સ્વાસ્થયથી લઈને ચેહરો નિખારવા સુધીમાં કામ આવે છે નારિયેળ તેલ,નારિયેળના તેલના આ 6 ફાયદા જાણીને હેરાન થઈ જશો.

સ્વાસ્થ્યથી લઈને સુંદરતા નિખારવા માટે નારિયેળ તેલ કુદરતનો ખુબ અનમોલ રતન છે. આના ફાયદા જાણીને હેરાન થઈ જશો. ગરમીના મહિનામાં નારિયેળ તેલનો ઉપયોગ કરવો એ ઘણો ફાયદેમંદ છે. આના ઔષધીય ગુણ તમારી સ્વાસ્થ્ય, સુંદરતા અને વાળને સ્વાસ્થ્ય બનાવી રાખે છે. તે સ્કિન અને વાળને પાકૃતિક રીતે મુલાયમ અને મજબૂત બનાવે છે. આજે અમે તમને બતાવીએ કે કેવી રીતે નારિયેળ તેલ તમારાં ચેહરા માટે અલગ અલગ કાર્ય કરે છે.

Advertisement

મેકઅપ રિમુવર.

નારિયેળ તેલ સૌથી સારું ક્લીન્જર માનવામાં આવે છે. મેકઅપ કર્યા પછી તેને ઉતારવો ઘણો મુશ્કિલ પડી જાય છે. પણ નારિયેળ તેલની મદદથી તેને આસાનીથી ઉતારી શકાય છે. આના માટે થોડું રૂ લઈ તેના ઉપર તેલ લગાવી મેકઅપ રિમુવર કરવો. તે મેકઅપને તો દૂર કરશે પણ સાથે સાથે સ્કિન પર રહેલા બેક્ટેરિયા અને ત્વચાની ગંદકીને પણ દૂર કરશે.

ડાઘ ધબ્બા દૂર કરશે.

નારિયેળ તેલમાં એન્ટિબેક્ટેરિયલ ગુણ હોય છે,જે ચેહરા પર થવા વાળા ડાઘ ધબ્બા અને ખીલને દૂર કરે છે. તેની અંદરના ફેટી એસિડ બેકટેરિયા ને મારવામાં મદદ કરે છે જેના લીધે ડાઘ ,ધબ્બા અને ખીલ થાય છે.

ત્વચાની નમી બનાવી રાખે.

તમને તમારી ત્વચાથી પ્રેમ છે તો નારિયેળ તેલ તેના માટે વરદાન છે. તે તમારી ત્વચાને હાઇડ્રેટ રાખે છે અને ત્વચાને પ્રદુષણથી બચાવે છે. બદલાતા મોસમમાં ત્વચાની રક્ષા કરે છે.આમાં વિટામીન ભરપૂર માત્રા માં હોય છે,જે ત્વચાની નમી ને સાચવી રાખે છે. આ એક પ્રાકૃતિક મોસ્યુરાઇજર છે.

એન્ટી એજિંગ પ્રોપર્ટી.

નારિયેળનું તેલ ઉંમર વધવાના સંકેતો જેવા કે કરચલી પડવી,ડાઘ ધબ્બાથી બચાવે છે. કેવળ આ તેલનો ઉપયોગ પાર્લર અને એન્ટી એજિંગ પ્રોડક્ટ્સમાં થવા વાળા ખર્ચાથી બચાવી શકે છે. આ તેલમાં એન્ટી એજિંગ પ્રોપર્ટી હોય છે જે કોલોજનનું લેવલ વધારે છે અને ત્વચાને જવાન ખુબસુરત બનાવે છે.

પ્રાકૃતિક સનસ્ક્રીન ક્રીમ.

નારિયેળ તેલમાં SPF 4 5 હોય છે જે ત્વચા પર પડવા વાળી સૂર્યની અલ્ટ્રાવાયોલેટ કિરણથી બચાવ કરે છે પણ તમે વધારે ટાઈમ માટે જો તાપમાં જાવ તો તમે આનો ઉપયોગ ન કરવો. કેમ કે તે સૂર્યના કિરણોથી 30 મિનિટ સુધી રક્ષા કરે છે.

નેચરલ હાઈલાઈટર.

કેટલા લોકો નહીં જાણતાં હોય કે ઘણાં એવા હાઈલાટિંગ પ્રોડક્ટ્સમાં નારિયેળ તેલનો ઉપયોગ થાય છે. જો તમે મેકઅપ કરી રહ્યાં છો અને હાઇલાઇટર નથી તો એવા સમયે નારિયેળ તેલ એ બહેતર વિકલ્પ સાબિત થાઈ છે. આનાથી તમારા ચહેરા પર પ્રાકૃતિક નિખાર આવી જાય છે.

Advertisement