05/11/2019, જાણો આજનું સચોટ રાશિફળ, આ રાશિની આર્થિક સ્થિતિમાં થશે પરિવર્તન

આજે તારીખ 5/11/2019 ના રોજ આપણે જાણીએ કે જ્યોતિષશાસ્ત્ર મુજબ 12 રાશિના જાતકો નો આજનો દિવસ કેવો રહેશે કારકિર્દી અને આર્થિક ક્ષેત્રે તમારો દિવસ કેવો રહેશે.

મેષ રાશિ.

અનેક દિવસોથી અટવાયેલા કામો પૂરા થઈ શકે છે. કૌટુંબિક સંબંધો મધુર રહેશે. તમારી ઈમેજ સુધારવાની તક તમને મળી શકે છે. વિચારેલા કામો પૂરા થઈ શકે છે. તમારા માટે દિવસ ઉત્સાહવર્ધક રહેશે અને મનોરંજન પણ થતું રહેશે. કૌટુંબિક મામલે તમારે ધ્યાન આપવું પડશે. કેટલાક ઘરેલુ અટવાયેલા કામોનો ઉકેલ આવી શકે છે. પરણિત લોકોને સુખ મળી શકે છે. પ્રેમ વધશે. જૂની બીમારીઓમાં થોડી રાહત મળી શકે છે.આજના દિવસે થોડી ધીરજ રાખવી સારી છે, મનમાં કોઈક વાતનો ઉદ્વેગ રહ્યા કરે, વાહન ધીમે ચલાવવું, તાવ, માથા,આંખ,હાડકાની તકલીફથી સાચવવું, બિઝનેસમાં જોખમથી દુર રહેવુ, પ્રિયજન સાથે વાર્તાલાપમાં ધીરજ અને શાંતિ રાખવી, સહકર્મચારી સાથે કામકાજમાં સહકારનો અભાવ જોવા મળી શકે છે.

વૃષભ રાશિ.

કારોબારમાં વ્યસ્તતા રહેશે. કાર્યક્ષેત્રે સન્માન મળી શકે છે. મહેનતથી ધન કમાઈ લેશો. જે કામ છેલ્લા કેટલાય દિવસોથી અધૂરા પડ્યા હતાં તે પતી શકે છે. નવા કરાર કે નવા સંબંધ બનવાની સંભાવના છે. સમય સારો છે. કેટલાક ક્ષેત્રોમાં તમે એક સાથે સક્રિય રહેશો. આગળ વધવા માટે તમારે જીવનમાં કેટલાક ફેરફાર કરવા પડી શકે છે. પરણિત લોકોને રોમાન્સની તક મળી શકે છે. મુસાફરીના પણ યોગ છે. આજે ઉત્સાહ સારો જોવા મળી શકે જેના કારણે તમે કામકાજ પ્રત્યે પ્રોત્સાહી બનો, કોઈ પ્રસંગમાં તમારી હાજરીની સારી નોંધ લેવાય અને તમારી ક્યાંક પ્રસંશા પણ થાય, લગ્નબાબતની વાતચીતકે મિલન મુલાકાતમાં તમારી પ્રતિભા સામેની વ્યક્તિ પર સારી પડે અને તમે તેની સારી લાગણી અનુભવો.

મિથુન રાશિ.

ઉતાવળમાં કોઈ કામ ન કરો. પૈસાની સ્થિતિની ચિંતા કરવી પડશે. તમારે ફાલતુ ખર્ચા થઈ શકે છે. નોકરી અને ધંધામાં કોઈ વાતને લઈને ગૂંચવણ થઈ શકે છે. પૈસાના મામલે સાવધાની રાખવી પડશે. સ્વાસ્થ્યને લઈને બેદરકારી ન વર્તો. ઓફિસ કે વર્ક પ્લેસ પર તણાવપૂર્ણ સ્થિતિ બની શકે છે. આજે તમે મિત્રો અને પરિવારની જરૂરિયાતોમાં ફસાઈ શકો છો. પેટ સંબંધિત રોગના યોગ છે. આજનો દિવસ સામાન્ય છે, કોઈકની પાછળ નાણાકીયખર્ચ થઈ શકે છે, પ્રવાસનું આયોજન થાય, માર્કેટિંગ ક્ષેત્રમાં સારી કામગીરી થવાથી ખુશી અનુભવો, વેપારમાં નાનું કામ કરવુજ યોગ્ય છે, ક્યાય કોઇ બાબત પર મુલાકાત દરમિયાન વાર્તાલાપમાં જરૂરિયાત પુરતી વાર્તાલાપ તમારા માટે યોગ્ય કહી શકાય.

કર્ક રાશિ.

