સદીઓથી જૂનું મંદિર,ચમત્કાર એવો કે તમે વિચારતા રહી જશો..

બિહાર પ્રાચીન કાળથી એક સમૃદ્ધ સંસ્કૃતિવાળું એક રાજ્ય છે. બિહારનો ઉલ્લેખ રામાયણ કાળમાં મહાભારત સુધી કરવામાં આવ્યો છે. અને આ રાજ્યમાંથી ઘણા ધર્મોનો જન્મ પણ થયેલો છે. આ રાજ્યનું એક પ્રાચીન મંદિર કૈમૂર જિલ્લામાં આવેલું છે. અને આ મંદિર માર્કન્ડેય પુરાણ સાથે પણ સબંધ ધરાવે છે, જેમાં શુભ-નિશુભના સેનાપતિ ચાંદ અને મુંડની હત્યાની કથા મળી આવેલી છે. દેવીના આ મંદિરમાં, ભક્તો પ્રાચીન શિવલિંગનો ચમત્કાર પણ જોવે છે, અને માતાની આશ્ચર્યજનક શક્તિની ઝલક પણ અહીંયા જોવા મળે છે. તો આવો જોઈએ અહીં માતાનું કયુ ચમત્કાર જોવા મળે છે.

Advertisement

જે મંદિરની આપણે ચર્ચા કરી રહ્યાં છીએ તે બિહારનું મુન્ડેશ્વરી મંદિર છે. અને આ મંદિરમાં, માત્ર હિન્દુઓ જ નહીં, પણ અન્ય ધર્મના લોકો પણ મનોકામના પુરી કરવા માટે આવે છે અને તેમની નજર સામે જ ચમત્કારો પણ થાય છે અને તે જોતા પણ હોય છે. ભક્તોનું માનવું છે કે માતા મુંડેશ્વરી સાચા મનથી માંગવામાં આવતી દરેક ઇચ્છાઓ પૂરી કરે છે.

ભારતના પ્રાચીન મંદિરોમાં, આ મંદિર કૈમૂર પર્વતની પાવરા ટેકરી પર 608 ફૂટની ઉચાઈ પર આવેલુ છે. આ મંદિરમાં બલિદાન આપવાની રીત થોડી જુદી જ છે. મુન્ડેશ્વરી મંદિરની સૌથી મોટી વિશેષતા એ છે કે તેમાં પ્રાણીની બલિ ચઠાવવી સાત્વિક પરંપરા છે. અહીંયા બકરીને પણ બલિ ચઠાવવામાં આવે છે, પણ તેનો જીવ લેવામાં આવતો નથી.

જ્યારે બકરીને માતાની સામે લાવવામાં આવે છે, ત્યારે પુજારી મૂર્તિને સ્પર્શ કરે છે અને બકરી પર ચોખા ચઠાવીદે છે. અને પછી બકરી બેભાન થઈ જાય છે, અને તે જ સમયે મરી ગઈ હોય છે. થોડા સમય પછી ફરીથી અખંડ ફેંકવાની પ્રક્રિયા ચાલુ કરે છે અને બકરી એકદમ ઉભી થઈ જાય છે. અને તે પછી બકરીને છૂટી મુકવામાં આવે છે. જ્યારે આ ચમત્કાર તમારી આંખોની સામે થાય છે, ત્યારે તમે વિશ્વાસ કરી શકતા નથી કે તમે 21 મી સદીમાં જીવી રહ્યા છો એમ.

મુન્ડેશ્વરી મંદિરમાં ભગવાન શિવજીનું પંચમુખી શિવલિંગ છે, અને જેમાં કહેવામાં આવે છે કે સવારે, બપોરે અને સાંજે આ શિવલિંગ ના રંગ બદલતા રહે છે. અને જ્યારે પંચમુખી શિવલિંગનો રંગ બદલાતો જાય છે, અને આપણને ખબર પણ પડતી નથી.

મંદિર પરિસદમાં મળેલા કેટલાક શિલાલેખો બ્રહ્મી ભાષામાં  છે. મંદિરનું અષ્ટકાર ગર્ભગુહ આજસુધી અકબંધ છે. અને ભારતના પુરાતત્ત્વ વિભાગ દ્વારા મંદિરને ધ્વસ્ત ગુંબદ બનાવવાના પ્રયાસો પણ કરવામાં આવી રહ્યા છે. તેમની પાસે તે સમયગાળાના ગુંબદનો નકશો અત્યારે પણ છે.

Advertisement