પુત્રીને દફનાવવા ગયેલા પિતાને 3 ફૂટ ઊંડા ખાંડા માંથી મળી જીવતી બાળકી,‛નામ રાખ્યું સીતા’જાણો આ દિલચસ્ત કહાની..

બરેલી. રામાયણ અનુસાર, મિથિલાના રાજા જનકને ખેતરમાં હળ જોડાવા તા સમયે એક માટલી માથી સીતા માતાની પ્રાપ્તિ થઈ હતી.અને આવું જ કંઈક બરેલીમાં જોવા મળ્યું હતું. જ્યાં સ્મશાનમાં ખોદકામ દરમિયાન જમીનની અંદર એક બંધ માટલામાં થી બાળક મળ્યું હતું. કોઈ જીવિત બાળકને એક માટલીમાં બંધ કરીને દફનાવી હતી.અને 3 ફૂટ ઊંડા ખાડામાં એક માટલીમાં જીવિત મળી આવેલી બાળકને તાત્કાલિક જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી જ્યાં તેની સારવાર શરૂ થઈ હતી.

Advertisement

સીબીગંજ ના નિવાસી હિતેશકુમારની પત્ની વૈશાલી મહિલા દરોગા છે.અને ગર્ભાવસ્થા પછી, તેણીએ એક બાળકીને જન્મ આપ્યો.જેનું ટૂંક સમયમાં અવસાન થયું.અને હિતેશ મૃત યુવતીને દફનાવવા માટે સ્મશાન ગૃહમાં પહોંચ્યો હતો. અને તેમણે બાળકીને દફનાવવા માટે ખાડો ખોદવાનું શરૂ કર્યું હતું. લગભગ ત્રણ ફૂટ ખોદકામ કર્યા પછી, પાવડો કંઈક વસ્તુ સાથે ટકરાઈ હતું.અને પછી માટી ને હટાવીને જોયું તો એક માટલું મળ્યું હતું.અને માટલામાં એક બાળક જોવા મળ્યું હતું.જેની શ્વાસ ચાલુ હતી.આ જોઈને બધા લોકો ચકીત થઈ ગયા હતા.

હિતેશ માટલીમાં નીકળે લી બાળકને છાતી થી લગાવીને,અને બાળક રડી રહ્યું હતું.તેની માટે દૂધની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ દરમિયાન હિતેશે પોલીસને પણ જાણ કરી હતી અને પોલીસે બાળકીને જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરી હતી.અને પછી હિતેશે તેની મૃત બાળકને દફનાવી દીધી હતી.જે છોકરીને ખાડામાં કોણ દફનાવી ગયું હતું તેણી જાણ હજુ થઈ નથી. હોસ્પિટલના સ્ટાફ દ્વારા આ યુવતીનું નામ સીતા રાખવા આવ્યું હતું.

પોલીસે તલાશ શરૂ કરી હતી. પોલીસ અધિક્ષક અભિનંદન સિંહે રવિવારે જણાવ્યું હતું કે બરેલીના સીબીગંજની વેસ્ટર્ન કોલોનીમાં રહેતા હિતેશ કુમાર સિરોહીના ઘરે ગુરુવારે એક બાળકીનો જન્મ થયો હતો. જેનું ટૂંક સમયમાં મૃત્યુ થયું હતું.અને તેમણે જણાવ્યું હતું કે હિતેશ સ્મશમ ગૃહ પહોંચ્યા હતો.અને સાંજે જ બાળકને દફનાવવા માટે ખાડો ખોદ્યો હતો.અને પછી લગભગ ત્રણ ફૂટ ખાડો ખોદતાં પાવડો એક વસ્તુથી ટકરાયો હતો અને ત્યાં જોવામાં આવ્યું તો અંદર એક નવજાત શિશુ મળ્યું હતું.

તે જીવંત હતું અને તે ખૂબ જ ઝડપી શ્વાસ લેતું હતી. અભિનંદન સિંહ એ બતાવ્યું કે હિતેશ આ બાળકને અપનાવ્યું હતું.હાલમાં તેનો બરેલીના હોસ્પિટલમાં ઈલાજ થાય છે.અને મુખ્ય જિલ્લા તબીબી અધિકારી ડો.વિનીત શુક્લાએ જણાવ્યું હતું કે બાળકીની હાલતમાં સુધારો થઇ રહ્યો છે.

પોલીસે તલાશ શરૂ કરી. જે સમયે, આ કેસમાં એસપી સિટી અભિનંદન સિંહ કહે છે કે જેણે પણ આ યુવતીને જીવંત દફન કરવાની અમાનવીય કૃત્ય કર્યું છે તેને શિક્ષા કરવામાં આવશે. અને તેમણે કહ્યું કે પોલીસ ટીમો એવા કુટુંબની શોધમાં છે જેમણે યુવતીને માટલીમાં જીવંત દફનાવી દીધી હતી.અને તેઓ કહે છે કે સાદા ડ્રેસમાં પહેરીને પોલીસ ની શોધખોળ ચાલુ.

Advertisement