નોકરીમાં પરેશાની થઈ શકે છે. રૂટિન કામોમાં કેટલાક જોખમો ઊભા થઈ શકે છે. જીદ કરશો તો કોઈ સાથે વિવાદ થવાની શક્યતા છે. વધુ વિચારવામાં સમય ન બગાડો. અચાનક તમારી પરેશાનીઓ વધી શકે છે. કામકાજમાં અડચણો આવવાથી તમારો મૂડ ખરાબ થઈ શકે છે. ભાગ દોડ રહેશે. કેટલાક મામલાઓમાં લોકોની મદદ મળશે નહીં. સ્વાસ્થ્યમાં ઉતાર ચઢાવ આવશે.આજનો દિવસ માનસિકદ્વિધા વાળો છે , કોઇપણ પ્રકારના વાદવિવાદથી દુર રહેવું, વાહન ધીમે ચલાવવું, કફ, છાતી, બ્લડપ્રેશર જેવી તકલીફથી સાચવવું, વેપારમાં જોખમવાળા નિર્ણયથી દુર રહેવું, સહકર્મચારી સાથે કામની બાબતમાં અસંતોષ જોવા મળી શકે પરંતુ કામકાજ શાંતિથી પૂર્ણ થાય.

સિંહ  રાશિ.

પરિવારમાં સુખ શાંતિ વધશે. કાર્યક્ષેત્રમાં નવા કરાર અને સંધિ થવાની શક્યતા છે.સામાજિક કામકાજમાં સન્માન મળશે. કોઈ સારા મિત્રની મુલાકાતના યોગ છે. તમારુ ધ્યાન કોઈ દુરના સ્થળ પર વધુ રહેશે. ઓફિસમાં કોઈ વ્યક્તિ ગુપ્ત રીતે તમારી મદદ કરી શકે છે. રોમાન્સની સારી તકો મળી શકે છે. પાર્ટનર તમને આર્થિક મદદ કરી શકે છે. આજે તમે સાથે કામ કરનારા તરફ આકર્ષિત થઈ શકો છો. આજનો દિવસ કામકાજમાં વ્યસ્તતાવાળો અને અજંપાવાળો છે, સરકારીકામ, યુનિફોર્મવાળી નોકરી, સોના ઝવેરાત,ફાર્મા ક્ષેત્રમાં કામ કરનારને માનસિકથાકની લાગણી રહે, વેપારમાં નાનું કામ કરવુજ યોગ્ય છે, ક્યાય વાણીવિલાસના થાય તેનું ધ્યાન રાખવું, ઉતાવળિયા નિર્ણયના લેવાયતે બાબતની તકેદારી રાખવી.

કન્યા રાશિ.

કારોબાર વધશે. તમારાથી નીચલા સ્તરના કર્મચારીઓનો સહયોગ મળશે. તમારી મુલાકાત ખાસ લોકો સાથે થઈ શકે છે. તમને નિયમિત કામકાજથી છૂટકારો મળી શકે છે. પરેશાનીઓ ખતમ થવાના યોગ છે. આવક વધારવા અને  ખર્ચા ઘટાડવા પર પ્લાનિંગ  કરી શકો છો. પ્રેમીઓ માટે સારો દિવસ છે. નોકરીમાં બદલાવ અને પદોન્નતિની સંભાવના છે. આજે કોઈને સલાહ ન આપો. મહત્વપૂર્ણ લોકો સાથે મુલાકાત થઈ શકે છે.આજનો દિવસ સારો છે, ભૂતકાળમાં કરેલા કામની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થવાથી તમે સારી લાગણીનો અનુભવ કરો. પ્રિયજન તમને કોઈ પસંદગીની વાત કરેને તમેં ખુશી અનુભવો તેવા સંજોગો પણ બને છે. લગ્નબાબતની વાર્તાલાપમાં તમારી પસંદગી વધુ જળવાય તેવું પણ બનવાથી તમે સારી ખુશી અનુભવો.

તુલા રાશિ.

અટવાયેલા કામો પૂરા થઈ શકે છે. નોકરી અને  બિઝનેસમાં સમય પર સહયોગ ન મળવાથી પરેશાની થશે. કામનો વિરોધ થશે. આમ છતાં કઈક નવું કરવાનું વિચારશો. જીવનસાથીની મદદ મળશે. કઈક મોટી યોજના ઘડશો. આજનો દિવસ શાંતિથી પસાર કરવો, કામકાજમાં ધીરજનો અભાવ વર્તાય, તમારા ઉચ્ચઅધિકારી તમારી સાથે આજે થોડા નાખુશકે ઉગ્ર હોઈ શકે છે. વાતવાતમાં ગુસ્સો આવવો આજે સહજ વાત જેવું બની શકે છે. પરંતુ ગણતરીપૂર્વક અને અનુભવથી કામકાજ કરવાથી તમે પરિસ્થિતિને ઘણી હળવી બનાવી પણ શકો છો.

વૃશ્ચિક રાશિ.

