વિમાન નહીં પ્રથમ વિશ્વયુદ્ધમાં હતી બાઇસીકલ ઇનફન્ટ્રી,સૈનિકો સાયકલો પર લડ્યા હતા યુદ્ધ વાંચો..

બાઇસીકલ નો અત્યારના યુગમાં અમુક વ્યક્તિઓ ઉપયોગ કરતા હશે.બાઇસીકલ ની શોધ લગભગ ઇ.સ ૧૮૧૭ માં કરવામાં આવી હતી. બાઇસીકલ નો ઉપયોગ પહેલાના યુગમાં ખુબજ થતો હતો.જો કોઈ વ્યક્તિ પહેલા બાઇસીકલ લાવે તો તેની ગણતરી ધનવાન મા થતી હતી.અને દૂર દૂર થઈ વ્યક્તિઓ જોવા માટે ઘરે આવતા હતા પણ શું તમને ખબર છે કે બાઇસીકલ નો ઉપયોગ પહેલાના યુગમા યુદ્ધ દરમિયાન કરવામાં આવતો હતો.

Advertisement

આવો જાણીએ કે બાઇસીકલ નો ઉપયોગ યુદ્ધ દરમિયાન કેવી રીતે કરવામાં આવતો હતો.અને કઈ કઈ જગ્યાએ કરવામાં આવતો હતો. સાયકલ આજે ભલે વ્હીકલની દૂનિયામાં સૌથી છેલ્લું સ્થાન ધરાવતી હોય પરંતુ તેનો પણ એક જમાનો હતો.પ્રથમ વિશ્વયુધ્ધમાં તો હજારો સૈનિકો સાયકલ પર બેસીને યુધ્ધ લડયા હતા.

જર્મની અને બ્રિટન પાસે તો આખેઆખી બાઇસિકલ ઇનફન્ટ્રી પણ હતી જે અશ્વદળની મદદમાં ખડે પગે રહેતી હતી.પ્રથમ વિશ્વયુદ્ધમાં અંગ્રેજો પાસે ૧૪ જેટલી સાયકલ બટાલિયનો રહેતી જે રેગ્યુલર ઇન્ફન્ટી રેજીમેન્ટનો જ એક પાર્ટ ગણાતી હતી.વિશ્વ યુધ્ધ દરમિયાન કોસ્ટલ ડિફેન્સ માટે પણ સાયકલોનો વ્યાપક ઉપયોગ કરવામાં આવતો.ખાસ કરીને ડામર કે કપચીના માર્ગ પર લોખંડની ભારે વસ્તુઓ ઉચકવા માટે,મશીન મેન્ટેનન્સ અને ફયુઅલની હેરફેર માટે સાયકલ ખૂબજ ઉપયોગી રહેતી.

એટલું જ નહી ઘણી વાર તો ચડાઇ કરીને વિસ્તારો કબ્જે કરવામાં સાયકલ ઇન્ફન્ટ્રીની ભૂમિકા વધુ અસરકારક રહેતી હતી.આમ હાલમાં ભલે યુધ્ધો રણગાડીઓ અને તોપો વડે લડાતા હોય પરંતુ આજથી ૧૦૦ વર્ષ પહેલા ભારતીય સૈનિકો પણ સાયકલ લઇને જંગે ચડતા હતા.જો કે વિશ્વયુધ્ધ પહેલા સાયકલનો ઉપયોગ  ૧૮૯૯ થી ૧૯૦૨ દરમિયાન આફ્રિકાના બોઅર વોર દરમિયાન થયો હતા.આ સાયકલ ઇન્ફન્ટ્રી જયાં ઘોડા પહોંચી ના શકે તેવા સ્થાને ખૂબજ  ઉપયોગી સાબીત થયેલી.બાઇસિકલમાં કોઇ સમસ્યા ઉભી થાય તો તેના નિરાકરણ માટે મિકેનિઝમના જાણકાર માણસો પણ તાલીમ આપીને તૈયાર કરવામાં આવતા હતા.

સાયકલનું પ્રથમ વાર સંશોધન ૧૮૧૭માં ફ્રાંસમાં ઘોડાના વિકલ્પ તરીકે થયેલું જયારે ભારતમાં ૧૮૯૦માં પહેલીવાર સાયકલ ૪૫ રૃપિયામાં આયાત કરવામાં આવી હતી.એ સમયે સાયકલ પેડલ બાઇક,બાઇસિકલ, પુશ બાઇક જેવા અનેક નામોથી પણ ઓળખવામાં આવતી હતી.પ્રથમ વિશ્વયુદ્ધ પછી સાયકલના વેચાણમાં વિશ્વમાં ખૂબજ વૃધ્ધિ થઇ હતી.ખાસ કરીને યુરોપમાં જીંદગી આરામદાયક બનવાથી શ્રમ ઘટતા હેલ્થી અને ફિટ રહેવા માટે સાયકલનું ચલણ વધ્યું હતું.લાકડાની સાયકલમાં રબરના ટાયર નાખવાની શરૃઆત ૧૮૪૨માં થઇ હતી.જયારે આધૂનિક સાયકલનો પાયો જર્મનીના બેરોન વાને નાખ્યો હતો.

Advertisement