સાદી ભેળ તો દરેકે ખાધી જ હશે, આજે બનાવી લો આ ટેસ્ટી અને સ્વાદિષ્ટ રાજસ્થાની રગડા ભેળ..

અત્યારે દરેક વ્યક્તિને ટેસ્ટી ખાવાનું પસંદ હોય છે.અને લોકો ટેસ્ટી ખવામાટે બજારમાં જાય છે.અલગ અલગ વાનગી ખાય છે.અને તમે મોટે ભાગે સાદી ભેળ તો ખાધી હશે.પણ શુ તમને ખબર છે કે સાદી ભેળ કરતા પણ વધારે ટેસ્ટી ભેળ તમે તમારા ઘરે બનાવી ને ખાઈ શકો છો.તો પછી આવો જાણીએ આ પોસ્ટ ના માધ્યમથી કેવી રીતે બનાવવી રાજેસ્થાની રાગડા ભેળ. સાદી ભેળ તો દરેકે ખાધી જ હશે, આજે બનાવી લો આ ટેસ્ટી રાજસ્થાની રગડા ભેળ.

Advertisement

આપણે સુકી ભેળ અને ભીની ભેળ વિષે તો સાંભળ્યું હશે. ભીની ભેળમાં આપણે ચટણીઓ નાંખીએ છીએ. જ્યારે સુકી ભેળ એટલે બોમ્બે ભેળ. જેમાં બધા જ ડ્રાઈ ઇન્ગ્રેડીયન્ટ જ હોય. પણ તમે રાજસ્થાની રગડા ભેળ ટ્રાય નહીં કરી હોય. આજે બનાવી લો આ ભેળ અને માણો મજા. ક્યારેય રગડાવાળી આ ચટપટી રાજસ્થાની ભેળ તમે ખાધી છે? જો ન ખાધી હોય તો આજે જ ટ્રાય કરો. હા તેમાં થોડી મહેનત વધારે થાય છે અને સામગ્રીઓ પણ વધારે જોઈએ છે. પણ ખાવાની મજા ઘણી જ આવે છે. તમે ચટાકા સાથે તેને ખાઈ શકો છો.

સામગ્રી.

2 વાટકી વઘારેલા મમરા, 2 વાટકી ચોખાના પૌઆનો ચેવડો, 2 વાટકી મકાઈના પૌઆનો ચેવડો, 4 નાની સાઈઝના બાફેલા બટાકા, 6 મોટી ચમચી લસણની ચટણી, 6 મોટી ચમચી ખજૂર આમલીની ચટણી, 4 મોટી ચમચી ઝીણી સમારેલી ડુંગળી,4 મોટી ચમચી ઝીણા સમારેલા ટામેટા
6 મોટી ચમચી ઝીણી સેવ,2 મોટી ચમચી ઝીણી સમારેલી કોથમીર.

રીત. સૌ પ્રથમ એક મોટો મિક્સિંગ બોલ લો. તેમાં મમરા, ચોખાના પૌઆનો ચેવડો અને મકાઈનો ચેવડો મિક્સ કરો. હવે બાફેલા બટાકા છાલ ઉતારીને હાથે જ મસળીને ઉમેરવા. તેમાં ઝીણી સમારેલી ડુંગળી, ઝીણા સમારેલા ટામેટા ઉમેરવા. બધી જ સામગ્રીને હાથેથી મિક્સ કરી લેવી. જેથી કરીને બધી સામગ્રાી એકબીજામાં ભળી જાય અને સ્વાદ પણ સારો આવે.

હવે આ તૈયાર કરેલી સામગ્રીમાંથી અડધી સામગ્રી એક સર્વીંગ ડીશમાં લઈ લેવી. આ સામગ્રીમાંથી તમે 3 પ્લેટ રગડા ભેળ તૈયાર કરી શકો છો. હવે તેમાં ત્રણથી ચાર મોટી ચમચી રગડો ઉમેરી દેવો. અહીં તમે તાજો રગડો બનાવીને પણ વાપરી શકો છો. અહીં તમે રગડા પેટીસ, સેવ ઉસળ, રગડા પાંઉ ગમે તેનો રગડો ઉમેરી શકો છો. રગડો ઉમેર્યા બાદ તેમાં લસણની લાલ ચટણી, ખજૂર આમલીની ચટણી ઉમેરી લો. બન્ને ચટણીનો ઉપયોગ જરૂર કરવાથી સ્વાદ ચટપટો લાગશે. રગડો તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછો નાંખી શકો છો. ભેળ ભીની રહે અને રગડાનો ટેસ્ટ આવે તે મહત્વનું છે.

હવે ભેળ પર મસાલા શિંગ ભભરાવી દો. ત્યાર બાદ ડુંગળી, ટામેટા ભભરાવવા. ઘરમાં ઝીણી સેવ હોય તો તે પણ ભભરાવી દેવી. હવે ફરી તેના પર લસણની લાલ ચટણી, ખજૂર આમલીની ચટણી અને જીણી સમારેલી કોથમીર ભભરાવી દો. તો તૈયાર છે સાદી ભેળ કરતાં પણ વધારે ચટપટી એવી રાજસ્થાની રગડા ભેળ. તમે જ્યારે જ્યારે પણ ઘરમાં કોઈ રગડાવાળી વાનગી એટલે કે રગડા પેટીસ, રગડા પાંઉ, રગડા પૂરી બનાવો ત્યારે વધેલા રગડામાંથી આ ચટપટી ભેળ આસાનીથી થોડી જ મિનિટમાં બનાવી શકો છો.

Advertisement