પૈસાના મામલે તમારે નુકસાન થઈ શકે છે. કેટલાક કાયદાકીય મામલાઓમાં તમે ગૂંચવાઈ શકો છો. સમયનું ધ્યાન રાખો. કેટલાક ખાસ કામમાં વધુ મહેનત કરવી પડી શકે છે. અચાનક થનારા કોઈ ઘટનાક્રમ પર તમે તરત કોઈ નિર્ણય ન લો. સ્વાસ્થ્ય સાામાન્ય રહેશે. થોડો થાક લાગી શકે છે. આજનો દિવસ સારો છે, પ્રિયજન સાથે જૂની વાતો અને યાદો દ્વારા તમારા મનને ઘણી ખુશી મળે, લગ્ન માટે મિલનમુલાકાતમાં તમારો આત્મવિશ્વાસ અને પ્રભાવ તમારા પ્રભાવમાં વધારો કરી શકે છે, વેપારમાં ગણતરીપૂર્વક કામ કરવાથી લાભની કોઈ વાત બને, આજે કોઈ સારાસમાચાર પણ સંભાળવા મળી શકે.

ધન રાશિ.

શેરમાર્કેટમાં સમજી વિચારીને રોકાણ કરો. બિઝનેસ કરનારા સાવધાન રહે. કાનૂની મામલે ગૂંચવાઈ શકો છો. ફાલતુ કામોમાં સમય બગડી શકે છે.લવલાઈફમાં ફેરફારના યોગ છે.અવિવાહિતો માટે સારો સમય છે. સ્વાસ્થ્ય મામલે સંભાળીને રહો.આજના દિવસે ધીરજ રાખવી, આજે કોઇપણ કામ પરાણે કરતા હોવ તેવી લગાણીનો અનુભવ થાય, કામકાજમાં ઉતાવળ કરવી નકામી છે.વાર્તાલાપમાં ક્યાય ગેરસમજના થાય તેનું ધ્યાન રાખવું સારું, વેપારમાં જોખમી પરિબળોથી સાચવવું, મજાકમસ્તી કરનારવર્ગથી આજે દુર રહેવું સલાહ ભર્યું છે.

મકર રાશિ.

તમને નુકસાન થઈ શકે છે. દેખાડા અને આડંબરથી દૂર રહો. પરિવારમાં આર્થિક સ્થિતિને લઈને વિવાદ થઈ શકે છે. એકસ્ટ્રા જવાબદારી મળી શકે છે. પૈસાના મામલે સાવધાન અને ચોક્કસ રહો. નહીં તો મોટું નુકસાન થશે. તમે થોડા પરેશાન રહેશો. પાર્ટનરના વ્યવહારથી દુ:ખી રહેશો. આજનો દિવસ સારો છે, ઉત્સાહ સારો રહે, તમને કોઈ પસંદગીની વાત સંભાળવા મળે અને તેની ખુશી તમને ઘણી રોમાંચિત કરીદે, લગ્નબાબતની વાતચિત તમારા માટે ક્યાંક ફળદાયી બની શકે છે, સ્પર્ધાત્મક પરીક્ષા આપનાર માટે કોઈ નવીવસ્તુ શીખવા માટે આજે સમય ફાળવોતો સારું પરિણામ મળી શકે છે.

કુંભ રાશિ.

કેરિયર માટે સારો દિવસ છે. ધનલાભ થઈ શકે છે. પ્રોપર્ટી મામલે પણ સમય સારો કહી શકાય. મહત્વપૂર્ણ લોકો સાથે મુલાકાત થઈ શકે. ઓફિસ અને બિઝનેસમાં અનુભવી લોકોની સલાહ મળશે. આજનો દિવસ સામાન્ય છે, આજે આરામ કરવાની વૃતિ વધુ જાગે, કામકાજને ત્વરિત પૂર્ણ કરવા માટે થોડા ઉતાવળિયા પણ બનતા જોવા મળો, ક્યાંક ગણતરી કરતા વધુ ખરીદી થવાથી નાણાખર્ચાયાની ખોટી લાગણી પણ ઉભી થાય, વેપારમાં નાનું અને ગણતરી પૂર્વકનું કામ કરવું યોગ્ય છે.

મીન રાશિ.

અચાનક ફાયદાના યોગ છે. પાર્ટનર પણ તમારી મદદ કરશે તો ધનલાભ થશે. જૂના દેવાની પતાવટ થશે. ફાલતુ ખર્ચા પર કંટ્રોલ થઈ શકે છે. આવકના નવા સોર્સ મળવાના યોગ છે. કોઈ પણ વાત સાવધાનીથી કહો.આજનો દિવસ સામાન્ય છે, તમે તમારા કામમાં વધુ વ્યસ્ત જોવા મળી શકો છે, નાનીનાની વાતમાં થોડો ગુસ્સો જોવા મળે, ક્યાંક તમારી લાગણી કોઇ જલ્દી સમજીના શકે તેવું બની શકે છે. સહકર્મચારીને સહકાર આપવાની તમાંરી ભાવના તમારા માટે કોઈ પ્રશ્નો ઉભાના કરે તેનું ધ્યાન રાખવું જરૂરી છે.