વધારે પ્રમાણમાં પાણી પીવું શરીર માટે હાનિકારક સાબિત થઈ શકે છે, થશે આવી ગંભીર બીમારી જાણો..

પાણી આપણે દરેક લોકો પિતા જ હશે.અને પાણી પીવું એ આપણા માટે ખૂબ જરૂરી પણ છે.પાણી આરોગ્ય માટે જરુરી છે.પાણી પીવાથી શરીર સાફ અને સ્કીન હેલ્ધી રહે છે.અને તમે રોગ થી મુક્તિ પણ મેળવી શકો છો.આમ વિચારીને કેટલાક લોકો જરુરિયાત કરતા વધુ અને તરસ ન લાગે તો પણ પાણી પીતા રહે છે.અમુક લોકો તો દિવસ દરમિયાન અનેક વખત પાણી પીતા હોય છે.

Advertisement

જરૂરિયાત કરતા વધુ પાણી પીવાથી મેદસ્વીતા પણ આવી શકે છે. સામાન્ય રીતે લોકો માને છે કે પાણી પીવાથી વજન ઘટે છે અને ફેટ બર્ન થાય છે. આ વાત સાચી પણ છે.પરંતુ વધુ પડતું પાણી પીવું એ પણ આપણા શરીર માટે ખુબજ હાનિકારક સાબિત થઈ શકે છે. વધુ પાણી પીવાથી શરીરને થઇ શકે છે નુકસાન.

વધુ પાણી પીવાથી મેદસ્વીતા વધે.

અમુક લોકો તરસ ના લાગતી હોય તો પણ પાણી પીતા હોય છે,પરંતુ આ નુકશાન કારક છે.સામાન્ય રીતે ડોક્ટર માને છે કે એક સ્વસ્થ વ્યક્તિએ એક દિવસમાં 2-4 લિટર પાણી પીવું જોઇએ.ખાસ પરિસ્થતિ જેમ કે જિમ,એક્સર્સાઇઝ, ભારે મહેનત કે ગરમીના કારણે તેની માત્રા વધી શકે છે.જો તમે રોજ પાંચ થી છ લિટર પાણી પીશો તો તમારા સ્વાસ્થ્ય પર વિપરિત અસર પણ પડી શકે છે.અને તમારા શરીર માટે નુકશાન કારક સાબિત થઈ જશે છે.

પાણી પીવાથી આમ વધે છે વજન જાણો.

વધુ પડતું પાણી પીવાથી પણ તમારું વજન વધી શકે છે.આપણુ વજન ત્યારે વધે છે જ્યારે શરીરમા ફેટ જમા થાય છે. જામેલા ફેટ સેલ્સમાં પાણીની માત્રા પણ હોય છે.જેથી તમારા શરીરમાં વિપરીત અસર પીળી શકે છે,આવા સંજોગોમાં જો તમે જરુર કરતા વધુ પાણી પીવો છો તો કિડની બધા પાણીને બહાર કાઢવામાં સક્ષમ હોતી નથી.

જેના કારણે તમારા શરીર પર આડ અસર પડી શકે છે.બચેલુ પાણીશરીરમાં ઇલેક્ટ્રોલાઇટ્સનુ બેલેન્સ બગાડે છે.તેનાથી પાણી શરીરમાં જમા થઇ જાય છે અને તમારુ વજન વધી જાય છે.24 કલાકમાં જ આ જમા થયેલુ પાણી શરીરમાંથી નીકળી જાય છે. જો તમને રોજ વધુ પાણી પીવાની આદત હોય તો તમને મેદસ્વીતાની સમસ્યા થઇ શકે છે.અને તમારું વજન વધી શકે છે.

વધુ તરસ કેમ લાગે છે.

તમને વધુ તરસ લાગવાનું પણ એક કારણ છે.સામાન્ય રીતે વધુ સોડિયમ અને ઓછા પોટેશિયમના સેવનથી વધુ તરસ લાગે છે.અને તમે વધુ પાણી પીવો છો.મીઠું સોડિયમમાંથી બનેલુ હોય છે તેથી વધુ મીઠુ ખાનાર લોકોને વધુ તરસ લાગે છે.મીઠુ સેલ્સમાંથી પાણીને બહાર કાઢે છે.આવા સંજોગોમાં જો તમે વધુ મીઠુ ખાવ છો તો તમારી કોશિકાઓ મગજને જલ્દી જલ્દી તરસ લાગવાના સંકેત મોકલવા લાગે છે.અને તમે વધુ પાણી પીવા લાગો છો. જો તમે વધુ પડતું પાણી પીવો છો તો તમારા શરીર ને અનેક જાતની બીમારી થવા ની સંભાવના વધી જાય છે જેવી કે.

કિડની પર ખરાબ અસર.

જરુરિયાત કરતા વધુ પાણી પીવાથી ઓવરહાઇડ્રેશનની સમસ્યા થઇ શકે છે.તેની સીધી અસર કિડની પર પડે છે. કિડની આપણા શરીરમાં પાણીને ફિલ્ટર કરવાનું કામ કરે છે. જો તમે રોજ વધુ માત્રામાં પાણી પીતા હો તો કિડની પર વધુ બોજ પડે છે. લાંબા સમયે કિડની ફેલ થવાનો ખતરો પણ રહે છે.

હાલમાં ભારતીય વિદ્યાર્થીઓની સુવિધાને ધ્યાનમાં રાખીને દૂતાવાસે તેની વેબસાઇટ પરથી એવી તમામ કૉલેજના નામ હટાવી દીધા છે, જ્યાં એમબીબીએસનો અભ્યાસક્રમ અંગ્રેજીમાં ભણાવવામાં આવશે નહીં. નવા નિયમ આવ્યા બાદ અન્ય કૉલેજોમાં પ્રવેશ લેનાર ભારતીય વિદ્યાર્થીઓ અભ્યાસક્રમ પૂર્ણ કરવા માટે મેન્ડરિન શીખી રહ્યા છે.

Advertisement