રાતોરાત બદલાયું કામવાળી બાઈ નું જીવન, ઝાડૂ પોતું છોડીને કરવા લાગી ફેશન મોડલિંગ, જુઓ ફોટા.

નસીબ કહો કે કિસ્મત એ એક ખેલ છે, નસીબ ક્યારે રંક ને રાજા બનાવે કે રાજાને પણ રંક બનાવે એ નક્કી હોતું નથી આજે આવી જ એક વાત અમે તમને કેહવા જઇ રહ્યા છે. રાતોરાત બદલાયું કામવાળી બાઈ નું જીવન, ઝાડૂ પોતું છોડી ને કરવા લાગી ફેશન મોડલિંગ, જુઓ ફોટા.

કહેવાય છે કે સુંદરતા તમારા ચહેરા માં નહીં પરંતુ જોવા વાળા ની આંખ માં હોય છે. દરેક માણસ પોતાના માં ખાસ અને સુંદર હોય છે. સુંદરતા ની પરિભાષા તમારા સ્કીન ના રંગ અથવા ચહેરા થી નથી આંકી શકાતી. એ આ વાતો પર નિર્ભર કરે છે તમારો અંદાજ કેવો છે.

તમે કઈ રીતે ચાલો છો અને પોતાને બીજા ની સામે કઈ રીતે રજુ કરો છો. આજ વસ્તુ તમને આકર્ષક બનાવે છે. આવું જ કંઇક કમલા નામ ની એક બાઈ ની સાથે પણ થયું. કમલા નું જીવન એ સમયે સંપૂર્ણ રીતે બદલાઈ ગયું જ્યારે એની ઉપર એક ફેશન ડિઝાઇનર ની નજર પડી.

થયું એવું કે કમલા દરરોજ ની જેમ ઘરો માં કામ કરવા ગઈ હતી. આવા માં જ્યારે એક ઘર માં કામ કરી રહી હતી તો એના બાજુ માં રહેવા વાળી સ્ત્રી ની નજર એની ઉપર પડી ગઈ. આ સ્ત્રી વ્યવસાય થી એક ફેશન ડિઝાઇનર હતી, જેનું નામ મનદીપ નેગી છે. મનદીપ નો ‘શેડ્સ ઓફ ઈન્ડિયા’ વાળુ કલેક્શન ઘણું પોપ્યુલર હતું.

એ પાછલા કેટલાક સમય થી પોતાના નવા કલેક્શન માટે એક મોડેલ ની શોધ કરી રહી હતી. મનદીપ ને હંમેશા નવા ચહેરા ની શોધ રહેતી હતી. એ પોતાના કલેક્શન માટે એવા લોકો શોધતી હતી જે પ્રોફેશન મોડલ ના હોય. આની પાછળ નું કારણ એ છે કે મનદીપ ઈચ્છે છે કે જે વ્યક્તિ ને પણ એ પસંદ કરે એ જે કપડાં પહેરે એમાં કેમેરા ની સામે પોતાને સશક્ત અનુભવ કરે.

આવા માં જ્યારે એની નજર પોતાના પાડોશી ની કામવાળી બાઈ કમલા પર ગઈ તો એમને એવું લાગ્યું કે જાણે એની શોધ નો અંત થઈ ગયો છે. એને કમલા પોતાના નવા કલેક્શન માટે પરફેક્ટ લાગી. આવા માં એને કમલા ને પોતાના નવા કલેક્શન નું મોડલ બનવા નું ઓફર આપી દીધું. એ ઓફર ના વિશે સાંભળી ને પહેલા તો કમલા સંકોચ કરવા લાગી પરંતુ પછી એણે હા પાડી દીધી.

બસ પછી શું હતું, કમલા નું ફટાફટ મેકઓવર કરવા માં આવ્યું અને પછી જે પરિણામ આવ્યું એ જોઈ દરેક હેરાન રહી ગયા. કમલા એક મોડેલ બની ગઈ અને આકર્ષક લાગી રહી હતી. ખાસ વાત તો એ હતી કે એણે બધા કપડા ને ઘણા આત્મવિશ્વાસ ની સાથે પહેર્યો. એના બધા ફોટા માં એક સાદગી અને કોન્ફિડન્સ બંને દેખાયા. જોતજોતા માં મીડિયા ની હેડલાઈન્સ નો ભાગ બની ગઈ. આ પ્રકારે કમલા ના જીવન માં ઘણો મોટો બદલાવ આવ્યો.

કમલા ને જોઈ ને આપણે વિશ્વાસ ની સાથે કહી શકીએ છીએ કે દરેક સ્ત્રી પોતાના માં સુંદર હોય છે. જો તમે પોતાના ઉપર વિશ્વાસ રાખો, આત્મવિશ્વાસ ની સાથે પોતાના કપડાં પહેરો અને પોતાને બીજા ની સામે સારી રીતે પ્રેઝેંટ કરો તો તમે પણ સુંદરતા ની નવી પરિભાષા રચી શકો છો. હમણાં જે લોકો ને પણ કમલા ની આ વાર્તા ના વિશે ખબર પડી છે એ આશ્ચર્યચકિત રહી જાય છે. આની સાથે જ કમલા ના વખાણ પર કરે છે.