આ ગામમાં આઝાદી ના 72 વર્ષ પછી પહેલીવાર આવી ટ્રેન,લોકો એ આવી રીતે કર્યું સ્વાગત,જુઓ તસવીરો.

આઝાદી આ શબ્દ સાંભળતાજ આઝાદી પહેલાં ના ભારતની તસવીરો સામે આવે છે.જે ખુબજ દર્દનાક હતી.પરંતુ હાલમાં દેશ આ બધું ભુલાવી તરક્કી ના માર્ગે દોડ લગાવી રહ્યો છે ત્યારે એક અગત્ય ની માહિતી સામે આવી છે અને તે મુજબ જાણવા મળ્યું છે કે આ ગામમાં પેહલી વાર ટ્રેન આવી છે.ભારતમાં ટ્રેન શરૂ થયાના 166 વર્ષ બાદ અને આઝાદીનાં 72 વર્ષ બાદ મધ્યપ્રદેશના અલીરાજપુરમાં પહેલી યાત્રી ટ્રેન બુધવારે ગુજરાતના છોટા ઉદયપુરથી પહોંચી.બપોરે અઢી વાગે જ્યારે ટ્ર્રેન અલીરાજપુર પહોંચી ત્યારે લોકોમાં ઉત્સવનું વાતાવરણ જોવા મળ્યું.લોકોએ ફટાકડા ફોડી ટ્રેનનું સ્વાગત કર્યું.રાજ્યસભાના સાંસદ નારાયણભાઈ રાઠવા અને છોટા ઉદયપુરના સાંસદ ગીતાબેન રાઠવાએ બપોરે 12 વાગે લીલી ઝંડી બતાવી અલીરાજપુરથી ટ્રેનને રવાના કરી હતી. કહેવાય છે કે, આ રેલ્વે લાઈનનો શિલાન્યાસ 8 ફેબ્રુઆરી 2008માં થયો હતો. એ સમયે એવી આશા હતી કે ટ્રેન બહુ જલદી અહીં પહોંચશે, પરંતુ ટ્રેન અહીં પહોંચતાં 11 વર્ષ લાગી ગયાં.સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, 84 વર્ષ પહેલાં અલીરાજપુરમાં બસ સેવા શરૂ થઈ. ત્યારબાદ વર્ષોથી નેતાઓ ટ્રેન સેવાના વાયદા કરતા રહ્યા, પરંતુ કઈં કર્યું નહીં. છેવટે હવે ટ્રેન સેવા શરૂ થઈ.ગુરૂવારથી ટ્રેન નિયમિત અલીરાજપુરથી વડોદરાના પ્રતાપનગર સ્ટેશન સુધી દોડશે. હવે લોકો શહેર અને જિલ્લાના લોકો ગુજરાતના વડોદરા સુધી સફર કરી સકશે.સામાન્ય લોકોને તો આનાથી ફાયદો મળશે જ, સાથે-સાથે વ્યાપાર અને ઉદ્યોગોને પણ પ્રોત્સાહન મળશે. ઉલ્લેખનિય છે કે, 2008માં તત્કાલીન વડાપ્રધાન ડૉ. મનમોહન સિંહ અને તત્કાલીન રેલ્વેમંત્રી લાલુ પ્રસાદ યાદવે ઝાબુઆમાં છોડા ઉદયપુર-ધાર રેલ્વે પરિયોજનાનો શિલાન્યાસ ક્ર્યો હતો.પહેલા ચરણમાં અલીરાજપુરથી છોટા ઉદયપુર વચ્ચે રેલ્વે લાઇન બિછાવવામાં આવી છે, જેના પર હવે ટ્રેન દોડશે.અલીરાજપુરમાં રેલ્વે સેવા શરૂ થયાં જ લોકોને આશા છે કે બહુ જલદી ટ્રેન સેવાઓમાં વધારો થશે. અત્યારે ઈંદોર-દાહોદ વચ્ચે 22 કિમીનું કામ થઈ ગયું છે. આ કામ પૂરું થતાં જ ઈંદોરને ગુજરાત સાથે નવી કનેક્ટિવિટી મળશે.

Advertisement
Advertisement