તમારા ઘરમાં રોપેલો તુલસીજીનો છોડ કાળો કે સુકાવા લાગે ત્યારે ભગવાન આપે છે આવા સંકેત..

તુલસીને હિન્દુ ધર્મમાં ગણું મહત્વ આપવામાં આવે છે.તુલસીમાં માતા લક્ષ્મીનો વાસ હોય છે.અને હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે તુલસીને સવારે દીવો કરવો જોઈએ અને સ્ત્રીઓ એ તુલસીની પૂજા અને એક કરસ્યો પાણી ચડાવા થી તેનાથી માં લક્ષ્મી પ્રસન્ન થાય છે.અને તમારા ઘરમાં લક્ષ્મી વર્ષા થાય છે.તો પછી આવો આ લેખ વિશે વિસ્તૃત સમજીએ.

Advertisement

તુલસી ના રોપ ને આપણા શાસ્ત્રો મા પૂજનીય ગણવા મા આવે છે તથા આ છોડ એટલો અનન્ય છે કે તેનો ઉપયોગ ઔષધ તરીકે પણ કરવા મા આવે છે. આ છોડ ને સ્વર્ગ ના છોડ ની ઉપાધિ આપવા મા આવી છે. એવુ કહેવાય છે કે આ છોડ ને ધરતી પર મનુષ્ય ના કલ્યાણ માટે મોકલવા મા આવ્યુ છે.

ભાગ્યે જ એવુ ઘર જોવા મળશે કે જયા તુલસી નો છોડ નહી હોય. આ તુલસી ના રોપ થી તમારા ઘર નુ વાતાવરણ એકદમ પુજનીય તથા પાવનમયી બની જાય છે. હિન્દુ શાસ્ત્રો મુજબ તુલસી એ માતા લક્ષ્મી નુ એક અનન્ય સ્વરૂપ છે. તેને નિયમિત પાણી રેડવા થી વૈકુંઠ ધામ ની પ્રાપ્તિ થાય છે.

હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે કોઈ શુભ કાર્યમાં તુલસીનો ઉપયોગ કરવામાં આવે છે.જેમ કે ઘરમાં કથા હોય,લગ્ન પ્રસંગ હોય કે અન્ય શુભ કર્યો કરવા માટે તુલસીનો ઉપયોગ કરવામાં આવે છે.અને તુલસીનો ઉપયોગ પ્રસાદી મા વધારે કરવામાં આવે છે. આ રોપ ને ઘર મા ઉછેરવા થી ઘર મા માતા લક્ષ્મી નો વાસ થાય. તુલસી ના છોડ થી ઘર ની આજુબાજુ નુ વાતાવરણ સકારાત્મક બની જાય છે. આ છોડ એટલો વિશેષ છે કે તેની કાળજી પણ વિશેષ રાખવી પડે છે. જો તેની યોગ્ય રીતે કાળજી રાખવા મા ના આવે તો તે સુકાઇ જાય છે જે અશુભ ગણાય છે. તુલસી નો છોડ સુકાઇ ના જાય તે માટે ધ્યાન મા રાખવા જેવી બાબતો.

સૂર્ય અસ્ત થયા પછી તુલસી ના છોડ ને અડકવો નહી. તુલસી ના છોડ નો રવિવારે , એકાદશી ના દિવસે તથા સૂર્યગ્રહણ કે ચન્દ્રગ્રહણ ના દિવસે સ્પર્શવો નહી. આ તુલસી ના છોડ ની સાથે કોઇ અન્ય છોડ રોપવો નહી. જો તમે અન્ય કોઇ રોપ રોપવા માંગતા હોવ તો તેના અને તુલસી ના રોપ વચ્ચે યોગ્ય અંતર રાખવુ. તુલસી નો છોડ એવી જગ્યા એ રોપવો જયા તેને યોગ્ય પ્રમાણ મા સૂર્યપ્રકાશ મળી રહે. નિયમિત આ છોડ મા જળ અર્પણ કરવુ. જો તુલસીનો છોડ સુકાઈ જાય તો તે અશુભ માનવામાં આવે છે મટલબ કે તમને ખબર છે.કે તુલસીમાં માતા લક્ષ્મીનો વાસ હોય છે.જો તુલસી સુકાઈ જાય તો માતા લક્ષ્મીનો વાસ દૂર થઈ જાય છે.અને ઘરમાં ધનની કમી થવાનો સંકેત મળે છે.એટલા માટે ધ્યાન રાખવું જોઈએ કે તુલસી કોઈ દિવસ સુકાઈ જાય નહિ તેનાથી તમારા ઘરમાં લક્ષ્મી આવક બની રહે છે.

Advertisement