને તુષારનો મૃતદેહ ઓલપાડના કોસમગામ સીમમાં આવેલા વરિયાવ તળાવમાંથી મળી આવ્યો હતો. આ મામલે પોલીસે ઘટનાસ્થળે પહોંચીને તપાસ કરતા કમલનું મોટર સાઇકલ અને તુષારની બેગ મળી આવી હતી. પોલીસને આ યુવાનની હત્યા લૂંટના ઇરાદે ન થયાનું લાગતા વધુ તપાસ હાથ ધરી હતી.

પોલીસ જયારે તપાસ કરતી હતી ત્યારે ખબર પડી કે મરનાર કમલની પત્ની ખુશ્બુ ના તુષાર સાથે પ્રેમ સંબંધ હતા.અને આ વાત ની જાણ થતાં એમને ખુશબુ ને પોલીસ સ્ટેશનમાં લઈ જઈ ને પૂછપરછ કરી હતી.અને પૂછપરછ કાર્ય બાદ આ પૂરો મામલો બહાર આવ્યો હતો.અને એવો ખુલાસો થયો ત્યારે પોલીસ પણ ગભરાઈ ગઈ હતી.કમલની પત્નીએ પોલીસને જણાવ્યું કે, તેણે પ્રેમી તુષારને પામવા માટે પતિને રસ્તામાંથી હટાવી દેવાનો પ્લાન ઘડ્યો હતો. જેના ભાગરૂપે ગતરોજ પતિ સાથે ઓલપાડના સેગવા ગામે મોટરસાઇકલ પર જવા નીકળી હતી. પોતે પતિ સાથે નીકળી હોવાની જાણકારી તેણે પ્રેમી તુષારને પહેલેથી જ આપી દીધી હતી.અને ખુશ્બૂ ના પરિવાર નું કહેવું છે કે આ પહેલા પણ એ એની સાસરી માંથી ભાગી ગઈ હતી અને એ પણ ના પ્રેમી તુષાર સાથે.

કમલ એક દિવસ જયારે એ કોઈ કામ થી કોસમગામની સીમમાંથી પસાર થતો હતો ત્યારે જ તેની પત્નીના પ્રેમીએ રસ્તામાં તેની બાઇક અટકાવી હતી.અને એને અપશબ્દો બોલતો હતો અને એવા માં બંને વચ્ચે ઝઘડો થયો હતો. જોત જોતામાં બંને વચ્ચે ઝપાઝપી થઈ હતી અને બંને મારામારી પર ઉતરી આવ્યા હતા. બંને મારામારી કરતાં કરતાં બાજુમાં આવેલા તળાવમાં પડ્યા હતા અને બંનેનાં મોત થયા હતા. આ મામલે મૃતક કમલના પિતા યોગેશભાઈએ જહાંગીરપુરા પોલીસ મથકમાં પુત્રવધૂ ખુશ્બૂ વિરુદ્ધ ફરિયાદ કરતા પોલીસે ખુશ્બૂની પૂછપરછ કરી હતી.

પૂછપરછમાં ખુશ્બૂએ કબૂલાત કરતા તેની ધરપકડ કરી છે.અને એની સામે જરૂરી કાર્યવાહી કરવા કમલ ના પરિવારે માગણી કરી છે.સોમવારે મહિલાના પતિ કમલ અને પ્રેમી તુષારનો મૃતદેહ ઓલપાડના કોસમગામ સીમમાં આવેલા વરિયાવ તળાવમાંથી મળી આવ્યો હતો.એવું હત્યા નું કાવતરું કરવાને કારણે એના પિયરના લોકો એ પણ એની સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે.અને એના કારણે આખા પરિવાર માં શોખ નો માહોલ સર્જાયો છે.