આ છે લાભ પાંચમનાં સૌથી મહત્વનાં અને શુભ મુહૂર્ત.

ભારતનો સૌથી મોટો તહેવાર દિવાળી જે હજુ યથાવત છે આવતી કાલે એટલેકે લાભ પાંચમ.કારતક મહીનાની શરૂઆત થતા જ તહેવારની શરૂઆત થઇ જાય છે આ મહિનામાં શુક્લ પક્ષની પાંચમની તિથિને સૌભાગ્ય પંચમી કે લાભ પાંચમ કહેવામાં આવે છે.

Advertisement

ખાસ કરીને ગુજરાત રાજ્યમાં આ તહેવારની સૌથી વધુ માન્યતા હોય છે.ગુજરાતના તમામ ધંધાકીય વ્યક્તિઓ દિવાળી ની રાજા સમાપ્ત કરી લાભ પાંચમ ના દિવસે નવું મૂરત કરે છે.

લાભ પાંચમ માનવ જીવનમાં સુખ અને સમૃદ્ધિ લાવે છે આ દિવસે ભગવાન શિવની પૂજા કરવામાં આવે છે. કહેવાય છે આ દિવસે શિવની પૂજા કરવાથી જાતકની સાંસરિક મનોકામનાઓ પૂરી થાય છે.

સાથે જ ઘરમાં સુખ અને શાંતિ આવે છે. આ વખતે લાભ પાંચમ 1 નવેમ્બરે છે.માન્યતા છે કે લાભ પાંચમના દિવસે ભગવાન ગણેશની ઉપાસના કરીને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે.

કારતક શુક્લ પાંચમના દિવસે જે જાતક મનથી ભગવાન શિવ અને ગણેશની પૂજા કરે છે તેમની દરેક ઇચ્છા પુરી થાય છે.લાભ પાંચમને વેપારી અને વેપાર માટે શુભ માનવામાં આવે છે.લાભ પાંચમ તિથિ – 1 નવેમ્બર.પાંચમની પૂજાનું મૂહર્ત – 6:36 વાગ્યા થી 10: 36 વાગ્યા સુધી.

Advertisement