પોતાનાં કાકા સસરાએજ ભત્રીજા ની વહું સાથે એક બે નહીં અધધ આટલી વખત આચર્યું દુષ્કર્મ.

ગુજરાત માં દિવસે ને દિવસે બળજબરી ના કિસ્સામાં વધારો થતો જાય ત્યારે હીરા માટે સૌથી પ્રખ્યાત શહેરના માં એક એવો કિસ્સો બન્યો છે જેણે લોકોને ચોંકાવી દીધા છે. ગોડાદરામાં એક વિધવા પર તેના પતિના કહેવાતા કાકાએ હુમલો કરી દીધો છે.

બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે.વિધવાને શારીરિક સંબંધ બાંધવા માટે દબાણ કરીને કાકાએ મહિલા પર છરીથી હુમલો કર્યો હતો. જે બાદ મહિલાને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.નરાધમ કાકા સસરાએ પોતાનીજ વહુ ને ના બક્ષી.

આ કિસ્સો સુરતના લિંબાયત વિસ્તારમાં આવેલા ગોડાદરા ખાતે એક વિધવા બે સંતાન સાથે રહે છે. પાંચ વર્ષ પહેલા હીરાના ધંધા સાથે સંકળાયેલા તેના પતિનું નિધન થયું હતું. પતિના અવસાન બાદ પતિના કહેવાતા કાકા અવાર-નવાર મહિલાના ઘરે આવતા હતા.કાકાની પત્નીનું અવસાન થતા તેઓ વિધવાના પરિવાર સાથે જ રહેવા આવી ગયા હતા.

શરૂઆતમાં કાકા પરિવાર સાથે રહેવાની સાથે સાથે મહિલાના બાળકોની સારસંભાળ રાખતા હતા. સમય જતાં કાકા વ્યસનના રવાડે ચડી ગયા હતા. જે બાદમાં કાકા ઘરે આવીને મહિલા સાથે ગાળાગાળી કરતા હતા અને મહિલાને શારીરિક સંબંધ બાંધવા માટે દબાણ કરતા હતા.

દરરોજની આવી ઘટનાઓ બાદ મહિલાએ કંટાળીને 181 હેલ્પલાઇન નંબર પર ફોન કરીને અભયમની ટીમની મદદ માંગી હતી. સાગા કાકા સસરાએજ પોતાની ભત્રી જી ને બક્ષી નહીં એક પણ વખત તેના વિશે વિચાર્યું ના હતું.

મહિલા અભયમ નો તાપસ માં થયો ખુલાસો. અભયમની ટીમે મહિલાના ઘરે પહોંચીને તેને પરિસ્થિતિ વિશે માહિતી મેળની હતી. આ દરમિયાન મહિલાએ પતિના કહેવાતા કાકા સાથે રહેવા ન માંગતી હોવાની વાત કરી હતી. જે બાદમાં અભયમની ટીમની સમજાવટ બાદ કાકા ઘરેથી સામાન લઈને નીકળી ગયા હતા. જોકે, આ ઘટનાથી કાકા ઉશ્કેરાઇ ગયા હતા.

મહિલા જ્યારે ઘરમાં એકલી હતી ત્યારે તેઓ પરત આવ્યા હતા અને મહિલા પર ચપ્પુથી હુમલો કરીને ફરાર થઈ ગયા હતા. આ અંગેની જાણકારી સ્થાનિક લોકોને મળતા સ્થાનિક લોકોએ 108 ની મદદથી મહિલાને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડી હતી.

મહિલાની ફરિયાદના આધારે પોલીસે કાકા સામે ગુનો નોંધીને તેની ધરપકડ કરવાની કાર્યવાહી શરૂ કરી છે. હેવાનીયત આટલા હદ સુધી વધી શકે છે તે ક્યારેય વિચાર્યું નહતું પોતાનાજ જ્યારે હદ પાર કરી શકે ત્યારે હવે બીજા લોકો સાથે સારી અપેક્ષા રાખવી એ કઈ રીતે થાય.