સંધ્યા ના સમયે ભૂલથી પણ ના કરવા જોઈએ આ કામ,નહીં તો થઈ જશો બરબાદ..

આપણે સૌ જાણીએ છીએ કે આપણા દેશમાં ધર્મ અને શાસ્ત્રો ને ખૂબ જ માનવામાં આવે છે.અને આપના દેશમાં અનેક ધર્મ ના લોકો રહે છે.અને અનેક અનેક પ્રથાઓ ને માને છે લોકો,શાસ્ત્રો માં એવું માનવામાં આવે છે કે, સાંજ ના સમયે કેટલાક કામ ન કરવા જોઈએ. જો કે, જીવનશૈલી સંપૂર્ણપણે બદલાઈ ગઈ છે જેના કારણે લોકો આ બધી બાબતો ને યોગ્ય રીતે અપનાવતા નથી.અને આ પ્રથાઓ નું પાલન કરતા નથી.પરંતુ કેટલાક સરળ નિયમો છે જેને અનુસરવા નો પ્રયાસ કરવો જોઈએ.અને આવી પ્રથાઓ ને માણવી જોઈએ.આ નિયમો સંપત્તિ થી માંડી ને સ્વાસ્થ્ય માટે પણ ખૂબ ફાયદાકારક છે.તો ચાલો અમે તમને આ નિયમો વિશે જણાવીએ.જે તમારા માટે કહું જ અસરકારક છે.

Advertisement

1.સંધ્યા સમયે કચરો ન કાઢવો.

આપણા દેશમાં ઘણી પ્રથાઓ એવી છે જે સંધ્યા સમયે ના કરવી જોઈએ.સંધ્યા ના સમયે કચરો ના કાઢવો જોઈએ,ઘણા લોકો ને ઓફિસ જતા પહેલા સફાઇ કરવાનો સમય મળતો નથી. જેના કારણે તે ઘરે આવ્યા પછી સાંજે સફાઈ કરે છે. પણ હું તમને જણાવી દઇશ કે, આમ કરવું યોગ્ય નથી. શાસ્ત્રો અનુસાર સંધ્યા સમયે ઘર માં લક્ષ્મી આવે છે આથી જો સાવરણી ની મદદ થી કચરો કાઢવામાં આવે તો લક્ષ્મીજી ઘર ની બહાર જતા રહે છે,અને તેમરા પર પ્રસન્ન થતા નથી.તેથી કોઈએ પણ ક્યારેય સાંજે સફાઈ ન કરવી જોઈએ. આવું કરવાથી લક્ષ્મીજી નો અનાદર થાય છે.અને લક્ષ્મીજી તમારા ઘરે વાસ કરતી નથી.

2.સંધ્યા સમયે ક્યારેય સૂવું નહી.

એવું પણ માનવામાં આવે છે કે સંધ્યા ના સમયે સુવુ ના જોઈએ.ઓફિસ અને કામ ને લીધે લોકો ખૂબ થાકી જાય છે, જેના કારણે તેઓ ગમે ત્યારે સૂઈ જાય છે. સાંજે સૂવું ધર્મ માં યોગ્ય માનવામાં આવતું નથી અને તેનાથી આરોગ્ય પર પણ ખરાબ અસર પડે છે. સાંજે પૂજા કરવાનો સમય હોય છે. સંધ્યા સમયે ઘર માં દીવો પ્રગટાવવો જોઈએ અને લક્ષ્મી માતા ના આગમનને આવકારવું જોઈએ.અને લક્ષ્મી જી ની પૂજા અર્ચના કરી તેમને પ્રસન્ન કરવા જોઈએ.ઉનાળા સિવાય, જો તમે સાંજે કોઈ પણ ઋતુ માં સૂવો છો, તો બીમાર થવાનું જોખમ વધી છે.આમ અનેક કારણો પણ છે.

3.સંધ્યા સમયે અભ્યાસ ન કરો.

અમુક લોકો એવા પણ હોય છે જે આખો દિવસ અભ્યાસ કરતા હોય છે.દિવસ અને રાત ના મિલન ને ગોધૂલી સમય કહેવામાં આવે છે, તે સમયે અભ્યાસ ન કરવો જોઈએ. આ સમયે ધ્યાન અથવા ચાલવું જોઈએ. આ સમયે વિરામ લેવાથી મન પણ શાંત થાય છે, સાથે સાથે થોડા સમય પછી અભ્યાસ કરવાથી અભ્યાસ સારી કરી શકાય છે.

4.સંધ્યા સમયે ભોજન ન કરવું જોઈએ.

અમુક લોકો એવા પણ હોય છે સંધ્યા ના સમયે ભોજન કરતા હોય છે.સાંજે ક્યારેય ભોજન કરવું જોઈએ નહિ. તમારે કાં તો સૂર્યાસ્ત થાય તે પહેલાં અથવા સૂર્યાસ્ત થઇ ગયા પછી જ ખાવું જોઈએ. માન્યતાઓ ના અનુસાર, સંધ્યા સમયે ભોજન કરવાથી ઘર માં બીમારીઓ આવે છે.અને તમને નુકશાન પણ થાય છે.

5.સંધ્યા સમયે ઝાડ અને છોડને તોડવા નહી.

ઘણા લોકો ને ઝાડ અને છોડ ને તોડવાની આદત હોય છે.ઘણા લોકો ને ઝાડ રોપવાનું ગમે છે. ઘણા લોકો ને દિવસ દરમિયાન ઝાડ અને છોડ ની સંભાળ લેવામાં સમય મળતો નથી, જેના કારણે તેઓ સાંજે ઓફિસે થી આવે ત્યાર બાદ તેમના છોડ ને જુએ છે. સાંજે છોડ ને ક્યારેય સ્પર્શ ન કરવો જોઇએ.તેમજ છોડ ના પાન, ફૂલ વગેરે ક્યારેય તોડવા નહિ. આવું કરવું અશુભ માનવામાં આવે છે. તેનાથી ઘર ની સુખ-શાંતિ પર ખરાબ અસર થાય છે.

Advertisement